________________
અનુભવ સંજીવની
૨૬૧ દોષદેખુ માણસ, સ્વભાવ દષ્ટિ . આત્મદષ્ટિને પ્રાપ્ત કરી શકતો નથી. તે કાગડાની જેમ શબને ચૂંથવાની રુચિથી બીજાના દોષને ચૂંથ્યા કરે છે, તે તીવ્ર પરલક્ષનું લક્ષણ છે. બીજાને સુધારવાનો દુરાગ્રહ તે પોતાનો મોટો અવગુણ - દોષ છે. અન્ય જીવના દોષનું પોતાને કોઈ જ પ્રયોજન ન હોવાથી, તે દુર્લક્ષ કરવા યોગ્ય છે. '
(૯૩૫)
જીવ નિજ શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કરવાને યોગ્ય ક્યારે થાય ?
જ્યારે શરીર અને રાગાદિમાં પોતાપણાની વિપરીત બુદ્ધિનો ત્યાગ કરે અથવા વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે અનુભવને યોગ્ય થાય. એકત્વબુદ્ધિથી પરમાં પોતાપણું થાય છે, જેથી સ્વરૂપમાં એકત્વ થઈ શકતું નથી; સાધી શકાતું નથી. જે અવસ્થાના રાગનો પોતારૂપે અનુભવ છે, તે રાગનું એકત્વ છે, ત્યાંથી ખસી જે જ્ઞાનસ્વરૂપમાં સ્વયંનો અનુભવ કરે છે, તે જ્ઞાની છે. (૯૩૬)
Wઆરંભ-પરિગ્રહનો ત્યાગ, પરિગ્રહ બુદ્ધિ મટાડવા અર્થે વા તેમાં સ્વામીત્વ છોડાવવા અર્થે જ્ઞાનીએ ઉપદેશ્યો છે. માત્ર ત્યાગને અર્થે ત્યાગ ઉપદેશ્યો નથી. પરિગ્રહનું મમત્વ અભિપ્રાય પૂર્વકનું છૂટવાથી આરંભ અને આરંભ પૂર્વકના આગળના દોષો પાંગરતા નથી. આરંભ - પરિગ્રહના ઉદયકાળે પણ નીરસપણું સહજ થવાનું આ કારણ છે.
(૯૩૭)
ઉદયની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ નિજ હિત-અહિતનું સતત સહજ લક્ષ રહે તો આત્માર્થીપણું છે. આત્માર્થના લક્ષપૂર્વકની પ્રવૃત્તિ, ઉદયભાવના રસને તીવ્ર થતાં દેતી નથી. મોહનો અનુભાગ ઘટવાની આ પ્રક્રિયા છે. જ્ઞાન / વિવેકને બળવાન અને નિર્મળ થવાની પણ આ જ પ્રક્રિયા છે. જેને આત્મકલ્યાણ કરવું જ છે, તેને અવશ્ય ઉક્ત પ્રકાર ઉત્પન્ન થઈ, આત્મકલ્યાણ થાય જ છે.
અંતરમાં નિજ હિતના લક્ષે ઉત્પન્ન જાગૃતિ, યથાર્થ ઉદાસીનતા, વેરાગ્ય, અને ઉપશમ થવાનું કારણ બને છે, જે મુમુક્ષુની યથાર્થ ભૂમિકા છે. અહીં દર્શનમોહનો રસ ઘટે છે. (૯૩૮)
ચૈતન્ય મનુવિધાથી રિVIE ૩૫યો: ઉપયોગની આ પરિભાષા સ્વભાવ પ્રધાનતાથી છે. એટલે કે, સ્વભાવની મુખ્યતા છે જેમાં, એવા સ્વભાવ લક્ષી પરિણમનમાં, ઉપયોગને સ્વભાવ સદશ. સ્વભાવ અંશ લેખી, રાગાદિ વિભાવથી અંતરંગમાં જુદો પાડી ભેદજ્ઞાન કરાવવાના આશયથી આ વ્યાખ્યા સમજવા યોગ્ય છે.
ચૈતન્ય સ્વભાવ પ્રગટ' છે. તે તદ્અ નુવિધાયી પરિણામથી દેખાય છે. અર્થાત્ ઉપયોગમાં ચૈતન્યનું અનુવિધાયીપણું વિધિપૂર્વક અનુસરીને પરિણમનાર - યાયી) પ્રત્યક્ષ દેખાય છે, ધારાવાહી