________________
અનુભવ સંજીવની
૨૬૩
હેય-ઉપાદેયપણું દ્વિવિધ છે. વ્યવહારથી અને નિશ્ચયથી. બંન્નેમાં જ્ઞાન અને આચરણની મુખ્યતા છે. વ્યવહારકાળે વિચારરૂપ જ્ઞાન અને રાગનું મિશ્રણ છે. યથાસ્થાને તે હોય છે, તેથી તેને વિવેક પણ કહેવામાં આવે છે. તેની તીક્ષ્ણ ભૂમિકાથી, આગળની ભૂમિકામાં વિચારથી આગળ વધી, પુરુષાર્થનું વલણ નિષ્પન્ન થઈ, વિધિ નિષેધ, - નિર્વિકલ્પ ભાવે વર્તે છે. (વિચારકાળે વિધિ-નિષેધ વિકલ્પભાવે વર્તે છે). અહીં પુરુષાર્થના વલણમાં સ્વ પ્રતિનું સહજ ખેંચાણ અને પરથી ખસવાનું વલણ (ગૌણતા થઈ, ઉદાસીનતા થઈ) છે. જેની પ્રગાઢતા થતાં નિર્વિકલ્પ સમાધિમાં, નિજ પરમાત્મા સાક્ષાત્ ઉપાદેય વર્તે છે.અમૃતરસનું પાન થાય છે, નિર્વંદ્વભાવે. (૯૪૪)
*
V નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી, ‘જ્ઞાનમાત્ર’નો - શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાથી, - વેદનથી રાગાદિ
વિભાવથી ભિન્નતા થાય છે, તે સિવાઈ રાગાદિ ભિન્ન થવાનો કોઈ ઉપાય નથી.
અજ્ઞાનમાં, ક્રોધાદિભાવ જ્ઞાનમાં (પોતામાં) થતાં માલૂમ પડે છે. તેથી તે બંન્નેનો ભિન્ન-ભિન્ન અનુભવ કઠણ છે, તોપણ અશક્ય નથી, કારણ રાગ અને જ્ઞાન સદાય જુદા જ રહ્યા છે, કદી એક થયા નથી, થતા નથી, તેથી નિજસ્વરૂપગ્રાહી જ્ઞાન વેદનથી તેનો ભિન્ન અનુભવ થાય છે.
(૯૪૫)
મે ૧૯૯૨
મિથ્યાત્વની ભૂમિકા જ એવી છે કે કર્મનો ઉદય પ્રાપ્ત થતાં અશુદ્ઘ પરિણામે જીવ પરિણમે છે. અહીં કર્મનો ઉદય નિરંતર છે, તેથી પ્રાયઃ જીવ અશુદ્ધતાને છોડી શકતો નથી. ઉદયમાં પોતાપણું કરી દુઃખી થાય છે.
તેવી સ્થિતિમાંથી જે જીવ ઉદયથી ભિન્ન પડી, સુખી થવાના ઉપાયમાં જોડાય, તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતો થકો, ઉદયમાં રંજાયમાન ન થાય. તેથી શુદ્ધ સ્વરૂપના અનુભવ માટે પુરુષાર્થ થવા યોગ્ય છે. જે મિથ્યાત્વની ભૂમિકામાં ઉદયને અનુસરવાના વલણથી વિરૂદ્ધ, ગતિમાન હોવાથી, જીવને અનઉદયભાવે પરિણમાવે છે, અને દુઃખ મુક્ત કરે છે. આવા પુરુષાર્થને ધન્ય છે.
(૯૪૬)
-
‘જ્ઞાનમાત્ર’ની અંતર સાવધાની - તે રૂપ પુરુષાર્થમાં વિકલ્પ બુદ્ધિનો અભાવ થઈ સ્વરૂપ સધાય છે. અર્થાત્ સ્વરૂપમાં તન્મય થવાય છે.
વિકલ્પબુદ્ધિએ કલ્પનાબુદ્ધિ હોવાથી, ‘વસ્તુમાત્ર’ના અનુભવથી વિરૂદ્ધ છે. તેથી તત્ત્વ ગવેષણા - નિર્ણયના પ્રયત્ન કાળે, ભેદ / યુક્તિનો સહારો લેતાં, વિકલ્પબુદ્ધિનું પોષણ ન થાય, તેવી જાગૃતિ રહેવી ઘટે.
(૯૪૭)