________________
અનુભવ સંજીવની
૨૫૯
કૃત્રિમ પુરુષાર્થ / પ્રયાસનો અભિપ્રાય છોડવા યોગ્ય છે. તેવા અભિપ્રાયમાં વિધિની ભૂલ છે. યથાર્થ જ્ઞાન વડે સહજ પુરુષાર્થનું ઉત્થાન થાય છે. અથવા ધ્યેય પ્રતિ યથાયોગ્ય પ્રકારના પરિણામો સહજ થવા લાગે (લગની, જાગૃતિ, દર્શન પરિષહ વગેરે) તે યથાર્થતાનું લક્ષણ છે. કૃત્રિમપણાનો અભિપ્રાય અયથાર્થતાનું લક્ષણ છે. તેથી કૃત્રિમતા કર્તવ્ય નથી, તેમજ અનુમોદવા
યોગ્ય પણ નથી.
(૯૨૬)
પુરુષાર્થનું સ્વરૂપ સહજ ઉદ્યમ રૂપ છે. સ્વાભિમુખ ઉદ્યમ સમ્યક્ સંજ્ઞા પામે છે. તેનું ફળ સુખ છે. કૃત્રિમ પુરુષાર્થ આકુળતા ઉપજાવે છે. કૃત્રિમ પુરુષાર્થનાં અભિપ્રાયમાં કર્તાપણાનું બંધન છે. જે મુક્તિના ભાવથી વિરૂદ્ધ છે.
સહજ પુરુષાર્થ પરિણામને અંતર્મુખ કરે છે. જ્યારે કૃત્રિમતામાં કેવળ બહિર્મુખતા રહે છે.
(૯૨૭)
પ્રમાણજ્ઞાન સામાન્યપણે વસ્તુના બંધારણીય સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે, પરંતુ તેનો હેતુ તેટલો જ માત્ર નથી. પ્રમાણજ્ઞાન નિશ્ચયનો આશ્રય થવાથી પ્રમાણતાને પામતું હોવાથી, મુખ્યપણે તેનો હેતુ નિશ્ચયને પ્રકાશવાનો છે. - આ પ્રમાણની વિશેષતા છે. તેમ ન હોય તો તે (પ્રમાણનું) જ્ઞાન પ્રમાણાભાસ છે, તેમ જાણવા યોગ્ય છે. પ્રમાણના પક્ષપાતી વ્યવહારાભાસી અથવા ઉભયાભાસી નિયમથી હોય છે. કારણ કે તે પ્રયોજનમાં ભૂલેલા હોય છે. (૯૨૮)
*
કોઈપણ જીવ પ્રત્યક્ષ આત્મજ્ઞાનસ્વરૂપ, સજીવનમૂર્તિ સત્પુરુષ / આપ્ત પુરુષને ઓળખ્યા વિના, ઓળખાણપૂર્વક વચનની પ્રતીતિ, અપૂર્વ આશારુચિ અને સ્વચ્છંદ નિરોધપણે તેમની ભક્તિ થવા રૂપ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના, નિજસ્વરૂપને અંતરંગ લક્ષણથી ઓળખી શકે નહિ. અને સ્વરૂપ નિર્ણય વિના, સ્વરૂપાનુભવ થઈ શકે નહિ.
(૯૨૯)
એપ્રિલ - ૧૯૯૨
સ્વપણે ‘જ્ઞાનમાત્ર’માં ‘હું’ પણાના વેદનથી સન્મુખતામાં - જે નિશ્ચય થાય તે અપૂર્વ આત્મરુચિને જગાડે. આત્મરુચિ અનુસાર પુરુષાર્થ (વીર્ય), અનંત ગુણોની સ્વરૂપ રચના કરે, તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેર સર્વ યથાસંભવ શુદ્ધ પરિણમે છે. તેથી મુમુક્ષુ જીવે (મોક્ષાર્થી) સર્વ પ્રથમ, પોતાના સ્વ-રૂપને લક્ષમાં લેવુ; તે અર્થે અનેક શાસ્ત્રોની (મુખ્યપણે) રચના થઈ છે. સ્વરૂપ જ્ઞાનથી સર્વ આત્મગુણોનું કાર્ય, - હું પૂર્ણ - કૃતકૃત્ય છું' - એમ સહજ ભજનારૂપે થવા લાગે છે. તેથી તે કરવાના વિકલ્પની આવશ્યકતા જણાતી નથી. આમ કર્તૃત્વ નાશ પામે
-