________________
૮૨
અનુભવ સંજીવની
તેથી એમ ફલિત થાય છે કે સૌ પ્રથમ મુમુક્ષુજીવને સ્વભાવનું લક્ષ થવું આવશ્યક છે. (૨૯૦)
નિશ્ચયનયનો વિષય નિશ્ચય સ્વ-સ્વરૂપ, પ્રતીતિનું / આશ્રયનું સ્થાન છે. વ્યવહારનયનો વિષયગુણભેદ, પર્યાય આદિ માત્ર જાણવાનું સ્થાન છે. તે ભૂતાર્થ આશ્રિતપણે જાણવું ન્યાય સંગત છે. તોપણ, નિશ્ચય સ્વરૂપની પ્રતીતિ, આશ્રય ભવનાશનું કારણ છે. તેવો સર્વોત્કૃષ્ટ ન્યાય જાણવો હિતાવહ છે, - આવો વ્યવહારના સ્થાને વ્યવહાર ન રહે તે નિશ્ચય આશ્રય માટે અધિકારી નથી. (૨૯૧)
(૧) પરની આધારબુદ્ધિ, (૨) પરમાં સુખબુદ્ધિ, (૩) પરનો મમત્વભાવે રસ, (૪) કર્તબુદ્ધિ, આદિ મિથ્યાત્વના ઘોતક ભાવ છે, જે જ્ઞાનને પરપ્રવેશપણાનો, પરવેદનનો અનુભવ કરાવીને અધ્યવસિત કરે છે. જેથી જ્ઞાન–વેદનનો આવિર્ભાવ / અવલોકન થઈ શકતું નથી. ઉપરોક્ત પ્રકારે પરનું ‘સ્વ’પણે ગ્રહણ હોવાથી જ્ઞાનમાં / નિજમાં નિજનું ગ્રહણ થતું નથી. ‘નિજમાં નિજનું ગ્રહણ થતાં ઉપયોગ શુદ્ધ થાય' અર્થાત્ સ્વાનુભવ થાય. કૃતિ વચનામ્।
(૨૯૨)
સ્વરૂપ નિર્ણયની પૂર્વ ભૂમિકા - યથાર્થ ભૂમિકા :- ઉદયમાન સર્વ પ્રવૃત્તિકાળે ‘આત્માર્થનું લક્ષ' દઢ અભિપ્રાયપૂર્વક (મોક્ષેચ્છા) હોવાને લીધે તેથી ઉત્પન્ન નિજહિતની વિશેષ (અસાધારણ) જાગૃતિ—આ જાગૃતિકાળમાં રાગાદિ વિભાવથી ભિન્ન જ્ઞાનનો પ્રયોગ, સ્વરૂપ નિર્ણયના (લક્ષે) હેતુથી અંતર સંશોધનપૂર્વક કરનારને સુગમતાથી સ્વરૂપ નિશ્ચય થાય છે.
(૨૯૩)
*
ભેદજ્ઞાન - એ વર્તતા વિભાવના નિષેધપૂર્વક પ્રગટ સ્વભાવનો આદર છે અર્થાત્ વિભાવમાં થતા અહંપણાનો નિષેધપૂર્વક જ્ઞાનસ્વભાવી ‘સ્વ’માં અસ્તિત્વગ્રહણનો પુરુષાર્થ / વિધિ છે. તેથી આવું ભેદજ્ઞાન પરમાર્થ માર્ગના પ્રયત્નવાન જીવને' સહજ જ થવા યોગ્ય છે.
મુમુક્ષુજીવ પણ મોક્ષ-પૂર્ણશુદ્ધતાનો અભિલાષી હોવાથી, પોતે ‘જ્ઞાનમાત્ર’ છે—તેવી જાગૃતિપૂર્વક, વર્તતા રાગાદિ ભાવના અરુચિભાવે - નિષેધભાવે વર્તે છે, પરિણમે છે. વર્તમાન યોગ્યતા અનુસાર, આ રીતે, તેને ભેદજ્ઞાનનો ઉદ્યમ / પ્રયાસ વર્તે. મુમુક્ષુજીવને આવા પ્રયાસપૂર્વક (તત્ત્વજ્ઞાનનો) - સત્ક્રુતનો પરિચય - અધ્યયન હોવો ઘટે. અન્યથા પ્રકારે ન હોવો ઘટે. કારણ બાહ્ય ઉઘાડ વધતાં, પર્યાયબુદ્ધિવાનને, ઉઘાડમાં અહંભાવ રોકવો અસંભવ છે. જે અહંભાવ ક્રમે કરીને સ્વચ્છંદાદિ ભયંકર મહાદોષને ઉત્પન્ન થવામાં કારણ થાય છે.
(૨૯૪)
પ્રશ્ન : (મુમુક્ષુને) રાગમાં દુઃખ કેમ લાગતું નથી ?