________________
૪૩૮
અનુભવ સંજીવની
// જિજ્ઞાસા ઃ કોઈ શંકાથી પ્રશ્ન કરે, કોઈ આશંકાથી, બંન્નેમાં પ્રકારાંતર કેવા પ્રકારે છે ? સમાધાન ઃ શંકા કરનાર અવિશ્વાસપૂર્વક પુછે છે, તેમાં સમજવાનો અભિપ્રાય હોતો નથી, જ્યારે આશંકા કરનારને સમજવાની જિજ્ઞાસા હોય છે, તેથી તે વિશ્વાસપૂર્વક પુછે છે. આમ બંન્નેમાં મોટો ફરક છે.
(૧૭૩૦)
જીવને કેટલીક પાત્રતારૂપ યોગ્યતા આવ્યે, સત્પુરુષ અને મુમુક્ષુઓ તરફથી આદર મળે છે. તેને પચાવવુ એ વિશિષ્ટ યોગ્યતા માગે છે. ન પચે તો જીવ સહજમાત્રમાં સ્વચ્છંદમાં આવી જાય છે, અને પચાવી જાય તો પાત્રતા વૃદ્ધિગત થઈ જીવ સન્માર્ગ સમીપતાની આદર્શ આત્માર્થતાની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. પ્રગાઢ દશા આવ્યા પહેલાં, આવો પ્રકાર સંભવિત છે, તેથી અવગાઢ આત્મકલ્યાણની ભાવના પાયામાં હોવા યોગ્ય છે.
(૧૭૩૧)
-
*
જીવને અનાદિકાળથી સાચી મુમુક્ષુતા આવી નથી, અર્થાત્ સંસારથી છૂટવાનો રાગ (શુભભાવ) અનંતવાર કર્યો છે, પરંતુ અંતરથી આત્મવૃત્તિ થઈ નથી. જો એકવાર પણ સાચી-ખરી મુમુક્ષુતા ઉત્પન્ન થાય, તો સત્પુરુષના પ્રત્યક્ષયોગનો અપૂર્વ, દુર્લભ અને પરમ હિતકારી એવો પ્રસંગ સુલભ થાય. અથવા મહાભાગ્યે જો સતપુરુષનો પ્રત્યક્ષયોગ પ્રાપ્ત હોય તો જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવા સંભવ છે.
(૧૭૩૨)
તત્વ-અભ્યાસ કરનાર મુમુક્ષુ પણ જો પોતાને લાગુ પડે તેવી વાતને ધ્યાનમાં લઈને Coordianation પૂર્વક આગળ વધવાની રીત ગ્રહણ ન કરે તો, કલ્પનાએ વિધિનો નિશ્ચય કરી, પ્રવૃત્તિ કરે છે પણ - માર્ગ પામવામાં અસફળ રહે છે, એટલું જ નહિ, પ્રાયઃ તે કલ્પીત ઉપાયને દઢ કરી લ્યે છે, જેથી મૂળથી યથાર્થ પ્રકારમાં પ્રવેશ પામવામાં ઘણી વિટંબણાવાળી પરિસ્થિતિ થઈ જાય છે, જેમાંથી નીકળવા માટે ઘણો પરિશ્રમ અવશ્યનો થઈ પડે છે.
(૧૭૩૩)
-
મુમુક્ષુની ભૂમિકામાં પ્રમાદ અર્થાત્ સ્વકાર્યમાં શિથિલતા એ અરુચિનું લક્ષણ છે. યદ્યપિ કોઈ જીવ રુચિ વગરનો નથી. જીવને પર રુચિ તો અનાદિથી છે જ. પરંતુ શિથિલતામાં જીવ જે કાંઈ બાહ્ય ધર્મસાધન કરે છે તેમાં આમ કરતાં કરતાં હું ધીમે ધીમે આગળ વધું છું અથવા આગળ વધીશ;’ એમ વંચનાબુદ્ધિમાં આવી જાય છે અને પ્રાપ્ત સત્સંગ નિષ્ફળ જાય છે. પ્રાયઃ આ પ્રકારે દુર્લભ એવું મનુષ્ય આયુનો ઘણો સમય વ્યતીત થઈ જાય છે. (૧૭૩૪)
આ જગતને વિષે યથાર્થ સત્સંગ મળવો તે અતિ દુર્લભ છે. મહા પુણ્યોદયે / મહાભાગ્યે
-
-