________________
૨૫૬
અનુભવ સંજીવની સંપ્રદાય (પદ્ધતિએ રીતે મૂળમાર્ગ પ્રવર્તાવતાં, ઘણા લોકોને પરમ સત્ય કાને પડે છે, પરંતુ માર્ગની રચનાનું સંપ્રદાયિક સ્વરૂપ આપવું યોગ્ય / યથાર્થ નથી. તેમ કરવામાં વિકૃતિ ઉપજે છે, બહુભાગ જીવો મતના મંડન . ખંડનમાં પડી જાય છે. સંપ્રદાયબુદ્ધિ તીવ્ર થાય છે. શ્રી જિનના અભિમતે અધ્યાત્મિક રીતે, માર્ગ કોઈ વિરલ જીવોને ગ્રહણ થાય, ઉપકારી થાય. તેથી માર્ગ પ્રવર્તનની નીતિ-રીતિનો નિર્ણય અત્યંત વિવેકપૂર્વક કરવા યોગ્ય છે. ધર્માત્માઓ પ્રાયઃ ધર્મ પ્રવર્તાવવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને પ્રવર્તે છે વા ગુપ્તપણે રહે છે. સ્વધર્મની મુખ્યતા હોવાથી તેમાં અવિવેક થતો નથી. સંપ્રદાયમાં આવેલા જીવોમાંથી, પાત્રતાવાન જીવને પ્રોત્સાહન આપવાથી, નીતિ સચવાય છે. મૂળ સિદ્ધાંત સચવાઈ રહે તો જ આત્મહિત થાય, તેવી કાર્ય પદ્ધતિનું આયોજન, સંપ્રદાયના લોકો વચ્ચે રહીને કરવા જતાં અનેક પ્રકારે રુઢીવાદીઓને અવરોધ થવાના પ્રસંગો ઊભા થાય છે. પરિણામે શાંતિના રસ્તે ચાલનાર જાહેર પ્રવૃત્તિથી દૂર થઈ જાય છે, કોઈ નીડર અને હિંમતવાન પુરુષ ક્રાંતિ ઉપજાવી, અધ્યાત્મ માર્ગનો પ્રચાર કરી શકે છે, ત્યાં પુણ્ય અને પવિત્રતાનો સુમેળ હોવો ઘટે છે.
(૯૧૪)
મુમુક્ષુજીવનું જીવન એવું હોવું ઘટે છે કે તેના સહવાસ / સમાગમ દ્વારા અન્ય મુમુક્ષુના ભાવમાં . અંતરંગમાં નિર્મળતા થાય વા નિર્મળતામાં વૃદ્ધિ થાય. . આ પ્રકાર સ્વપર હિતકારી છે. સર્વ જ્ઞાની પુરુષોની આ શિક્ષા પરમ આદર કરવા યોગ્ય છે. તેમ થવામાં કૃત્રિમતા ન થાય તે લક્ષમાં લેવા યોગ્ય છે.
(૯૧૫)
વર્તમાનમાં ધાર્મિકક્ષેત્રે દેવ, ગુરુ, શાસ્ત્રનો મહિમા જીવો કરે છે, તે પ્રાયઃ ઓઘસંજ્ઞાએ થાય છે. આત્મકલ્યાણની ખરી ભાવના હોય, તે તો પ્રત્યક્ષ સત્પરુષને જ શોધે.
ઘસંજ્ઞાવાનને પુરુષનું . તેમની વિદ્યમાનતાનું મહત્ત્વ લક્ષમાં આવતું નથી. એટલું જ નહિં, તે વિષય સમજાવનાર મળે, તોપણ લક્ષ જતું નથી, ત્યાં ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા અને અસત્સંગને લીધે દર્શનમોહનું બળવાનપણું જાણવા યોગ્ય છે. આત્માર્થી જીવને આવું ન હોય.
ધર્મ પ્રવૃત્તિ હોવા છતાં આત્માર્થાતા ન હોવાથી જ પ્રત્યક્ષ સત્પષના વિષયમાં શોધવા પૂરતું પણ લક્ષ પહોંચતું નથી અને પરિણામે સ્વચ્છેદે જીવ પ્રવૃત્તિ કરે છે. જેથી કલ્યાણને બદલે અકલ્યાણ - દર્શનમોહ વધવાથી – થાય છે.
(૯૧૬).
જ્ઞાન (મોક્ષમાર્ગમાં શ્રદ્ધા અનુસાર સ્વરૂપને આરાધે છે. તે જ્ઞાનનું મુખ્ય કર્તવ્ય છે. પરંતુ મુમુક્ષુની ભૂમિકામાં સપાત્રતા થયા વિના અનાદિ વિપરીત શ્રદ્ધા સ્વરૂપ સન્મુખ થતી નથી. તેવું જ્ઞાન, વિવેકની ભૂમિકામાં, આચરણ, પુરુષાર્થ વગેરે અનુક ગુણોના કાર્યોને અને કાર્ય . પદ્ધતિને