________________
૪૪૦
અનુભવ સંજીવની
આજ્ઞાકારિતા / આજ્ઞારુચિના પરિણામોથી ઉત્પન્ન જ થતા નથી. – તેથી જ સદ્ગુરુની આજ્ઞા સર્વ ધર્મ સમ્મત છે. વિચારવાન જીવ કરીને અંતતઃ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
આ કેવો સરળ ઉપાય છે ! આ ઉત્કૃષ્ટ ઉપાયને ગ્રહણ
(૧૭૩૯)
મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક ગુણ હોવા આવશ્યક છે; જેમાં આત્મરુચિની પ્રધાનતા છે. જેના કારણે સરળતા, પ્રયોજનની પક્કડ, યથાર્થ ઉદાસીનતા, વગેરે ગુણ ઉત્પન્ન થાય છે. આત્મરુચિ વિના – ક્ષયોપશમજ્ઞાન કાર્યકારી થતું નથી, કેમકે પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ જતુ નથી; પારમાર્થિક સરળતા ઉત્પન્ન થતી નથી. દેવ,ગુરુ પ્રત્યે અર્પણતા, આત્માર્થાતા આદિના મૂળમાં આત્મરુચિ હોવા યોગ્ય છે. આત્મરુચિ જ જીવને સંસારથી યથાર્થ ઉદાસીનતામાં રાખે છે. અને અંતર જિજ્ઞાસાપૂર્વક અંતરખોજને ઉત્પન્ન કરે છે. દર્શનમોહને મંદ કરવાવાળો આ મુખ્ય ગુણ છે. સ્વરૂપના ભાવભાસનપૂર્વક ઉત્પન્ન થયેલી અનન્ય રુચિ સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાવાળો મુખ્ય ગુણ છે. જેને મુમુક્ષુજીવે પોતાની અંદર દેખવો જરૂરી છે.
(૧૭૪૦)
આત્મકલ્યાણની તીવ્ર ભાવના સહિત ઉદયમાં પ્રયોગ થવો જોઈએ, નહિ તો જીવ ઉદયમાં જોડાઈને નવો કર્મબંધ કરી લ્યે છે, મોક્ષાભિલાષી જીવ તો ઉદયને પ્રયોગનું સાધન બનાવી લ્યે છે. જેથી ઉદયથી ડરતા નથી કે ચિંતીત થતા નથી; કે ઉદયમાં પરિણામ બગડવા દેતા નથી અને આ રીતે ઉદયમાં પોતાપણું મટાડવાનો પ્રયાસ કરે છે. સચેત – અચેત બંન્ને દ્રવ્યોની સ્વતંત્રતાનો સ્વીકાર કરીને પર્યાયમાં થયેલી કર્તાબુદ્ધિને તોડવાનો પ્રયાસ કરે છે. પોતાપણું ઓછું થતાં વિભાવોનો રસ તીવ્ર થતો નથી. આમ ભેદજ્ઞાનના પ્રયોગ દ્વારા અનઉદય પરિણામરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે.
(૧૭૪૧)
યથાર્થ સમજણમાં પારમાર્થિક લાભનું તુલનાત્મક બુદ્ધિએ સર્વોત્કૃષ્ટ મૂલ્યાંકન આવે છે. જેથી અન્ય વ્યવહારીક પ્રસંગ અર્થાત્ ઉદય ગૌણ થઈ જાય છે. તેમાં પણ જેનાથી ઉપકાર (પારમાર્થિક વિષયમાં) થયો હોય, તેના દોષ અયોગ્યતા વગેરે ગૌણ થઈ જાય છે. આવું ગૌણ થવું તે સ્વયંના લાભનું કારણ છે. આ પ્રકારે જે લાભ જેને સમજાય છે તેને હિત – અહિતની સૂઝ
અંદરથી આવે છે. એમ સમજવા યોગ્ય છે.
(૧૭૪૨)
-
// જિજ્ઞાસા : આત્મકલ્યાણની યથાર્થ ભાવનાનું સ્વરૂપ કેવું હોય ?
સમાધાન : યથાર્થ ભાવનાવાળાને પોતાનું આત્મકાર્ય શીઘ્ર-જલ્દીથી કરવાના ભાવ તે રૂપ લગની લાગે છે. અને નિજહિત / પ્રયોજનની દરકાર જાગે છે. જેથી ચાલતા પરિણામોમાં અવલોકન