________________
૨૦૬
અનુભવ સંજીવની
બળવાન દુરાગ્રહ ન હોય–અથવા ન થાય. જૈન સમાજનું વિઘટન થવાનું મુખ્ય કારણ અનુશાસનનો અભાવ છે. પ્રાયઃ જ્ઞાની મળતા નથી, અને સિદ્ધાંતથી અજાણપણું વર્તે છે. તેથી વિપરીતતા અને સ્વચ્છંદતા વધતા જાય છે.
(૭૪૫)
આત્મા અને જ્ઞાનમાં તાદાભ્ય સિદ્ધ સંબંધ છે. તેથી તેમાં ભેદ જુદાપણું) દેખાતો નથી. તેથી મોક્ષાર્થી જીવ આમ જાણીને નિશંકપણે જ્ઞાનમાં પોતાપણું જાણીને વર્તે છે. તેને જ્ઞાનીઓ દ્વારા નિષેધવામાં આવેલ નથી. અર્થાત્ સંમત કરવામાં આવેલ છે. પોતે પણ તે જ પ્રકારે દ્રવ્યાર્થિક નયે વર્તીને ભેદજ્ઞાન કરી રહ્યા છે. આ રીતે જ રાગાદિ ભાવોથી ભેદજ્ઞાન કરવામાં આવે છે. પરંતુ રાગાદિ વિભાવમાં નિઃશંકપણે પોતાપણે વર્તવું – તે અનાદિનું અજ્ઞાન છે તેથી અંતર્ અવલોકન દ્વારા બંન્ને ભાવોના સ્વભાવ ઓળખી, રાગાદિમાં, પોતાપણું થાય છે, તે છોડવું, મટાડવું – એવો શ્રીગુરુનો ઉપદેશ છે. તે અત્યંત ભક્તિ ભાવે શીરોધાર્ય કરવા યોગ્ય છે.
જ્ઞાનથી માત્ર પર્યાયત્વને લક્ષમાં ન લેતાં જ્ઞાન તત્ત્વથી આત્માને ગ્રહણ કરવા યોગ્ય છે. તે પરમાર્થ છે.
(૭૪૬)
જ્ઞાનમાં સ્વપણું થતાં, જ્ઞાન સ્વપણે અનુભવાતાં; એવા જ્ઞાનમાત્રથી જ બંધનો અભાવ થાય છે, કારણકે અનાદિથી રાગાદિમાં સ્વપણું કરીને જીવ ભાવ બંધરૂપે પરિણમન કરી રહ્યો છે. તેથી સમયસાર ગાથા - ૭૧માં ભગવાન અમૃતચંદ્ર આચાર્યદેવે જ્ઞાન ભવને ઉત્ન ત્મિી' તેવું વિધાન કર્યું છે. અર્થાત્ જ્ઞાનનું થવું . પરિણમવું તે આત્મા છે. આ જ્ઞાન રાગાદિથી ભિન્નપણે વર્તે છે. ભિન્નપણે વર્તતાં ચિત્ત શક્તિનો સહજ વિકાસ થાય છે, અર્થાત્ સ્વ સંવેદનનો આવિર્ભાવ થઈ, વિજ્ઞાનઘન થાય છે.
ભેદજ્ઞાન થતાં વેંત જ કર્મવિપાક શિથિલ થઈ જાય છે. બંધ પણ શિથિલ થાય છે. (૭૪૭)
જૂન – ૧૯૯૧ જ્ઞાની જ્ઞાન વેદનમાં, સ્વયંને વેદવામાં નિપુણ છે. તેથી રાગ-દ્વેષ, સુખ-દુઃખાદિરૂપ ઉદયને જ્ઞાન વેદનથી ભિન્ન / બાહ્ય જાણીને તે રૂપે જરાય પરિણમતા નથી. તે જ જ્ઞાનના જ્ઞાનત્વનું પરિણમવું છે. જ્ઞાનના વેદનના અનુભવથી, વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ વિભાવને અનુભવમાં સર્વથા ભિન્ન વેદે છે, કારણકે સ્વયંના એકત્વમાં, અન્યનું એકત્વ થવું અશક્ય જ છે. વળી, પુગલ પદાર્થોની કેટલીક અવસ્થા (રૂપ-રંગ) માત્ર જાણવાનો વિષય થાય છે, ત્યાં તેનાં અનુભવનો ભ્રમ થતો નથી, પરંતુ કેટલીક અવસ્થા, જેમકે (સુખ-દુઃખ) શાતા-અશાતા, કડવું મીઠું, વગેરે સ્વાદનો પ્રકાર ધારણ કરે છે, ત્યાં ભેદજ્ઞાનના અભાવને લીધે, જીવને અભેદતા વેદનપૂર્વક સધાઈ જાય છે, તે જ્ઞાનના