________________
૮૫
અનુભવ સંજીવની પોષણ મળે છે. વર્તમાનકાળમાં અસતુ-સંગ-પ્રસંગનો ઘેરાવો બહુ છે. તેવી પરિસ્થિતિમાં અચિંત્ય જેનું મહત્વ છે એવા સત્સંગનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રતિપક્ષે કુસંગ એ મુમુક્ષુ માટે ઝેર છે. જો તેનાથી બચવામાં ન આવે તો સર્વિચારબળનો નાશ થઈ અનેક દોષોની પરંપરા આવી પડે, વિપરીત રુચિને પ્રસિદ્ધ કરનાર, કુસંગ કરવાનો ભાવ, કૃત-કારિત-અનુમોદનાથી ન થાય, તેની અત્યંત સંભાળ રાખવી ઘટે, આ દૃષ્ટિએ કોઈનો પણ સંગ વિચારીને કરવો ઘટે. આ વિષયમાં જરાય અગંભીરપણે, અવિચારીપણે પ્રવૃત્તિ થવી ઘટે નહિ.
(૩૦૪)
V મૂળમાં જો સ્વભાવની રુચિ હોય તો સ્વભાવના લક્ષે પુરુષાર્થનો બંબો ફાટે–તેમ ઉછાળો ખાઈને પુરુષાર્થનો પ્રવાહ ચાલે અને સ્વભાવમાં જામી જવાય. દ્રવ્ય જ એવું છે—ઘણું ગંભીર દ્રવ્ય છે. ત્યાં બીજું કાંઈ આડું અવળું રુચે નહિ. ઉદય વશ અન્ય પ્રસંગ આવી પડે તો અરુચિ થાય, ઉપેક્ષા થાય, તે પ્રસંગની અવગણના થઈ પોતાનું સ્વીકાર્ય આગળ ચાલે. પરંતુ ઉક્ત રુચિના અભાવમાં જીવ ઉલઝને બાહ્ય પ્રસંગોમાં પડે છે અને રાગ-દ્વેષી થાય છે ને અમૂલ્ય જીવન ખોઈ બેસે છે. (દ્ર. દૃષ્ટિ પ્રકાશ - ૪૧૦).
(૩૦૫)
“હું નિર્વિકલ્પ બિંબ છું પછી મારે વિકલ્પની શું જરૂર ? છતાં વગર જરૂર થાય તેની સાથે મારે શું સંબંધ ? તેમાં મારે શું ? હું તો મારામાં જેમ નો તેમ જ (સિદ્ધ સ્વરૂ૫) છું. (આત્મભાવના)
(૩૦૬)
સ્વભાવના બેભાનપણાને લીધે વા લક્ષના અભાવને લીધે, જીવ સહજ ઉદયભાવોમાં એકત્વબુદ્ધિએ પરિણમે છે. તે જ પર્યાય બુદ્ધિ છે. પરંતુ શુદ્ધ સમ્યક્ પરિણમન, સ્વભાવમાં એકત્વ' થતાં, ઉપલબ્ધ થયેલ હોવાથી, તે કાળમાં ઉદયભાવોના અંશમાં કે શુદ્ધાંશમાં એકત્ર થવાનું બનતું નથી. તેથી પોતે સ્થિર તત્ત્વ-અપરિણામી છે', એવો અનુભવ / ભાન છૂટયા વિના પરિણામ પ્રવાહને જાણે છે કે, મારા આશ્રયભાવે પરિણામ સ્વરૂપ નિવાસ કરે છે . અનુભવે છે. મને વેદીને સ્વરૂપ લાભ પરિણામ લે છે. અર્થાત્ અસ્તિત્વને ગ્રહણ કરે છે વા મારું ધ્યાન કરે છે. પોતે પરિણામ પ્રવાહની સાથે પ્રવાહિત થતો નથી. જે ચૂં 1 હૂં હી રહતા હૂં – એવું ભાન તે પારમાર્થિક અલિપ્તતા છે, પરમ નિર્લેપતા છે. જેથી ઉદયભાવ પર્યાયમાં થવા છતાં લેપાયમાન થવાતું નથી. સ્વભાવમાં એકત્વ સ્વભાવના ઉત્કૃષ્ટ મહિમાના ફળસ્વરૂપે રહે છે. (૩૦૭)
જ્ઞાન બંધનું કારણ નથી' એ સિદ્ધાંત છે. તેમાં (સ્વ.પર પ્રકાશક) સ્વભાવ દર્શાવવો છે. પર પદાર્થનું પ્રતિબિંબ જ્ઞાનમાં ઊઠે તેથી કર્મબંધ થાય, એવું વસ્તુ સ્વરૂપ નથી. પરંતુ અનાદિથી