________________
અનુભવ સંજીવની
૨૧૧ સાધક થયા થકા સિદ્ધ થાય છે, અને જે જ્ઞાનમાત્રનો આશ્રય કરતા નથી, તેનું સંસાર પરિભ્રમણ મટતું નથી. આમ આખા ‘સમયસારનો સાર ‘જ્ઞાનમાત્ર' પણે પોતાને ગ્રહણ કરવો - અનુભવવો તે છે. મોક્ષ ઉપાયનો આ સંક્ષેપ છે. તે સુગમ હોવા છતાં, કોઈ વિરલ જીવ જ પામે છે, તે કુદરતની કોઈ અદ્ભુત નિયતિ છે. તે વિરલા ધન્ય છે.
(૭૬૨)
જ્ઞાનીની આજ્ઞા અનુસરવા જતાં, અથવા આત્મકલ્યાણ અંગેની સત્સંગાદિ પ્રવૃત્તિ કરતા, સમાજ અથવા લોકલાજ આડી આવતી હોય તો તે લોકસંજ્ઞા છે. જે આત્મઘાતક છે. તેવી જ રીતે પરમ ફળ દાયક એવું જે જ્ઞાની પુરુષનું વચન તેને સંમત કરતાં, પાછળથી બુદ્ધિ શાસ્ત્ર આધાર લેવા જતી હોય તો તે ભ્રાંતિ સ્વરૂપ એવી શાસ્ત્રસંજ્ઞા છે. જે જ્ઞાનીપુરુષના વચનને વિષે અશ્રદ્ધાની ઘાતક છે, અને આત્મસ્વરૂપને આવરણનું કારણ છે.
આવી શાસ્ત્રસંજ્ઞા' વિપરીત અભિપ્રાય અથવા વિપરીત નિર્ણય વર્તતો હોવાથી ઉત્પન્ન હોય છે, અને તે જ જીવનો સ્વચ્છેદરૂપી મહાદોષ જાણવા યોગ્ય છે.
(૭૬૩)
Vઅંતર અવલોકન વગર જ્ઞાન પરલક્ષી રહે છે. જો કે પૂર્ણતાના લક્ષવાળો, પરલક્ષી જ્ઞાનમાં અટવાતો નથી, અને તે જ જીવને યથાર્થપણે અવલોકન રહે છે. તેમ અપેક્ષિતપણે અવલોકનને સમજવા યોગ્ય છે. જ્યાં સુધી આ પ્રકારે પૂર્ણતાના લક્ષે શરૂઆત થતી નથી, ત્યાં સુધી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પરલક્ષી રહે છે. તેવો પ્રકાર ન લંબાય તે ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. કારણકે તેવો પ્રકાર લંબાય તો પ્રાયઃ શાસ્ત્રાભિનિવેષ અથવા સ્વછંદ થવાનો સંભવ છે. પૂર્ણતાના લક્ષવાળાને દઢ મોક્ષેચ્છા હોવાથી માર્ગપ્રાપ્તિ માટેનો પ્રયત્ન તે જીવનો ઉત્કૃષ્ટ હોય છે, અથવા માર્ગપ્રાપ્તિનો અભાવ” એટલે કે સ્વરૂપ શાંતિના અભાવરૂપ અશાંતિની દશા તેના માટે અસહ્ય બની જાય છે. તે જ ઉત્કૃષ્ટ મુમુક્ષતાની દશા છે. અહીં કષાય અતિમંદ હોવા છતાં પણ શાતાની શાંતિ (2) પણ અસહ્ય થઈ પડે છે. તે યથાર્થ ભૂમિકાનું અસાધારણ લક્ષણ છે. અહીં અપૂર્વ જિજ્ઞાસાપૂર્વકની સ્વરૂપની શોધ – અંતરશોધ હોવાથી પરલક્ષી જ્ઞાનનો પ્રકાર થતો નથી. અર્થાત્ જ્ઞાન યુક્તિ – આગમમાં રોકાતું / સંતોષાતું નથી. કારણ વર્તમાન અશાંતિથી “અત્યંત અસંતુષ્ટ' એવું પરિણમન વર્તે છે અનુભવની શાંતિ / તૃપ્તિ વિના પરિસ્થિતિ અસહ્ય થઈ પડે છે તેને જ અનુભવ આવે
(૭૬૪)
આત્મકલ્યાણના એકમાત્ર લક્ષ અને આશય પૂર્વક જ્યાં સુધી યથાર્થ સુવિચારણાની સુયોગ્ય ભૂમિકા ન થાય, ત્યાં સુધી આત્માર્થી જીવે જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. અથવા અત્યંત સરળ પરિણામે મધ્યસ્થ રહેવું યોગ્ય છે. તેવી પરિપકવ વિચારધારા થયા વિના ધાર્મિક વિષયોમાં કે બાબતોમાં