________________
૮૦
અનુભવ સંજીવની | ભેદજ્ઞાનનો પ્રયોગ કરવા માટે ઉત્સુક છે, તેવા જીવે ઉદય પ્રસંગે, ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને અવલોકવી, તપાસવી, જેથી રાગાદિથી ભિન્ન વ્યાપ્ત જ્ઞાનરૂપે (એટલે કે પોતે ભાસ્યમાન થશે (જણાશે). આ પ્રકારે અભ્યાસ વધતા જ્ઞાનમાત્ર માં જ્ઞાનવેદન ગ્રહણ થશે અથવા ભાસ્યમાન થશે, તેથી સહજ સ્વરૂપ અત્યંત પ્રત્યક્ષ છે - એવું ભાવભાસન સ્વસમુખના પુરુષાર્થને ઉત્પન્ન કરી, પરોક્ષતાનો અભાવ કરી, અતીન્દ્રિય પ્રત્યક્ષ અવસ્થાપણે સ્થિર ભાવ ઘારણ કરશે. આ પ્રકારે “અવલોકન થી કાર્ય સધાય છે.
(૨૮૩)
નિશ્ચય - વ્યવહારનો સંક્ષેપ :- અનાદિકાળથી મિથ્યાત્વ આદિ અશુદ્ધ અવસ્થામાં, અશુદ્ધ અવસ્થામાત્રરૂપે પોતાને અનુભવતા જીવને, અશુદ્ધતાનું પરિજ્ઞાન કરાવ્યા વિના જ, શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવી શકાતું નથી. તેથી જિનશાસનમાં વ્યવહાર કથન દ્વારા નિશ્ચય સ્વરૂપ સ્થાપવામાં આવેલ છે. વ્યવહારનય અશુદ્ધ અર્થનો દ્યોતક હોવાથી (અશુદ્ધતાના નાશનો હેતુ (પ્રયોજન) હોવાથી તે નય અનુસરવા યોગ્ય નથી.
(૨૮૪)
જાન્યુઆરી - ૧૯૮૯ - સમકિતનું અનુકંપા લક્ષણ સર્વ જીવો પ્રત્યે શલ્ય રહિત, નિર્વેરભાવ છે. મિથ્યાજ્ઞાનથી જ વેરભાવનું શલ્ય રહે છે. કારણકે પર્યાયબુદ્ધિ વડે સામા જીવન પર્યાયમાત્રપણે અવધારીને પરિણમન થાય છે. દ્રવ્યદૃષ્ટિમાં માધ્યસ્થવૃત્તિ, મૈત્રીભાવરૂપ અનુકંપા સહજ રહે છે અને સર્વ જીવોને પોતાના કારણે દુઃખ ન થાય, તેવી ભાવના સદાય રહે છે. તેમ થવામાં દર્શનમોહનો અનઉદય છે. તેથી જ મુમુક્ષુની ભૂમિકામાં ઉક્ત ભાવનાનો ઉદય થાય છે. જે દર્શનમોહના રસને મંદ કરે છે. (૨૮૫)
જીવની પર્યાય કથંચિત્ ભિન્ન હોવાથી તેની સ્વતંત્રતા દર્શાવતાં, પ્રત્યક્ષ સંસાર અવસ્થાથી તે . સ્વતંત્રતા સિદ્ધ થાય છે. મૂળ સ્વભાવ સંસારથી સર્વથા રહિત, સદાય એકરૂપ, સિદ્ધ સમાન હોવા છતાં, અનાદિથી પર્યાય સ્વતંત્રપણે સંસારરૂપે, અનેકરૂપે થઈ રહી છે. જ્યાં સ્વભાવનું સ્વભાવરૂપે પરિણમવાનું સામર્થ્યને આધીન સંસાર અવસ્થા થતી નથી. (તો પરને આધીન થવાની કે પર પોતાને આધીન થવાની પર્યાય અપેક્ષિત વાત ઘણી દૂર રહે છે. આમ પર્યાયની સ્વતંત્રતા જાણતાં (૧) પરાધીનતાના - અજ્ઞાન-અભિપ્રાયથી થતાં રાગ-દ્વેષ મટે. (૨) પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી શકે તે દ્રવ્યની સ્વતંત્રતા ન સ્વીકારી શકે તે પ્રતિબંધક અભિપ્રાયનો દોષ મટે. (૩) પર્યાયની ગૌણતા થઈ, હું પણે ત્રિકાળી સ્વભાવની મુખ્યતા પર્યાય ઉપેક્ષિતપણે થાય. આ પર્યાયમાં એકત્વ મટાડવા અર્થે મહત્વપૂર્ણ ન્યાય છે. આમ અધ્યાત્મના પ્રયોજનવશ, અક્રિય સ્વરૂપ-દૃષ્ટિમાં, પરિણામ સ્વયં પોતાના ષકારકથી પરિણમતા જણાય છે. પર્યાયની સ્વતંત્રતા ધર્મને સારી રીતે દર્શાવવા પર્યાયના