________________
૨૧૫
અનુભવ સંજીવની છે, દુઃખી થઈને ભમે છે.
પ્રગટ લક્ષણ એવું જે અનુભૂતિઅંશ તેના આધારે, જો લક્ષ એકવાર પણ તેજપુંજનું થાય તો, તે તેજપુંજના ફુરણ માત્રથી, વિકલ્પરૂપી અંધારૂં, વિલય પામી જાય વિકલ્પ અર્થાત્ નયપક્ષની કક્ષા વ્યતીત થઈ, તત્ક્ષણ જ્ઞાન-પ્રકાશનો ઉદય થાય છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ પ્રકાશરૂ૫ વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્યારથી અશુદ્ધત્વ મટે છે.
(૭૭૩)
મોહનો અભાવ થઈને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સમ્યકજ્ઞાનરૂપી શીતળ સુખમય ચંદ્રનો ઉદય થાય છે – જેના જ્ઞાન પ્રકાશમાં, આકુળતામય સર્વભાવોમાં ક્યાંય પણ ભ્રમ (મોહ) થતો નથી અર્થાત્ શુભકર્મ સુખદાયી અને અશુભકર્મ દુઃખદાયી, એવો ભેદ તત્ત્વષ્ટિ થયા પછી ઉપજતો નથી. કેમકે જેમ અશુભ ભાવરૂપ સંકલેશ પરિણામ દુઃખમય છે, તેમ જ સકષાયરૂપ શુભ પરિણામ પણ દુઃખમય જ છે, તેવો પ્રત્યક્ષ અનુભવ નિર્મળ જ્ઞાનને થાય છે. જ્યાં સુધી આવો અનુભવ નથી, ત્યાં સુધી શુભ સારું-અશુભ ખરાબ બુરું) એવી મિથ્યા શ્રદ્ધા રહે છે. પરંતુ બન્નેમાં વિભાવ સામાન્ય છે. વિભાવ જીવના શુદ્ધ પરિણમનનો ઘાતક છે. તેથી તેની અભિલાષા . એ મોહ છે; વિપર્યાસ છે. ચૈતન્ય મહાપદાર્થ, પરમ પવિત્ર સ્વભાવના ઘાતકને ઈચ્છવા યોગ્ય કેમ હોય ?
તેમ છતાં પુણ્યના ઉદયમાં જે રંજાયમાન થાય છે, તે પોતાની સુધ ભૂલેલાં પાગલ થઈને રાચે છે, પરંતુ મહા દુઃખી છે.
(૭૭૪)
/ સ્વરૂપ નિર્ણયમાં સ્વભાવની નિયતા ભાસે છે તેને લીધે સહજ અનિત્ય સંયોગી પદાર્થો ઉપર ઉપેક્ષા, ઉદાસીનતા આવી જાય છે. નિત્ય, નિરુપાધિક, શાંત સ્વરૂપ રસ, અનાદિ અનિત્ય દેહાદિ પ્રત્યેના રસને મટાડે છે. - આમ સંયોગોનું મૂલ્ય, નિર્મુલ્ય થઈ, સ્વરૂપનું મૂલ્યાંકન થાય છે, અને નિત્ય સ્થિર સ્વ-પદાર્થના આશ્રયે, ઉપયોગ સ્થિર થવાનો અવસર આવે છે, જ્યાં સુધી અનિત્ય, અસ્થિર પદાર્થોની પ્રતીતિ છૂટે નહિ, ત્યાં સુધી ઉપયોગને સ્થિરત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. – આમ “આત્મા નિત્ય છે એવા યથાર્થ નિર્ણયને ઉપયોગ સ્થિર થવામાં અનુસંધાન છે. તેથી આત્માના નિત્યત્વનો નિર્ણય અતિ મહત્વનું અંગ છે – એમ શ્રીગુરુનો ઉપદેશ છે. (૭૭૫)
- જ્ઞાની ઉદયને સમ્યક્ પ્રકારે વેદે છે તે જ્ઞાનીનું જ્ઞાનીપણું છે. ત્યાં સમ્યક પ્રકારે વેદવું એટલે શું ?
સમાધાન : - સામાન્યપણે સંસારમાં જીવ ઉદયને ભોગવતાં, તદાશ્રિત રાગ / લેષભાવે પરિણમીને નવો કર્મ બંધ કરે છે. પરંતુ શુદ્ધ સ્વરૂપનો જેને અનુભવ છે, તેને તેમ થતું નથી. તેવા જ્ઞાની પુરુષને શાંત સ્વરૂપ રસને વેદતાં, શુભ કે અશુભ ઉદયનું જાણવું થાય છે. સ્વરૂપ