________________
૨૧૪
અનુભવ સંજીવની પણ સંતુલન ન જળવાય, તેમ બનતું નથી. તેને સંક્ષેપમાં યથાર્થ લક્ષ જ્ઞાનીપુરુષ કહે છે. જ્ઞાનમાં લક્ષનો વિષય બદલાતો નથી. પરિણામે ઉપયોગ ફરે છે, પરંતુ લક્ષ ફરતું નથી. ઉદય ભાવોમાં અનેક વિધતા હોવા છતાં, સ્વલક્ષપૂર્વક જ પ્રવૃત્તિ થાય છે. પરિણામે / ફળ સ્વરૂપે અનઉદય ભાવ ઉત્પન્ન થાય છે, તેનું કારણ આત્મલક્ષ જ છે.
(૭૭૦)
જેને પોતાનું દ્રવ્ય સ્વરૂપ રાગાદિ મલ રહિત, શુદ્ધ જ છે, એવી પ્રતીતિ અનુભવ સહિત વર્તે છે, એવા જે સમ્યફદષ્ટિ, તેને પરાશ્રિત અંશરૂપ, રાગાંશમાં અશુદ્ધત્વ અર્થાત્ ચિકાશની ઉત્પત્તિ થતી નથી. કર્મ પ્રસંગ ઉપરની દૃષ્ટિ અર્થાત્ ભ્રાંતિ છૂટી જવાથી નિશ્ચંતદશા – દ્રવ્ય આશ્રિત વર્તતી દશાને, દ્રવ્ય શુદ્ધત્વરૂપે પરિણમે છે, તેમ જોવામાં આવે છે. જેની જાતિ શુદ્ધ હોવાથી, તેના સર્વ પરિણામો અબંધક હોય છે. સર્વ પરિણામો માન્યતાના આધારે થાય છે. જેમાં સંસારીને ભવની પ્રતીતિના આધારે જ સઘળું પરિણમન હોય છે તેમ.
અનુભૂતિ સહિત, અનંત સર્વ ગુણાંશ વ્યક્ત થવાથી, જાણે કે કોઈ અલૌકિક વિશેષતા, શેષ અશુદ્ધિની જાતિને પણ પરિવર્તિત કરી ધે છે, તેની વિશેષતા જન્મ પામે છે. તેથી અન્ય સંસારી જીવોની સમાન ક્રિયા અને રાગાદિ હોવા છતાં મોટો પરિણમન ભેદ છે, કે જેથી બંધાતા નથી.
(૭૭૧)
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર, આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ ભેદથી આત્માનો નિર્ણય કરવા પ્રયાસ કરે છે અને રુચિ અનુસાર આગમના કોઈ ને કોઈ વિષયનો પક્ષપાત કરે છે. એક, અભેદ, અખંડ તત્ત્વની અનેકરૂપ કલ્પના કરે છે, તેનું નામ પક્ષપાત છે. પરંતુ રાગનો અંશે અભાવ કરીને, સ્પષ્ટ અનુભવાશે પરમપદાર્થની ઓળખાણ, અસ્તિત્વ ગ્રહણ વડે થાય તો, સવિકલ્પદશામાં નયપક્ષમાં રોકાવાનું બને નહિ, કારણ ઓળખાણથી ઉત્પન્ન અખંડનું જોર અનુભવ પ્રત્યયી હોય છે. તેથી પક્ષપાત રહિત થઈને, વેદન દ્વારા, સ્વવસ્તુને પ્રત્યક્ષ કરનારને કલ્પના બુદ્ધિ રહેતી નથી, મટી જાય છે, સહેજે. તેનું કારણ પ્રત્યક્ષ સ્વરૂપનો પ્રત્યક્ષ સ્વાદ છે. જે તત્ત્વ અર્થાત્ નિજ સ્વરૂપ કેવળ અનુભવનો વિષય છે. તેને માત્ર વિકલ્પ ગોચર પક્ષપાત વડે રાખવાથી શું વળે ? તેમ લાગવાથી વિકલ્પ / રાગ ઉપરનું વજન ખસી જાય છે. (૭૭૨)
એક જ કાળમાં તેજપુંજ શુદ્ધ ચૈતન્યઘન એવું નિજસ્વરૂપ, અનુભૂતિ અંશરૂપ જ્ઞાન સામાન્ય, શેયાકારરૂપ જ્ઞાન વિશેષ અને રાગાદિભાવરૂપ વિભાવભાવ વિદ્યમાન છે. આમ વસ્તુસ્થિતિ છે, ત્યાં સ્વલક્ષના અભાવને લીધે, એકાંત પર એવા રાગાદિનું લક્ષ (અનાદિથી) હોવાથી, તેજપુંજ એવો મહાપદાર્થ, છતો છતાં અણછતો થઈ જાય છે ! અને જીવ અનંતકાળ અંધારામાં ગોથા ખાય