________________
८४
અનુભવ સંજીવની ત્યાં અટકવું થાય છે. અંદર જવાને બદલે જાણે કે જરૂરિયાતની પૂર્તિ થઈ ગઈ હોય, તેવી સ્થિતિમાં જીવ વર્તે છે. ત્યાં મૂળ સ્વભાવની રુચિ થતી નથી. માત્ર શ્રવણની રુચિ, રાગમાં ફેરવાઈ જાય છે. અહીં દર્શનમોહનો રસ ઘટતો અટકી જાય છે. તેથી જીવ આગળ વધી શકતો નથી. યોગ્યતા રોકાય જાય છે.
(૨૯૯)
( બાહ્ય સાધન અથવા વ્યવહાર સાધન અંગેનું નિરૂપણ પ્રયોજનવશ શાસ્ત્રમાં કર્યું છે, ત્યાં
એક તો વ્યવહાર વિષયક મર્યાદાનું પ્રયોજન છે. બીજું પર્યાયક્રમનો નિયમ / સિદ્ધાંતનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. એવા સાધન–દેવ, શાસ્ત્ર, ગુરુ, શ્રવણ, વિચાર, વાંચન, મનન, ઉઘાડ / ધારણા તેમજ પૂર્વ-ઉત્તર પર્યાય આદિ જે જે કહેવાય છે, તે નિશ્ચયથી સાધન નથી, (રોકાય ત્યાં સુધી નિયથી બાધક છે) એમ જાણનાર દ્રવ્ય સ્વભાવ પ્રત્યે ઝૂકી શકે છે. પરંતુ વ્યવહાર સાધન / બાહ્ય સાધન ઉપર જોર - અંગેના રસથી (મહત્વ) દેનારને દ્રવ્ય સ્વભાવનું જોર (મહત્વ) આવતું નથી–અંતર સ્વભાવનો રસ ન ઉત્પન્ન થાય. આ મુમુક્ષુ જીવે ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. (૮. દષ્ટિપ્રકાશ - ૧૪૭)
(૩૦)
એક સમય . વર્તમાન સમયની પર્યાય/ભાવ પાછળ અનંતર ક્ષેત્રે વસ્તુ સ્વભાવનું દળ પ્રત્યક્ષ મોજૂદ છે, સાક્ષાત્ છે, તેથી તેનો માત્ર વિકલ્પ નહિ કરતા અસંખ્ય પ્રદેશમાં વ્યાપ્ય-વ્યાપક ભાવથી તન્મય થઈ– તદ્રુપ થઈ, સ્વાનુભવ - ઉત્સાહિત વીર્યથી કર્તવ્ય છે. દ્ર. દૃષ્ટિપ્રકાશ - ૨૩૨)
(૩૧)
/ ધ્રુવ સ્વભાવની જાગૃતિમાં, શરીરથી લઈને આખું જગત સ્વપ્ન જેવું લાગે છે. અનંત જ્ઞાન
અને અનંત સુખથી સદાય હું ભરપૂર છું પછી શું જોઈએ ? શેની ચિંતા ? શેનો ભય ? શેનો વિકલ્પ સ્વપ્નવત્ જગતનું મૂલ્ય શું ?
(૩૦૨)
દ્રવ્ય સ્વભાવ - નિજ સ્વરૂપ સમસ્ત નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. ધર્મધ્યાનથી લઈને શુક્લધ્યાન પર્યતનું અનન્ય કારણ છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી તે સ્વરૂપે પ્રતિભાસે છે. સમસ્ત પ્રકારની વિવિક્ષાઓમાં, આ પરમ તત્ત્વની મુખ્યતા અપેક્ષિત છે અને તો જ જે તે વિવિક્ષા યથાર્થ છે. જ્ઞાનીના સર્વ કથનનો આ ધ્વનિ (આશય) - (Under Tone) • હોય છે. વિદ્વતામાં જ્યાં આ મૂળ વાતનું વજન–અપેક્ષાએ . અપેક્ષાઓનું જાણપણું કરીને ઘટે ત્યાં વિપર્યાસ ઉત્પન્ન થાય છે. (૩૦૩)
/ મુમુક્ષુજીવ માટે સત્સંગ એ અમૃત છે. તેનાથી મુમુક્ષુની આત્મરુચિ વા ગુણની રુચિને