________________
અનુભવ સંજીવની
૨૫૭ સમજી, વિવેક (અંતર્બાહ્ય પ્રવૃત્તિ સંબંધિત) કરે છે, તેમાં અભિપ્રાય શ્રદ્ધા સાથે રહે છે, તોપણ આચરણના ક્રમમાં ઉત્સર્ગ અપવાદનો વિવેક સ્વીકારે છે કે જેથી કરીને તેવું અનેકાંતિક વલણ પણ સમ્યફ એકાંત એવા નિજપદની પ્રાપ્તિમાં હેતુભૂત થાય. આ પ્રમાણે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રના વિભિન્ન પરિણમન સ્વભાવ વચ્ચે સંતુલન જાળવવાનું, જ્ઞાન દ્વારા થાય છે, જેના ફળ સ્વરૂપે સમ્યક પ્રકારે આત્મહિત સધાય છે. - આ અપેક્ષાએ માર્ગની દુર્લભતા સમજાય છે, તોપણ પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ હોય તેને સુલભ પણ છે.
(૯૧૭)
દર્શનમોહને મંદ કરતાં, પાત્ર મુમુક્ષુને યોગ્ય, ચારિત્રમોહકષાય ઉપશાંત થાય, તે યથાર્થ કાર્ય પદ્ધતિ છે, પરંતુ દર્શનમોહના અનુભાગને મંદ કરવા પ્રત્યે દુર્લક્ષ સેવીને, જે કષાય મંદ કરે છે, તે કષાયનું ઉપશમન કરતા નથી, પરંતુ કષાયનું દમન કરે છે, તે યથાર્થ કાર્યપદ્ધતિ નથી. તેથી તીવ્ર કષાયથી બચવા ઇચ્છનાર મુમુક્ષુએ, ઉપરોક્ત કાર્ય પદ્ધતિ વિચારવા યોગ્ય છે, . વા લક્ષમાં લેવા યોગ્ય છે. પ્રાયઃ આ પ્રકારમાં જેઓ અજાણ છે, તેવા જીવો કૃત્રિમપણે - કર્તાભાવે કષાયની મંદતા દમનપૂર્વક વ્યવહાર પ્રવૃત્તિ દ્વારા કરે છે, જેથી દર્શનમોહ તીવ્ર થાય છે. - આ વિધિનો વિપર્યાય છે. એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી સમ્યક માર્ગ પ્રગટે નહિ. તેવો જ્ઞાનીપુરુષનો અભિમત છે.
(૯૧૮)
V નિજાવલોકનરૂપ પ્રયોગ, પરલક્ષ મટાડવા અર્થે અને સ્વલક્ષ થવાના હેતુથી અનુભવી મહાત્માઓએ બોધ્યો છે. તેમાં પ્રગટ ભાવોના અવલોકનના અભ્યાસ દ્વારા, સ્વભાવના અવલોકન સુધી લઈ જવાનો આશય છે. મુમુક્ષુજીવે આ પ્રકારે માર્ગ સુધી પહોંચવા પ્રયાસ કરવા યોગ્ય છે.
(૯૧૯)
યથાર્થ સમજણ, આત્મકલ્યાણના હેતુથી થાય, તો તે દર્શનમોહના અને ચારિત્રમોહના અનુભાગને તોડે છે. . આમ જ્ઞાન પ્રારંભથી જ શ્રદ્ધા અને ચારિત્રને ઘડવામાં સાધન છે. બાહ્ય સાધનનો ઉપદેશ અનેકવિધ હોવા છતાં ઉપરોક્ત અંતરંગ સાધન - જ્ઞાન - ગૌણ થવું ઘટતું નથી. જ્ઞાનીના માર્ગ સિવાઈ સર્વત્ર અન્ય પ્રકારે ચારિત્રમોહને મંદ કરવા પ્રયત્ન થાય છે, તે યથાર્થ
નથી.
(૯૨૦).
V મુમુક્ષુની ભૂમિકાથી લઈ, પૂર્ણતા પર્યત આરંભ અને પરિગ્રહ પ્રતિબંધક છે. - તેવું લક્ષ રહેવું ઘટે છે. યદ્યપિ પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર જીવને તે લક્ષ સહજ હોય જ છે. તોપણ મહાત્માઓએ તે સંબંધી જાગૃતિને ઠામ ઠામ પ્રતિબોધી છે. તે યથાર્થ છે. કારણ કે તે બાબતમાં