________________
૪૪૧
અનુભવ સંજીવની અર્થાત જાગૃતિ રહ્યા કરે છે. જેથી પોતાના ભાવોનો પરિચય / અનુભવજ્ઞાન થઈને સ્વભાવ – વિભાવની પરખ આવે છે. અને જ્ઞાન અને રાગની મીંઢવણી થઈ ભેદજ્ઞાનનો પ્રયોગ થાય છે. આમ યથાર્થ ભાવનાવાળો જીવ ભેદજ્ઞાનના પ્રયોગ સુધી પહોંચી જાય છે. ભેદજ્ઞાન પૂર્વક સ્વરૂપ નિશ્વય થઈને સ્વાનુભવ પ્રગટ થાય છે. યથાર્થ ભાવનાથી અંતર ભેદાય છે. એટલે કે અનાદિ સંસાર પરિણતિ ભેદઈને અપૂર્વ આત્મજાગૃતિ આવે છે, અને અંતે સ્વભાવનું ગ્રહણ થાય છે. એવી ઊંડી ભાવના કોઈ જુદા જ પ્રકારની હોય છે. અર્થાત્ ઉપર ઉપરની ભાવનાથી કાંઈ કામ થતુ નથી.
(૧૭૪૩)
vપ્રશ્નઃ કોઈ મુમુક્ષુ સત્સંગ પ્રસંગે પોતાના દોષ દર્શાવવા વિનંતી કરે ત્યારે તેના દોષ દર્શાવવાનો યથાર્થ પ્રકાર કેવો હોઈ શકે ?
સમાધાન મુમુક્ષુને કોઈના દોષ જોવાનો ઉપયોગ ન હોવો જોઈએ, પરંતુ હેજે ખ્યાલ આવ્યો હોય, તોપણ “મારુ પર લક્ષ છે' તેનો ડર – તેનું નુકસાનથી થતાં ભય સહિત નમ્ર ભાવે જણાવવું જોઈએ, જણાવતી વખતે પોતાની વિશેષતા (Superiority) ન થવી જોઈએ. અથવા હું જણાવું છું તે બરાબર જ છે.” તેવો આગ્રહ ન થવો જોઈએ. નમ્રતાપૂર્વક દર્શાવવાનો પ્રકાર હોવો જોઈએ, નહિતો દોષદૃષ્ટિ બળવાન થઈ જશે, તેની એકદમ જાગૃતિ રહેવી ઘટે, સાથે સાથે કહેનારે પોતાના દોષ જણાવવા માટે પણ વિનંતી | પ્રાર્થના કરવી ઘટે.
(૧૭૪૪)
Vજિજ્ઞાસા : પ્રયોગ કેવી રીતે થાય ? અને તેથી શું લાભ થાય ?
સમાધાન : સ્વલક્ષી યથાર્થ સમજણ અનુસાર ચાલતા પરિણમનમાં જોવાથી પ્રયોગ થાય છે, માત્ર વિચાર વિકલ્પ ચાલતા રહે, તેથી પ્રયોગ કાર્ય થાય નહિ. પ્રયોગ થવાથી સમજણ અને પરિણમન વચ્ચે જે વિરૂદ્ધતા હોય છે તે મટે છે અને વિપરીત અભિપ્રાય પણ મટે છે. (૧૭૪૫)
અનાદિથી જીવની શરીર અને રાગ સાથે ગાઢ થયેલી એકત્વબુદ્ધિ છે, જે માત્ર વારંવાર ભેદજ્ઞાનના પ્રયોગાભ્યાસથી જ તૂટે છે, તે સિવાઈ ત્યાગ આદિ કોઈ ઉપાય નથી, દેહરાગાદિથી ભિન્ન જ્ઞાનમય પોતે છે, તેમ વારંવાર ભાવવું, વારંવાર અવલોકવું માત્ર વિકલ્પ વિચારથી એકત્વબુદ્ધિ તૂટતી નથી, કે વાંચન-શ્રવણ કરવાથી એકત્વબુદ્ધિ તૂટતી નથી. ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપમાં એકત્વઅનુસંધાન થતાં જ રાગ સાથેનું એકત્વ તૂટે છે.
(૧૭૪૬)
Yઆત્મજ્ઞાનની પ્રાપ્તિ થવા અર્થે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાની મળતાં, તે જ્ઞાનની સફળતા અર્થે નીચેના ચાર પ્રકારે પ્રવર્તવામાં આવે તો અવશ્ય જ્ઞાન પ્રાપ્તિ થાય.