________________
૨૧૬
અનુભવ સંજીવની જાગૃતિપૂર્વક એવો નિશ્ચય વર્તતો હોય છે, કે આ ઉદય મારો નથી. જ્ઞાન સ્વરૂપી એવા મને ઉદય સાથે કોઈ સંબંધ નથી. – પહેલાં સંબંધ કલ્પીને ઉપાધિમાં આવી દુઃખ ઘણું ભોગવ્યું, પરંતુ હવે અનુભવમાં ભિન્નતા અનુભવાય / વેદાય છે. તેથી ઉપર છેલ્લાં ઉપયોગથી જાણીને, સ્વરૂપમાં વિશેષ સાવધાન થવાનું સહજ બને છે, તેવા પ્રકારને ઉદય-વેદતાં નિર્જરા થાય, તેવો સમ્યક પ્રકાર જાણવા યોગ્ય છે.
પ્રાપ્ત વીતરાગતાને લીધે, રાગના નિમિત્તો મળવા છતાં રાગ ઉપજતો નથી, તેવી સહજતા જ્ઞાનદશામાં વર્તે છે. અત્યંતર પરિણતિમાં સ્વરૂપાનુભવ સુખ વર્તે છે, તે અત્યંત મુખ્ય છે. તેથી અતિ અલ્પ રાગાંશમાં ત લખાશ હોય છે, તેને પણ રોગ જાણે છે. તેમાં પ્રીતિ-રતિ દર્શનમોહ વિના ઉપજે નહિ. પરંતુ જ્ઞાનીને તેવો વ્યામોહ નહિ હોવાથી, માત્ર જ્ઞાતા ભાવે રહેવું થાય છે.
(૭૭૬)
चैतन्य शक्ते द्वौ आकारौ ज्ञानाकारो ज्ञेयाकारस्य ।
(રાજ. વા. ૧.૬-પ-૩૪-૨૯). - અર્થ – ચૈતન્ય શક્તિનાં બે આકાર છે, જ્ઞાનાકાર અને શેયાકાર આ શક્તિનું નિશ્વય સ્વરૂપ છે. તેનું પરણેયાશ્રિત કથન . વ્યવહાર વચન છે.
વસ્તુ સ્વભાવને સમજી હેય-ઉપાદેય અથવા મુખ્ય–ગૌણ થઈ શકવા યોગ્ય છે, પરંતુ સ્વભાવને અન્યથા સમજવામાં તો દર્શનમોહનો પ્રભાવ જ પ્રવર્તે છે. તેથી મહા અનર્થ થાય. સ્વભાવને જેમ છે તેમ સમજી પ્રયોજન સાધવું યથાર્થ વિધિએ, જેથી દર્શનમોહનો અભાવ થાય.
જો જ્ઞાન શેયાકારે પરિણમે જ નહિ, તો અનાદિ પરથી એકત્વ (ભ્રાંતિથી) થયું છે, તે હોય જ નહિ, અને તેથી ભેદજ્ઞાન કરવાની વિધિ પણ ઉપદેશમાં ન હોય અથવા પરના નિશ્ચય વિના સ્વનો નિશ્ચય પણ બને નહિ. તેથી શેયપૂર્વક હેય-ઉપાદેયરૂપ વિવેક થવો સંભવે છે. (૭૭૭)
શેયાકાર જ્ઞાનમાં જાણપણાની પ્રધાનતા છે. અને છઘસ્થ જીવને તે કર્મના ક્ષયોપશમ અનુસાર હોય છે. તેથી જ મન:પર્યય જ્ઞાન કે જે ચારિત્રની નિર્મળતાના નિમિત્તે પ્રગટે છે તેની પણ અધ્યાત્મમાં વિશેષતારૂપે ગણના નથી. પરંતુ જ્ઞાનાકાર જ્ઞાનમાં સ્વસંવેદનની પ્રધાનતા હોવાથી, અનુભવના પ્રયોજન વશ, તેની મુખ્યતા અધ્યાત્મ શાસ્ત્રોમાં જોવામાં આવે છે. તો પણ શેયાકાર જ્ઞાન તે જ્ઞાનની અશુદ્ધિ કે વિપરીતતા નથી, તેમ જાણવા યોગ્ય છે.
અધ્યાત્મમાં શુદ્ધ સ્વરૂપની અનુભવ શક્તિને જ્ઞાનગુણ કહેવામાં આવેલ છે. અને ઓળખાણના તબક્કે પણ સ્વસંવેદનથી પ્રસિદ્ધિરૂપ સિદ્ધિ થાય છે. મોક્ષમાર્ગમાં અનુભવરૂપ આત્મજ્ઞાનનું મહત્વ છે, તેટલું આગમજ્ઞાનનું મહત્વ નથી. તેમ મહાન આચાર્યોનો અભિમત છે, કે જેઓ આગમના