________________
અનુભવ સંજીવની
૨૧૩
પ્રયોજન સાધવા માટે તીક્ષ્ણ હોય, તે માત્ર શાસ્ત્ર વાંચનમાં ન રોકાય, ન સંતોષાય ચૈતન્ય સ્વરૂપ તો અનુભવ કરવા યોગ્ય છે, નહિ કે માત્ર વિચારવા યોગ્ય. (૭૬૭)
*
આત્માને ચૈતન્યપણે, ચૈતન્યમાત્ર ચિન્હ / લક્ષણથી અવલંબીને અનુભવ કરવો – ચૈતન્યસ્ સાતમ્યતામ્ – તેવું પરમાગમમાં વિધાન છે (સ. સાર. ક. ૪૨ × ૪૩) અનુભવપૂર્ણ ઉક્ત વિધાન, એ જ શ્રીગુરુની આજ્ઞા છે, તેમ આજ્ઞાંકિત શિષ્યે અંગીકાર કરવા યોગ્ય છે, વા શિરોધાર્ય કરવા યોગ્ય છે. અન્યથા અભિપ્રાયથી પ્રવર્તવું તે મતાર્થીપણું છે, વા સ્વચ્છંદ છે.
ज्ञानीजन: लक्षणतः जीवम् स्वयं अनुभवति ।
ધર્માત્મા આ વિધિથી નિરંતર ભેદજ્ઞાન કરે છે. મુમુક્ષુજીવે પણ તેમ જ કર્તવ્ય છે.
(૭૬૮)
*
V જ્ઞાન-શેયની એકત્વબુદ્ધિના સંસ્કારને લીધે જીવને એવો ભ્રમ થાય છે કે, શેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થવાથી, જ્ઞાનમાં કંઈક અસર થાય છે, એટલે વિકૃતિ ઉત્પન્ન થાય છે, તેથી શેય જ્ઞાનમાં ન જણાય તેવી યુક્તિ વા પ્રયત્ન કરવા પ્રેરાય છે. પરંતુ અનાદિ પરલક્ષ છે, ત્યાં સુધી પરલક્ષપૂર્વક પરનું જાણવું થયા કરે છે, થયા વિના રહેતું નથી. આત્માનો વિચાર વાંચન પણ પરલક્ષે થાય છે, ત્યાં રાગાદિ વિકાર થવો અનિવાર્ય છે. તેથી મુમુક્ષુજીવે પ્રથમ સ્વલક્ષ કરવા યોગ્ય છે. સર્વ શાસ્ત્રો સ્વરૂપ લક્ષ થવાને અર્થે રચાયા છે. જો સ્વલક્ષ થાય તો, પર પ્રકાશન કાળે પણ જ્ઞાયક જ જણાય છે / મુખ્ય રહે છે, અને પર જણાવા છતાં જણાતું નથી. અર્થાત્ જ્ઞાન જ્ઞેયની એકત્વ બુદ્ધિ મટે છે. તેથી શેયથી ભિન્ન પડીને જ્ઞાન વર્તે છે. ઉક્ત પ્રકારે પ્રથમ લક્ષ બદલાવ્યા વિના જ્ઞાનમાંથી જ્ઞાનાકારને દૂર કરવા અર્થે કોઈ ધ્યાનાદિ પ્રયોગ કરે છે, તે અવિધિએ એકાકાર જ્ઞાનને ઈચ્છે છે, પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી, પરંતુ માત્ર એકાકાર સ્વરૂપના લક્ષે, વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવાથી જ્ઞાન, એટલે કે આત્મા પ્રગટ અનુભવમાં આવે છે. તેથી સ્વરૂપ લક્ષ જ નિર્વિકલ્પ અનુભવનું કારણ છે, તેમ જાણી પ્રથમ સ્વરૂપ લક્ષ થાય તે પ્રકારે પ્રયત્ન કરવો.
(૭૬૯)
*
જ્ઞાન હંમેશા લક્ષ અનુસાર પ્રવર્તે છે. અનાદિ સંસાર અવસ્થામાં પરલક્ષપૂર્વક જ્ઞાનની પ્રવૃત્તિ રહી છે. તેથી પરનું-ઉદયનું અનુસરવું સહજપણે થાય છે. તેથી જો સ્વલક્ષ થાય તો, ઉદયથી ભિન્ન પડવાની પ્રક્રિયા થાય. તે સ્વલક્ષના બે વિષય છે. એક પૂર્ણ શુદ્ધિ, અર્થાત્ દઢ મોક્ષેચ્છા, અને બીજું તનિત્ ભાસ્યમાન પ્રત્યક્ષ નિજ સિદ્ધપદ. સાધક અવસ્થામાં ઉક્ત બંન્ને વિષય લક્ષમાં રહે છે (યુગપણે.) અને સ્વરૂપની મુખ્યતામાં સહજ શુદ્ધિની પ્રક્રિયા સધાતી જાય છે તેથી કયારે