________________
૨૬૨
અનુભવ સંજીવની
પરિણમનમાં સ્વયંના એકત્વને - એકરૂપતાને ઉપયોગ પ્રગટ કરે છે, પ્રસિદ્ધ કરે છે. અત્યંત ગંભીર ભાવ અને અનુભવના ઊંડાણમાંથી આ વચનામૃતનું અવતરણ થયું છે.
(૯૩૯)
તત્ત્વ – • શ્રવણ, વાંચન અને વિચાર સમયે, જે તે ભાવોના અનુભવનો દૃષ્ટિકોણ મુખ્ય રાખવાથી યથાર્થ સમજાય અથવા ભાવભાસન થાય. અનુભવનો દૃષ્ટિકોણ લાગુ કરવો. તેથી પરિણામમાં અનુભવપદ્ધતિથી કાર્ય થશે. તત્ત્વ અભ્યાસની આ જ સાચી રીત છે. અન્યથા પ્રકારે તત્ત્વ – અભ્યાસ કરવાથી ગુણ થતો નથી. પરંતુ ‘હું જાણું છું એવું અભિમાન પ્રાયઃ થાય છે.
(૯૪૦)
-
માણસને અશાંતિ અને તણાવ રહે છે તેનું કારણ શું ?
તેનું કારણ વસ્તુસ્થિતિ અથવા કાર્યક્ષેત્રની મર્યાદાનું અજ્ઞાન છે. અજ્ઞાન કદી આશીર્વાદરૂપ ન જ હોઈ શકે. ધર્મના અંચળા નીચે અજ્ઞાનથી વૃત્તિઓનું દમન કરાવાય છે, પરંતુ તેથી આત્માની શક્તિ હણાય છે અને છતાં પણ ખરેખર વૃત્તિઓ પ૨ જય મેળવાતો નથી
શાંતિથી જીવવા માટે તો જ્ઞાનનો પ્રકાશ જોઈએ, તેના વિના વૃત્તિ-દમન તો સહજ શાંતિમય જીવનનો નાશ કરી, માણસને દંભી બનાવે છે. તેનાથી સારા થવાતું નથી, પરંતુ સારા હોવાનો દેખાવ કરાય છે. જેથી એક દુષણ મટાડવા જતાં, તે નહિ મટવા ઉપરાંત, દંભ નામનું બીજુ દુષણ જન્મે છે.
(૯૪૧)
પ્રશ્ન : પુરુષાર્થને અંતર્મુખ પરિણમન થવા અર્થે, કેવી પ્રક્રિયા થવી ઘટે ? ઉત્તર ઃ પ્રગટ જ્ઞાનવેદનના અનુભવાંશ વડે, પરમાર્થ સ્વભાવના પ્રત્યક્ષપણાના આધારે - અવલંબનથી ઉત્પન્ન પ્રતીતિ દ્વારા વારંવાર સહજ ઉગ્રતા આવે - વેગ વધે અને વિકલ્પ તથા પરસન્મુખતા શાંત થઈ, સ્વસંવેદનનો આવિર્ભાવ થાય, તે પ્રકારે અંતર્મુખ પુરુષાર્થની ગતિ વિધિ છે. જે મોક્ષમાર્ગનું રહસ્ય છે.
(૯૪૨)
/ આત્મસ્વભાવ-પોતે સ્વરૂપ પ્રત્યક્ષપણે અવલોકવામાં / ભાવવામાં આવતાં જ ચૈતન્ય - વીર્યની સ્ફુરણા થાય છે, - આ માત્ર વિચારથી સંમત કરવાનો વિષય નથી. પરંતુ તથારૂપ પ્રયત્ન / પ્રયોગ વડે અનુભવમાં લઈ, વારંવાર અભ્યાસવા યોગ્ય છે. આત્મવીર્ય જાગૃત થવાનો આ પ્રયોગ છે. નિજ અવલોકનમાં પુરુષાર્થ તત્કાળ જ ઉત્પન્ન થાય છે. તેથી આત્મહિતમાં એક ક્ષણની પણ વાર લાગે . તેમ નથી.
(૯૪૩)