________________
અનુભવ સંજીવની પકારકો રૂપી ધર્મો પણ કહેવામાં આવે છે. ત્યાં કથંચિત્ અભિન્નતારૂપે વસ્તુના બંધારણનું સંતુલન જળવાઈને જ્ઞાનમાં રહે જેથી એકાંત ન થાય, તે પ્રકાર યથાર્થ છે. પ્રમાણના પક્ષવાળાને પર્યાયનું કર્તૃત્વ મટી શકે નહિ.
(૨૮૬)
જ્ઞાનથી થતાં જ્ઞાનવેદનમાં ત્રિકાળી શુદ્ધ ધ્રુવનું અવલંબન સહજ રહે છે, બન્ને સંલગ્ન છે, એ જ સ્વસંવેદનની વાસ્તવિકતા છે. જ્ઞાન સ્વભાવના અવલંબને, સ્વસંવેદનનો આવિર્ભાવ થઈ જાય છે. ત્યારે આત્મા જ જ્ઞાનવેદનામાં વેદ્યો જાય છે. ખરેખર તો જ્ઞાનવેદન દ્વારા સ્વભાવ પ્રત્યક્ષ થઈ, ભાવે (સ્વરૂ૫) અભેદતા સધાય છે. આ અધ્યાત્મ વિધિનું રહસ્ય માત્ર સ્વાનુભવ ગોચર છે. વિકલ્પ, વિચારથી, તર્કથી ગોચર નથી.
(૨૮૭)
પૂ. ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધપર્યાય ના સિદ્ધાંતની સ્થાપના શાયક સ્વભાવના લક્ષે કરી. જ્ઞાયક સ્વરૂપના લક્ષ વિના . આ સિદ્ધાંતનું ગ્રહણ યથાર્થપણે થતું નથી. કર્તબુદ્ધિરૂપ મિથ્યાત્વના નાશ માટે આ અલૌકિક ન્યાય–સિદ્ધાંત છે. જે સર્વજ્ઞતાનો સ્વીકાર, પર્યાયમાત્રની ઉપેક્ષા, (પર્યાયનું લક્ષી મહત્વ છોડાવવાનું પ્રયોજન છે), આદિ અનેક પ્રયોજનભૂત વિષયોના સ્વીકારથી સંલગ્ન છે. સાતિશય શ્રત - સમુદ્રમાંથી અનેક સમ્યફ ન્યાયોનું પ્રતિપાદન પૂ. ગુરુદેવશ્રીએ આ સિદ્ધાંતની પુષ્ટિ અર્થે કર્યું છે, જે વંદનને યોગ્ય છે.
(૨૮૮)
- નિજ સ્વરૂપના અનુભવ જ્ઞાનને જ્ઞાનચેતના' કહે છે. પરંતુ શુદ્ધોપયોગથી સંક્રાંતિ પામેલ જ્ઞાન, સ્વાનુભવથી પલટીને અન્ય ક્ષેય પ્રતિ પ્રવર્તે ત્યારે સમ્યફદૃષ્ટિને જ્ઞાનચેતનાનો અભાવ થઈ જતો નથી. જો જ્ઞાનચેતનાનો અભાવ થઈ જાય તો, ‘સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' એ સિદ્ધાંત તૂટે છે અથવા જ્ઞાનચેતનાનો અભાવ થતાં, તે સાધક મટી અજ્ઞાની - મિથ્યાદૃષ્ટિ થઈ જાય. તેથી જ પરપદાર્થને વિષય કરવા સમયે, ઉપયોગ માત્ર એક પરપદાર્થને પ્રકાશે છે; તોપણ લબ્ધજ્ઞાન વડે સ્વરૂપાનુંસંધાન રહી, તે સમયે જ્ઞાનચેતનાનો સદ્ભાવ રહે છે, જે યુક્તિ, આગમ અને અનુભવથી પ્રસિદ્ધ છે.
(૨૮૯)
Vઅંતર્મુખ થવાની વિધિ પર્યાય અપેક્ષાએ પ્રયોજનભૂત વિષય હોવા છતાં, આશ્રયભૂત ત્રિકાળીની જેમ પ્રયોજનભૂત નથી. વળી, તેનું જાણપણું (ધારણા) થતાં તે કરી શકાય છે, તેમ પણ નથી. પરંતુ ત્રિકાળી સ્વભાવના લક્ષે પુરુષાર્થ ઉત્પન્ન થતાં, ઉગ્ર થતાં, સહજ આશ્રય થાય છે. તેથી વિધિ વિષયક જાણપણું ન કર્યું હોય તેવા જીવને પણ સ્વભાવ લક્ષગત થતાં મહિમા ઉત્પન્ન થયો, તે જ તેને વિધિરૂપ પરિણમન ચાલુ થઈ જાય છે. જે સ્વભાવની મુખ્યતામાં ગૌણ રહી જાય છે.