________________
૮૮
અનુભવ સંજીવની સ્વભાવ માત્રને સ્વયંની વિશિષ્ટ કાર્યપદ્ધતિ દ્વારા વિષય કરે છે– અવલંબે છે; જાણે કે અનંતગુણ સમૃદ્ધ ખજાનાનો કબજો કરે છે. આ વચનાતીત, વિકલ્પાતીત, પરિણામ ઘણું સૂક્ષ્મ છે. તેથી આચાર્યોએ તેમજ સપુરુષોએ જ્ઞાનની પ્રધાનતાથી તેને દર્શાવવાનો, સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તઉપરાંત, દ્રવ્યદૃષ્ટિને પ્રદર્શિત કરતાં વિશિષ્ટ શૈલીનાં વિધાનો પણ આ પરિણમનના રહસ્યનો નિર્દેશ કરે છે, તેમ જાણી, જ્યાં જ્યાં સશાસ્ત્રોમાં દૃષ્ટિપ્રધાન શેલી થી વચન પ્રયોગ થયા હોય, ત્યાં ત્યાં અંતગર્ભિત રહસ્યરૂપ અધ્યાત્મતત્ત્વના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરવા યોગ્ય છે. અનુભવપદ્ધતિથી જીવના પરિણામમાં રહેલો જે દૃષ્ટિનો “વક્કર’ છે, તે સમજવા યોગ્ય છે. જેથી ધર્માત્માનું અંતર્ ઓળખી શકાય, દૃષ્ટિને સમજી શકાય.
રાગાદિ વિભાવ પરિણામે જીવ વ્યાપ્ય-વ્યાપક ભાવે પરિણમન કરવા છતાં, દષ્ટિ અપેક્ષાએ તે પુલના પરિણામ કહેવાય છે. કારણ કે સમદષ્ટિને તેનો સ્વામીત્વભાવે સ્વીકાર નથી. અથવા સમ્યદૃષ્ટિને રાગાદિ ભાવ નથી, તેથી બંધ નથી, વગેરે જે પ્રસિદ્ધ વાતો છે તેમાં દૃષ્ટિનું પરિણમન દર્શાવવાનો ઉદેશ્ય છે. અર્થાત્ દષ્ટિ સમ્યક્ થતાં “સ્વભાવે કરીને રાગાદિ કરી શકાતા નથી. એવા સ્વયંના અકર્તાપણાના સ્વીકાર અને અનુભવથી પોતે રાગાદિમાં વ્યાપતો નથી, એવું પરિણમન વર્તે છે. સ્વભાવની સર્વસ્વપણે આવી પક્કડ જે વિશિષ્ટ પ્રકારથી દૃષ્ટિમાં થાય છે, તેનો ઉક્ત પ્રકારના કથનોમાં સંકેત હોય છે.
(૩૧૬)
રાગાદિ વિભાવ આત્મભાવ નથી પણ અન્યભાવ છે, છતાં તે મોહથી આત્મભાવે વેદાય છે. તે પ્રકાર છોડી જ્ઞાનનો સ્વ-રૂપે અનુભવ કરતાં, મોહ (રાગ તે હું . એવો મિથ્યા અનુભવ) ઉપજતો નથી. પરંતુ અપૂર્વ આત્મ સુખ ઉત્પન્ન થાય છે. શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે થાવત્ જ્ઞાનમ્ જ્ઞાનમ્ ન મવતિ, તાવત્ રાષમ્ યમ્ ૩દ્યતે” (સ.સાર કલશ - ૨૧૭) (૩૧૭)
કોઈપણ વિભાવને ગ્રહણ ન કરવાનો જ્ઞાનનો અવિચળ સ્વભાવ છે. આવું જ્ઞાન અંતરંગમાં સ્વભાવથી જ મહિમાવંત છે. જેને મિથ્યાત્વ / દર્શનમોહને લીધે જીવ અવલોકન કરતો નથી. જો સમ્યક્ અવલોકન જીવ કરે અર્થાત્ જ્ઞાન પોતાને જેવું છે તેવું જુએ, તો દર્શનમોહનો નાશ થાય. દર્શનમોહનો નાશ થવાથી ભિન્ન જ્ઞાનનો - શુદ્ધ જ્ઞાનનો જ્ઞાનમાત્રપણે અનુભવ થાય છે. (૩૧૮)
“मैं त्रिकाल करनी सो न्यारा, चिविलास पद् जग उजियारा; राग विरोध मोह मम नाहि, मेरो अवलंबन मुझमांही' ।१०० ।
(સ. સાર નાદવ સર્વ. વિ.) / જગતમાં . ત્રણેય લોકમાં, દર્શનમોહ મહાન યોદ્ધો છે. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવથી