________________
૨૫૮
અનુભવ સંજીવની જરાપણ અગંભીર ન રહેવાની તેમાં સુચના છે.
આરંભ . પરિગ્રહનો રસમાં અત્યંત અપેક્ષાવૃત્તિનું પ્રગટપણું છે. જે ઉપેક્ષા કરવા યોગ્ય સંબંધિત વિપર્યાસ છે. તે ગંભીરતા જ્ઞાની પુરુષને ભાસવાથી તેનો નિષેધ ઠામ ઠામ કર્યો છે અને તે ખરેખર હિતોપદેશ છે. તેમ જાણી અંગીકાર કરવા યોગ્ય છે.
(૯૨૧)
પૂર્વ પ્રારબ્ધવશાત્ જ્ઞાની ધર્માત્મા - નિવૃત્તિ ચાહતા હોવા છતાં, . પ્રવૃત્તિમાં રહીને આરાધના પુરુષાર્થ કરે છે. યદ્યપિ સાંસારિક પ્રવૃત્તિ આરાધનાને અનુકૂળ (વ્યવહારથી) નથી. બાહ્ય નિવૃત્તિ જ નિવૃત્ત સ્વભાવની પ્રાપ્તિ માટે - અંતર નિવૃત્તિ માટે અનુકૂળ છે. તોપણ કોઈનો મુખ્ય અપરાધ થતો હોય વા ઉપકાર ઓળવાતો હોય ત્યાં, હઠ વડે ત્યાગ કરવા યોગ્ય નથી. જ્યાં મુનિદશા - યોગ્ય વીતરાગતા / પુરુષાર્થ હોય / થાય ત્યાં થતો ત્યાગ હઠ ગણવા યોગ્ય નથી.) પરંતુ પોતાની માત્ર બાહ્ય અનુકૂળતા માટે અન્યની પ્રતિકૂળતાનું દુર્લક્ષ કે અવગણના કરી નિવૃત્તિમાં રહેવું તે વ્યવહારે પણ ન્યાય સંપન્ન નથી. અને શ્રી જિનના પવિત્ર અને નિર્દોષતાના માર્ગ સાથે સુસંગત પણ નથી. • તેથી પ્રવૃત્તિની પ્રતિકૂળતામાં રહીને જ્ઞાની પુરુષાર્થ) આરાધના વધારે છે, તેવું મહાપુરુષનું ચિત્ત - ચરિત્ર ઉત્ત હોય છે. જે વંદનીય છે. જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં જોઈ શકામાં કે ભ્રાંતિમાં પડવા યોગ્ય નથી.
(૯૨૨)
સંસારમાં નિવૃત્તિનો ઉદય હોય તો સંસારની પાપરૂપ પ્રવૃત્તિથી બચી શકાય. તેથી નિવૃત્તિ ઇચ્છનીય છે, તોપણ જ્ઞાનીને પણ પ્રારબ્ધ આધિન પ્રવૃત્તિ હોય છે, પરંતુ તે અકર્તાભાવે હોવાથી, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત હોવાથી, માત્ર તેનું કારણ ઉદય ગણવા યોગ્ય છે. જે પ્રવૃત્તિ રાગવેષ અને અજ્ઞાન યુક્ત હોય, ત્યાં કર્તા બુદ્ધિએ થતી પ્રવૃત્તિને સંસાર' ગણવા યોગ્ય છે. (૯૨૩)
સર્વ ધર્માત્માઓનો એવો અભિપ્રાય હોય છે કે પ્રથમ નિજસ્વરૂપમાં લીન રહી, નિજ સુખનો ઉપભોગ કરવો, પછી વ્યવહાર પ્રભાવના તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અનુસાર જેવો પ્રારબ્ધ યોગ હોય, તે પ્રમાણે વિકલ્પ સહજ આવે છે, અને થવા યોગ્ય હોય તે તે પરિણામ અથવા કાર્યો પર માં (અન્યજીવ અને પુલમાં) થાય છે. નિમિત્ત હોવા છતાં જ્ઞાની તેના કર્તા થતા નથી. તેમને પરમાં મમત્વ નથી.
(૯૨૪)
શાશ્વત, અવ્યાબાધ, પરિપૂર્ણ સુખાદિ એશ્વર્ય સંપન્ન સ્વરૂપનો યથાર્થ વિશ્વાસ આવવો જરૂરી છે. શ્રીગુરુના વચને તે માટે પ્રયાસ થવા યોગ્ય છે. સ્વરૂપનો ભરોસો જ બીજ જ્ઞાન છે. પુરુષાર્થ તેની ઓથે ઉપજે.
(૯૨૫)