________________
૨૬૦
અનુભવ સંજીવની છે, અને કચાશને લીધે થતો રોગ / વિકલ્પ, નિષેધાય છે. આ સર્વનું મૂળ સ્વરૂપનું દર્શન થવું તે છે.
(૯૩૦)
અને પાને તો એ જ ભા
નું પાન ન
દેહાદિ પસંયોગનો સંબંધ રાગ વડે જીવ કરે છે.
અસંગ / અપરિણામ સ્વરૂપના અજ્ઞાનને લીધે, જીવ રાગાદિમાં એકત્વ કરે છે અને રાગની મલિનતાથી જીવને દુઃખ થાય છે. તેથી વિધિ દર્શક / અનુભવી મહાપુરુષોએ સૌ પ્રથમ રાગથી ભેદજ્ઞાન કરાવ્યું છે. (સ. સાર સંવર અધિકાર).
(૯૩૧)
જ્ઞાન અને સુખ અવિનાભાવી છે. સુખ વિનાનું જ્ઞાન, તે શુષ્કજ્ઞાન છે. નિશ્ચયની પ્રધાનતા યથાર્થપણે થાય તો સુખ ઉપજે, અયથાર્થપણે (ભાવમાસન વગર) થાય તો શુષ્કતા ઉત્પન્ન થાય, તે નિયમ છે. તેથી જ્ઞાની સદાય સુખી છે, તેમને ઉપાધિમાં પણ સમાધિ છે. કારણ કે તેઓ નિજ સુખધામને નિરંતર અનુભવે છે; આમ સુખની પરિણતિ દ્વારા જ્ઞાનનો નિશ્ચય થાય છે, અને તેથી તેઓ શુષ્કશાનીથી જુદા પડે છે.
(૯૩૨)
જ અપેક્ષા = આશા, આકાંક્ષા
અપેક્ષાએ કહેવું તે જાણવું = અમુક દૃષ્ટિકોણ મુખ્ય કરી જાણવું . કહેવું. અપેક્ષા = મર્યાદા, સીમા, આમ અનેક અર્થ છે, તો .
જ્યાં જે પ્રકરણમાં યોગ્ય અર્થ થાય તેમ અર્થઘટન કરવા યોગ્ય છે. કોઈપણ શાસ્ત્ર વચન, આત્મ હિતાર્થે કહેવાયું હોવાથી, તે આત્મહિત લક્ષે જ વિચારવા યોગ્ય છે. એમ સર્વ પુરુષોનો અભિમત છે.
(૯૩૩)
પાત્રતા પામવા અર્થે મુમુક્ષજીવે સત્સંગનું સેવન કરવું તે સર્વોત્તમ ઉપાય છે. નિર્દોષ થવાના લક્ષે બોધભૂમિકા' માં રહેવું, જેથી જે જે દોષ સાધારણ થઈ ગયા હોય, તે ટાળવા પ્રત્યે જાગૃતિ આવે.
(૯૩૪)
પૂર્ણ નિર્દોષતા એ આપણો આદર્શ—ધ્યેય છે. મંદિરજીમાં, મનમંદિરમાં નિર્ધારથી) આપણે તેની સ્થાપના કરી, નિર્દોષ થવાનું પ્રથમ પગથિયું પોતાના દોષની કબુલાત છે. તે સિવાઈ નિર્દોષ પરમાત્માનું ભજન કે દર્શન થતું નથી. નિજ નિર્દોષ પરમ સ્વરૂપના દર્શનાર્થીને, પોતાના દોષનો પરદો હટાવવાની સૂઝ આવે છે. ત્યારે તેનો દોષ ભલે પૂરેપૂરો ગયો ન હોય, પણ તે મનનો દૂષિત . મેલો રહેતો નથી. દંશ છૂટે તેનો દોષ છૂટે.