________________
૨૧૨
અનુભવ સંજીવની પોતાનો મત આપવાનો અધિકાર જ નથી – તેમ જાણી, મત આપવાથી દૂર રહેવું હિતાવહ છે, નહિ તો સ્વચ્છંદ અને મતાગ્રહની ઉત્પત્તિ થયા વિના નહિ રહે. આવા મહાદોષમાં સહજમાત્રમાં આવી જવાતું હોવાથી, સપુરુષની આજ્ઞાનું અનુસરણ શ્રેયભૂત છે. તે નિઃસંશય છે.
જો કે વિદ્યમાન પુરુષની ઓળખાણ થાય તો આજ્ઞારુચિરૂ૫, પ્રત્યક્ષ કારણ (સમકિતનું પ્રગટે છે, તે જીવને અનેક પ્રકારના સંભવિત દોષોથી બચાવી લે છે. તેથી તે સર્વ શ્રેષ્ઠ અને સલામત માર્ગ છે, તેવો સત્પુરુષોનો અભિપ્રાય, ઘણા અનુભવમાંથી પ્રસિદ્ધ થયેલો છે. આત્મલાભ માટે પ્રવૃત્તિ કરતા જીવને, જાણ્યે-અજાણ્યે અજંતુ નુકસાન ઃ ન દેખાય, ન સમજાય તેવું થઈ જાય છે. તેથી અત્યંત કાળજી રહેવી ઘટે છે.
(૭૬૫)
જુલાઈ . ૧૯૯૧ | મોક્ષાર્થીપણું તે સામાન્ય મનુષ્યથી થઈ શકતું નથી. સંપૂર્ણ શુદ્ધિની ઉપાસના, જીવન સમક્ષ ફક્ત એક જ લક્ષ / ધ્યેય રાખનારને, લક્ષ પ્રત્યે આગળ વધતાં અનેક વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે.
અસાધારણ નિશ્ચય શક્તિ અને પ્રિયજનોના અભિપ્રાય . જે પરમાર્થને પ્રતિકૂળ હોય – તેની સામે અડગ રહેવાની અથવા ઝઝૂમવાની તાકાત, નાહિંમત ન થવાની લોખંડી . વજ જેવી હિંમત અને છતાં નિર્દોષ વૃત્તિ, તે મુમુક્ષુનો સાત્વિક ખોરાક છે. અનાદિ અંધકારને ભેદીને માર્ગ કાઢવાનો છે. તેમાં ઉતાવળ પણ ન ચાલે અને પ્રમાદ પણ ન ચાલે, મૂંઝવણથી મૂંઝાવું પણ ન પાલવે. ધીરજથી માર્ગ ગ્રહણ કરવાનો છે. આવા નિજહિતના માર્ગ સાથે સમસ્ત જીવોના કલ્યાણની ભાવના થવી / હોવી અવિનાભાવી છે. તે ભાવના, છતાં લોકસંજ્ઞા અને લોક અવિરુદ્ધતાના અટપટા પ્રશ્નો સાથે સંતુલન જાળવવાની કુશળતા અને ધીરજ સહજભાવે રહેવી અપેક્ષિત છે. માર્ગની ગંભીરતા હોવી ઘટે છે.
જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી દઢ પ્રતીતિ થાય, અને તેથી અનુભવ આવે, તેવું બાહ્યદૃષ્ટિએ વિચારીને અથવા અભિપ્રાય રાખીને અનેક જીવો દીર્ઘકાળ પર્યત સિદ્ધાંત શાસ્ત્રોનું અધ્યયન કરે છે – કર્યા કરે છે. પરંતુ પોતાના દર્શનમોહનો રસ ન તૂટે તો અનુભવ ઉત્પન્ન થતો નથી, તેવું શ્રીગુરુનું ફરમાન છે. ખરેખર તો સિદ્ધાંત જ્ઞાન અને ઉપદેશ બોધ, બંન્નેના નિમિત્તે દર્શનમોહનો રસ ઘટે, તો જ તેની યથાર્થતા છે. તથાપિ અયથાર્થ પદ્ધતિએ દર્શનમોહ ન ઘટે તે લક્ષમાં લેવા યોગ્ય છે.
તત્ત્વઅભ્યાસની સાથે સાથે ભેદજ્ઞાનનો પ્રયોગાભ્યાસ થવો ઘટે, તો અવશ્ય દર્શનમોહનો રસ તૂટે. જો ભેદજ્ઞાનની પદ્ધતિ ચાલુ ન થાય તો તત્ત્વાભ્યાસ નિરર્થક થાય. જે મુમુક્ષુજીવની દૃષ્ટિ