________________
અનુભવ સંજીવની
૪૩૯ તેની પ્રાપ્તિ હોય છે, પરંતુ જીવને ખરી મુમુક્ષતાના અભાવમાં તેની ઓળખાણ પડતી નથી. તેથી તેનુ પરમ હિતકારીપણું ભાસતુ નથી અને પરમ પ્રેમે તેનું ઉપાસવું થતું નથી. તેથી વિશિષ્ટ પુષ્પયોગ હારી જવાનું થાય છે.
ઇષ્ટ મૂલ્યવાન વસ્તુના વિયોગનું નુકસાન થાય, એટલેકે નિર્ધનતા આદિ આવી પડે તો જીવ બહુ દુઃખી થાય છે, પણ અરેરે ! સત્સંગ જેવો મહાપુણ્યયોગ નિષ્ફળ જાય તોપણ જીવોને તેનો ખેદ પણ થતો નથી, તે ઓછું આશ્ચર્યજનક નથી.
(૧૭૩૫)
જગતમાં આત્મકલ્યાણની ખરી ભાવના જેવું કોઈ બળવાન પરિણમન નથી. આવી ભાવના જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે છે. ભાવનાવાળો જીવ કદી ભૂલો પડતો નથી. કદાપિ તીવ્ર ઉદય આવે અને તેમાં જોડાઈ જાય, તોપણ પોતાને સંભાળી લ્ય છે, કેમકે ભાવનાને ઠેસ પહોંચે છે; અલ્પ ક્ષયોપશમ હોય તોપણ ભૂલાવામાં પડતો નથી. આવી ભાવના અંતઃકરણને શુદ્ધ કરે છે(૧૭૩૬)
Vજિજ્ઞાસા – સ્વાધ્યાય પદ્ધતિ કેવી હોવી જોઈએ ?
સમાધાન - સ્વાધ્યાય સ્વલક્ષે થવો જોઈએ. એવો નિયમ છે, જેનું ઉલ્લંઘન થવું ન જોઈએ. સ્વલ સ્વાધ્યાય કરવાવાળાની દૃષ્ટિ પ્રયોજન પર રહે છે. જેથી સ્વાધ્યાયમાં પ્રાપ્ત ઉપદેશ તુરત ગ્રહણ થાય છે; ચૂકતો નથી. ક્યારેક ઉપરની ભૂમિકાની વાત ચાલે તો તેની ભાવના ભાવે છે. પરંતુ જાણપણું વધારવા સાંભળતો નથી. જાણપણું વધારવાના અભિપ્રાયથી સાંભળજે વાંચે તો પરલક્ષ વધે છે અને શાસ્ત્રીય અભિનિવેષ – અહંભાવ ઉત્પન્ન થાય છે. પ્રયોજન તો પોતાની વર્તમાન ભૂમિકાથી આગળ વધી પૂર્ણ થવાનું છે. તેથી ઉપરની ભૂમિકાનો વિષય ભાવનાનો બને છે. અનેક દૃષ્ટિકોણથી પોતાના આત્મહિતના એક પ્રયોજનને કેન્દ્રસ્થાનમાં રાખીને પ્રવર્તવું ઘટે છે.
(૧૭૩૭)
V યથાર્થ ભાવનાની સાથે મક્કમતાનું હોવુ અવિનાભાવી છે. એક સિક્કાની બે બાજુની જેમ. ભાવના સ્વયં કોમલ સ્વભાવી છે, પરંતુ શિથિલ નથી. ભાવનાવાળાની મક્કમતા અદ્ભુત અને આશ્ચર્યકારી હોય છે. જેનો પ્રભાવ કુદરત ઉપર પડે છે. વળી ભાવના પ્રયોજનની દૃષ્ટિને સાથે છે. જેથી મુમુક્ષતા વૃદ્ધિગત થાય છે.
(૧૭૩૮)
જિજ્ઞાસા : શ્રી સદ્ગુરુની આજ્ઞાકારિતા કેમ આવે ?
સમાધાનઃ સદ્ગુરુની અત્યંત ભક્તિ આજ્ઞાકારિતા ઉત્પન્ન કરે છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક દોષ તો મટાડવા અતિ દુષ્કર છે, અથવા જે જે દોષોનું દમન કરવું પડે, તેવા દોષો સહજ માત્રમાં