________________
અનુભવ સંજીવની મિથ્યાજ્ઞાનમાં પર પદાર્થ પ્રતિબિંબિત થતાં પર' પર - તરીકે જણાતું નથી, તેમાં સ્વપણાનો અધ્યાસ થાય છે, ભ્રમ થાય છે, એકત્વબુદ્ધિ થાય છે, તે જ્ઞાનનો વિભાવ / દોષ છે, તે અવશ્ય બંધનું કારણ છે. તાત્પર્ય એ છે કે સૂક્ષ્મપણે વિભાવ-સ્વભાવ વચ્ચેનો ભેદ જાણીને, સ્વભાવને મુખ્ય કરવો અર્થાત્ માત્ર જ્ઞાન પણે રહેવું . રહેવાનો પુરુષાર્થ કરવો. “જ્ઞાનમાત્રથી સ્વભાવ સાધવો. આ પ્રયોગ– જ્ઞાનમાત્ર પણે જાગૃતિ –સર્વકાળે સુલભ છે. તે પ્રકારે સાધન દર્શાવી– જ્ઞાન બંધનું કારણ નથી–તેમ કહ્યું છે.
(૩૦૮)
માર્ચ - ૧૯૮૯ જ્ઞાન સ્વ–પર પ્રકાશક છે. તેથી જ્ઞાનમાં પરનું પ્રતિબિંબ સહજ ઊઠે છે. અનાદિથી સ્વને ભૂલેલો જીવ પરમાં સાવધાન છે. તેથી પરમાં પર ભાસે છે, માત્ર પર જ ભાસે છે. પર તરફ જુએ છે તેથી પર ભાસે છે. પરંતુ પર’ પરપણે ભાસતું નથી. પરંતુ જો જ્ઞાનમાં “સ્વને જોવાનો ઉદેશ્ય રાખે અર્થાત્ નિજ તરફ જુએ, પર તરફ ન જુએ તો નિજ જ ભાસે, પર ન ભાસે.
જ્ઞાનમાં પર જણાતું નથી પરંતુ જ્ઞાનમાં (પર સંબંધી ઊઠેલ જ્ઞાનાકારે) જ્ઞાનની પર્યાય જણાય છે. પૂ. ગુરુદેવશ્રી) - આ વચનમાં, જ્ઞાનમાં નિજ તરફ જોવાનો સંકેત છે કે જેથી જ્ઞાન સ્વપણે જણાય અથવા અનુભવાય. આશય ઘણો ગંભીર છે. અર્થાત્ જ્ઞાનમાં નિજને જો તેમ કહે છે. નિજને જોતાં જ્ઞાન સ્વપણે અનુભવાશે, તે જ જ્ઞાનાનુભવ છે અર્થાત્ આત્માનુભવ છે. (૩૦૯).
દ્રવ્ય, ગુણ, પર્યાયના ભેદો, વસ્તુનો નિર્ણય કરવા માટે છે. ત્યાં પણ પ્રત્યેક ભેદ વસ્તુભૂત છે, વસ્તુના અંગભૂત હોવાને લીધે . નિર્ણય બાદ આગળ વધીને પ્રત્યક્ષ અનુભવના પ્રયાસ કાળે ભેદ-વિકલ્પ બાધક થાય છે. કારણ કે અનુભવ નિર્વિકલ્પ છે. તેથી બન્ને પરસ્પર વિરુદ્ધ છે. જેમ વીતરાગતા અર્થે વિરુદ્ધ એવો શુભરાગ વિરુદ્ધ સ્વભાવી હોવાથી પ્રતિકૂળ છે, તેમ નિર્વિકલ્પ સ્વાનુભવ અર્થે ભેદ — વિકલ્પ પ્રતિકૂળ છે, શુભ રાગરૂપ પણ છે. તેથી ઉપયોગ માં જ્ઞાનરૂપ સ્વને જોવું. પરંતુ ઉપયોગ તો પર્યાય છે . તેવો ભેદરૂપ વિક્ષેપ પ્રયાસમાં તે કાળે ઊભો ન કરવો.
(૩૧૦)
“ર નાતુ જ્ઞાનીન: વિંધ: અર્થાત્ જ્ઞાની-સમ્યદૃષ્ટિને બંધ થતો નથી. તેનું કારણ આ છે કે : દર્શનમોહના અભાવમાં, માત્ર ચારિત્રમોહના ઉદયમાં થતાં રાગાદિ પરિણામમાં રસ / શક્તિ હોતી નથી. તેથી તે નિમિત્તે થતો બંધ શક્તિહીન હોવાથી બંધ કહેવાતો નથી. વળી, જ્ઞાનીના શુદ્ધ પરિણામમાં આત્મરસ ગાઢ હોવાથી શુદ્ધત્વ શક્તિ ઘણી છે તેથી તે મુક્ત કહેવાય છે, તે યથાર્થ જ છે. તેનું યથાર્થ મૂલ્યાંકન કરનારને અવશ્ય બહુમાન / ભક્તિના પરિણામ ઉપજે છે.