________________
અનુભવ સંજીવની
૪૭૭
હવે પછીના બોલ પૂ. ભાઈશ્રીની પાછળથી જૂની નોટબુક મળેલ તેને સળંગ નંબર આપી આગળ પ્રકાશિત કરેલ છે. જેમાંના કોઈ-કોઈ બોલનું પાછળથી લખાયેલી ડાયરીઓમાં પુનરાવર્તન થયેલ છે.)
સંવત - ૨૦૧૨ " બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય તો ચિંતા સહજ કરવી” “શ્રીમજી
(૧૮૭૯)
ઈ શાસ્ત્ર શ્રવણ અને વીતરાગ વચનામૃતનું પરિણમન થાય તો ભાવશ્રુત નહિ તો દ્રવ્યશ્રુતજેનો કોઈ અર્થ નથી (નિરર્થક). મુમુક્ષુ જીવે પોતાનું યોગ્યપણું થાય તેની વિચારણા કરવી જેનું મુખ્ય સાધન આત્મલક્ષ (સ્વ-લક્ષી પૂર્વક સત્સંગ.
(૧૮૮૦)
Vજીવે મહાપુરુષની વાણી–સશાસ્ત્રો–ઘણીવાર ઘણાં વાંચ્યા છે. તે શાસ્ત્રોથી બતાવાયેલ માર્ગ સત્ય છે. પણ તેની સમજણ અત્યાર સુધીની અસત્ (મિથ્યા) છે. અને તેથી પરિભ્રમણ અટક્યું નથી. ગુરુગમે તે સમજાય તો જરૂર ભવભ્રમણ અટકે એ નિઃસંશય છે. પ્રથમની મિથ્યા સમજણ (કલ્પના) ભૂલી, “સત્ એવા ગુરુ પાસેથી ‘સનું શ્રવણ થાય, તો જ ભવ-અંત છે. નહિ તો નહીં.
(૧૮૮૧)
“'સમાધિમરણ સમાધિ જીવનને લઈને જ હોય છે. જે સમાધિ જીવન જીવે તે સમાધિ મરણ પામે, અન્ય નહિ અને સમાધિ મરણ જેનું થાય, તેને ફરી સમાધિ જીવન પ્રાપ્ત થાય છે. તે નિઃશંક છે. બાકી તો ક્ષણે ક્ષણે અત્યંત ભયંકર ભાવ મરણ જ છે.
' (૧૮૮૨)
- પુણ્ય અને પાપ સંબંધી વિચાર :- આત્મજ્ઞાન વિના પુણ્ય પણ પાપનો હેતુ બને છે, જેમકે પુણ્ય ભાવના ફળમાં લૌકિક સુખ-સાધનનો યોગ થતાં તેની પ્રીતિ થઈ પાપ જ બંધાય છે જ્ઞાની કદી લૌકિક સુખની આશા કરતો નથી – પૂર્વ પુણ્યના યોગે – ઉદય પ્રત્યે ઉદાસીન છે, પૂર્વ પાપના ઉદયમાં ખેદ નહિ કરતાં, પુરુષાર્થ વધારે છે.
(૧૮૮૩)
માયા ભાવની પ્રબળતાનો વિચાર પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે, આત્માને પ્રતિબંધક થવામાં આ પ્રબળ કારણ છે, તેમ જાણી સરળતા - મન, વચન, કાયા દ્વારા સર્વ વ્યવહારમાં કર્તવ્ય છે, મિથ્યાત્વ માયાનું સ્વરૂપ પ્રકૃતિ) છે, તે જવામાં સરળપણું પ્રધાન સાધન છે.
(૧૮૮૪).