________________
૨૬૪
અનુભવ સંજીવની
મિથ્યા ગૃહિત, મિથ્યા આગ્રહથી. અસમાધાન રહે છે. અનેકાંતવાદરૂપ વાણીથી મિથ્યા સમજણ મટીને વૈચારિક સમાધાન થાય છે . અનેક ભેદે તેવું સમાધાન, અસમાધાનથી ઉત્પન્ન અશાંતિને દૂર કરે છે. તોપણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિમાં . અનેક ભેદ અપેક્ષાના વિકલ્પનું અતિક્રાંત થવું આવશ્યક છે. તે જ સર્વાગ સમાધાનની ફલશ્રુતિ છે. અન્યથા અપેક્ષા જ્ઞાનનું કોઈ સાફલ્ય નથી.
(૯૪૮)
R
જ્ઞાન દ્વારા પર તરફની તન્મયતા વર્તતાં પોતાને ચૂકી જવાય છે; અને પરમાં પોતાપણું ભાસે છે અથવા એકાંત પર ભાસે છે. પરંતુ તે જ જ્ઞાન નિજ તરફ જુએ તો જ્ઞાનમાં નિજ છે . પર નથી, તેમ ભાસે છે. તેવી નિજ દૃષ્ટિ સુખકારી છે. નિજદષ્ટિ નિજમાં નિજ અસ્તિત્વને ગ્રહ છે. પરમાં નિજનું ગ્રહણ તો દુઃખદાયી છે.
(૯૪૯).
દ્રવ્યશ્રુતરૂપ શબ્દથી આત્માનું સ્વરૂપે ભાવભાસન થવા યોગ્ય છે. ભાવભાસન થતાં આત્મરસી જ્ઞાનરસ સહજ જ ઉત્પન્ન થાય છે. આમ દ્રવ્યશ્રુતનું સમ્યક અવગાહન થવા યોગ્ય છે. જેમાં અનંત સામર્થ્યનું એટલે સ્વભાવનું અવલંબન આવે છે, જેથી પૂર્ણતા પ્રગટી જાય છે. (૯૫૦)
1
આત્મહિતના લક્ષે હેય-ઉપાદેય જાણવા યોગ્ય છે. તેવા દૃષ્ટિકોણમાં રાગ-દ્વેષ મટાડવાનો હેતુ હોવાથી, રાગ-દ્વેષ વૃદ્ધિ પામતા નથી પરંતુ શાંત થાય છે.
યદ્યપિ હેય-ઉપાદેયના અપેક્ષિત ભંગભેદ ઘણા છે. પરંતુ તેમાં સરવાળે, પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ જ સર્વસ્વપણે ઉપાદેય છે અન્ય સમસ્ત હેય અર્થાત્ ઉપેક્ષાનો વિષય છે. અને સ્વરૂપ તો નિર્વિકલ્પ સમાધિમાં જ ખરેખર ઉપાદેય થાય છે. આમ હેય-ઉપાદેયપણાથી નિર્વિકલ્પ નિજરસ પી ને અમર થવાય છે. તૃપ્ત થવાય છે.
(૯૫૧)
‘જનપદ ત્યાગવાની શિક્ષા સર્વ મહાપુરુષોએ આપી છે. જેથી લોકસંજ્ઞાથી બચી શકાય. જ્ઞાની પુરુષો તેને વિકલ્પ વૃદ્ધિનું - ચંચળતાનું કારણ જાણી, અલિપ્ત રહે છે. અલિપ્ત જ્ઞાનીઓ તેથી જ નિશ્ચંચળ એવું સ્વરૂપ ધ્યાન કરી શકે છે. મુમુક્ષુજીવે કોઈપણ પ્રકારે “જનપદ' ગ્રહણ કરવાથી દૂર રહેવું–તે હિતાવહ છે.
૯૫૨)
જેટલા રસથી જીવ ઉદયને વેદે છે. તેટલું જ ભેદજ્ઞાનના પ્રયોગને વિદન છે. તેમ સમજવા યોગ્ય છે. તેથી જેણે ભેદજ્ઞાનના પ્રયોગની સફળતા અથવા સતતપણું પ્રાપ્ત કરવું હોય, તેણે ઉદયરસને અવલોકન વડે તોડવો ઘટે છે. તેમજ પૂર્ણતાના લક્ષમાં આવવું ઘટે છે. ભેદજ્ઞાન કરવાની ઇચ્છા