________________
અનુભવ સંજીવની
૮૩ ઉત્તર : મંદ કષાયની શાતામાં, તેમજ વર્તમાન ઉઘાડરૂપ જ્ઞાનમાં સંતોષ થઈ જવાથી દૃર્શનમોહને લીધે રાગમાં દુઃખ લાગતું નથી. દુઃખ લાગે તો સુખને શોધ્યા વગર રહેવાય નહિ. પરંતુ દુઃખ નહિ લાગવાથી સહજ સુખને શોધવાનો પ્રયાસ થતો નથી અથવા રાગથી છૂટવાનો પુરુષાર્થ શરૂ થતો નથી. જેને રાગમાં દુઃખ લાગે છે, તેને તીવ્ર દુઃખ લાગે તો શીઘ્ર માર્ગ પ્રાપ્ત થાય, ઓછું દુઃખ લાગે તો વાર લાગે. (દ્ર.દ.પ્ર..ઉપરથી).
(૨૫)
ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા રાગથી ભિન્ન જ્ઞાન વેદનરૂપ જ્ઞાતાધારા - દશા કેળવાય છે. પરિણતિ મજબૂત થાય છે. તેથી અશાતાના ઉદય કાળે પણ દુઃખનું વેદન ગૌણ થઈ, સ્વભાવની અધિકતા થઈ, શાંતિનું વદન રહે છે. અશાતા તીવ્ર થાય તો પણ, અરે ! પ્રાણ છૂટે તો પણ સ્વભાવની અધિકતા છૂટતી નથી. તેવી દશા કેળવાઈ ગઈ હોવાથી ભવાંતરમાં તે પરિણતિ ચાલુ રહી જાય છે. અત્યંત આત્મરસને લીધે ભવાંતરમાં પરિણતિ લઈને સાધક જાય છે. આ આત્માની સહજ શક્તિ છે. તેથી મુમુક્ષુ જીવે પ્રતિકૂળતાના લક્ષે/કારણે, કે ઉદયની મુખ્યતામાં રહી ભેદજ્ઞાન અથવા ‘જાગૃતિ નો પ્રયાસ છોડવો ન ઘટે, પરંતુ ઉત્સાહિત વીર્યથી પ્રયાસ કરવો ઘટે છે. (૨૯૬).
Vરસ લેવાનો નિષેધ – સંયોગની અનુકૂળતામાં અનુકૂળતાનો, પાંચ ઇન્દ્રિયના મનોરમ્ય વિષયનો, પ્રતિકૂળતામાં ખેદનો, પ્રશસ્ત પ્રસંગમાં રાગાદિનો, ક્રોધાદિ ઉદયભાવમાં વેષનો, અવલોકન, વિવેક, શુદ્ધિનો લાભ, શાંતિ આદિની ચર્ચા વિચારણા કાળે પર્યાયનો, - આ સર્વ પ્રકારના પર્યાયરસ નિષિદ્ધ છે. એકમાત્ર પરમ સ્વભાવ જ રસનો વિષય હોવો ઘટે, જે સ્વરૂપ દૃષ્ટિ અને સ્વરૂપલક્ષને વશ સહજ ઉત્પન્ન હોય છે.
(૨૯૭)
ફેબ્રુઆરી - ૧૯૮૯ Vમોક્ષમાર્ગની હાનિ-વૃદ્ધિરૂપ પર્યાય પણ જ્યાં ગૌણ છે ત્યાં અન્ય દ્રવ્ય-ભાવની મુખ્યતાને સ્થાન ક્યાં? વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું—એવી દ્રવ્યદૃષ્ટિ / સમદષ્ટિનો આ સર્વોત્તમ પ્રભાવ છે. અદ્ભુત-આશ્ચર્યકારી છે. અજોડ છે. આ સમ્યફદષ્ટિની ખાસ પ્રકારની વિલક્ષણતા છે. મુખ્યતાગૌણતા તો જ્ઞાનમાં, સમ્યકજ્ઞાનમાં ઉપર્યુક્ત પ્રકારે દ્રવ્યદૃષ્ટિને અનુરૂપ થાય છે. દષ્ટિ તો દ્રવ્યમાં પ્રસરી જતાં, પર્યાય દેખાય છે જ ક્યાં ?
(૨૯૮).
Vસપુરુષના શ્રીમુખેથી પરમાર્થની વાર્તા સાંભળતા મુમુક્ષુજીવને સહજ પ્રસન્નતા - પ્રમોદભાવ થાય છે, તો પણ તેવા ભાવમાં ઠીકપણું થઈ જાય, રહી જાય “શ્રવણનો લાભ મળ્યો માની પ્રસન્નતા ઠીકપણા સહિત થઈ જાય, તો ત્યાં સંતુષ્ટતા જાયે . અજાણ્ય થઈ જાય છે, તેથી