________________
૮૭
અનુભવ સંજીવની ગ્રંથ-ગ્રંથોમાં આવો સમ્યક્દષ્ટિનો મહિમા પ્રસિદ્ધ છે.
(૩૧૧)
મુમુક્ષુજીવે, અસંગ આત્મસ્વરૂપની સમીપ જવા અર્થે અસંગભાવ ઉપાસવા યોગ્ય છે. તેથી પરિગ્રહભાવ ઉક્ત અસંગતત્ત્વની ભાવનાથી પ્રતિકૂળ છે, તે લક્ષમાં લેવા યોગ્ય છે. વાસ્તવમાં પરિગ્રહ પ્રત્યેનો રસ અવિવેકની ખાણ છે, જે જ્ઞાનીને જ્ઞાનદશામાં હોતો નથી. પરમાં સુખબુદ્ધિથી પરિગ્રહરસ ઉત્પન્ન થાય છે, ઉપશમરસનો તે કાળ છે. તેમાં અનંત આકુળતા છે. ભ્રમથી સુખની કલ્પના થઈ છે. જે આરાધનામાં મહાન પ્રતિબંધરૂપ છે, તેમ જાણી ઉદયકાળે અત્યંત જાગૃત રહેવા યોગ્ય છે.
(૩૧૨)
અંતરંગમાં, જો જ્ઞાનસામાન્યને અનુભવદષ્ટિથી જોવામાં . અવલોકન કરવામાં આવે તો તે (પોતે સ્વભાવ સ્વરૂપ જ્ઞાતાભાવે . સાક્ષીભાવે સદાય છે, તેમ માલૂમ પડે છે. અવિચ્છિન્ન ધારાએ આમ લક્ષગોચર થતાં, સામાન્યનો આવિર્ભાવ થઈ, પ્રગટપણે જ્ઞાન અનુભવગોચર થાય અને ઉદયભાવોથી ભિન્નતા થાય, ઉપાધિ મટે, ક્યાંય પણ અસમાધાન ન રહે. (૩૧૩).
સ્વરૂપની અબોધદશામાં જ જીવને કર્મ - ઉદયપ્રસંગમાં પોતાપણું થઈ, અભિલાષારૂપ ચિકણા પરિણામ થાય છે. આવી અભિલાષા તે જ મિથ્યાત્વ પરિણામ છે. પરંતુ બોધદશામાં પોતે મહાન વીતરાગી પરમાત્મા હોઈને, કર્મ-ઉદયરજની ભીખ, દીન થઈને કેમ માગે ? સહજ જ્ઞાતા રહેવાના સ્વભાવનો ત્યાગ કેમ કરે ? વળી, દીન થઈને પણ પરમાં તો પોતે કાંઈ કરી શકતો નથી; એવા ભાનમાં રાગાંશ ઊઠે તો પણ ચિકણાઈ તેમાં ઉત્પન્ન થઈ શકતી નથી, દીનતા થઈ શકતી નથી. આમ સ્વ-પર વસ્તુસ્વરૂપનું જ્ઞાન કરી, સમ્યકત્વ પામવું.
(૩૧૪)
-પુરુષાર્થ . વિ . પ્રમાદ :- જે મુમુક્ષુજીવ અનેક પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે, તેનું કારણ અનુભવ–કાર્યમાં શિથિલપણું છે અથવા અનુભવમાં શિથિલપણાને લીધે તે વિકલ્પમાં રોકાય છે અને શુદ્ધોપયોગમાં આવી શકતો નથી. આવી સ્થિતિ રહેવાનું અંતરંગ કારણ એ પણ છે કે અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાને લીધે વિકલ્પ મટતા નથી. આવું વિકલ્પપણું . શિથિલપણું, અશુદ્ધપણાનું મૂળ છે. તે લક્ષમાં લેવા યોગ્ય છે. તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગમાં પુરુષાર્થ પ્રધાન છે, તેથી પ્રમાદને છોડવો.
(૩૧૫).
દ્રવ્યદૃષ્ટિ અર્થાત્ સમ્યક્દર્શનનું મહત્વ પરમાર્થ | અધ્યાત્મ માર્ગમાં સર્વાધિક નિરૂપણ થયેલું છે, તેમ સ્પષ્ટપણે અધ્યાત્મ શાસ્ત્રોની શૈલીથી માલૂમ પડે છે. આ પરિણામ સૂક્ષ્માતિસૂક્ષ્મ આત્મ