________________
૪૭૮
અનુભવ સંજીવની આ જ્યોતિષ આદિ કલ્પિત વિષયો ત્યાગવા યોગ્ય છે. તેમાં રસ લેવાથી દેહાત્મબુદ્ધિ વધે છે, આત્માર્થીને દેહની ચિંતા હોય નહિ.
(૧૮૮૫)
V શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે, બને ત્યાં સુધી મત મતાંતરનું લક્ષ છોડવું – શ્રીમજી.
(૧૮૮૬)
? “ઉદયને અબંધ પરિણામે વેદાય તો જ ઉત્તમ છે.” – શ્રીમદ્જી
(૧૮૮૭
“અનંતકાળથી સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ સાધારણ થઈ ગયો છે, દીર્ઘકાળ સુધી ' સત્સંગમાં રહી બોધ ભૂમિકાસેવન થવાથી અન્યભાવની સાધારણતા અને સ્વરૂપનું વિસ્મરણ ટળે
છે તે નિસંદેહ છે." - શ્રીમદ્જી.
(૧૮૮૮)
/ “કોઈપણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો, એમ કરવું અથવા થવું એ જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે.” – શ્રીમદ્જી.
(૧૮૮૯)
પાત્રજીવને સ્વ-સ્વરૂપ નહિ હોવા છતાં, સ્વપણું જેમાં (જે સંયોગોમાં રહે છે, તેમાં ગભરાટ • ઉત્પન્ન થાય છે.
(૧૮૯૦)
ઈ જીવ કદી જડનું કાર્ય કરી શકે નહિ, તેમ જડ જીવનું કરી શકે નહિ, તેમ બને મળીને એક કાર્ય કરી શકે નહિ, તેમજ બન્ને પ્રકારના પરિણામ તે પૈકી એક દ્રવ્યથી હોઈ શકે નહિ, જડ જડમાં અને ચેતન ચેતનમાં જ પરિણમે, આ વાત “યથાર્થપણે સમજવા યોગ્ય છે, અને અનુભવરૂપ કરવા યોગ્ય છે. જેથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય, જેનું ફળ સિદ્ધદશા છે. (૧૮૯૧)
આ લોકની રચના એવી છે કે, તેમાં સત્યનું ભાન થવું પરમ વિકટ છે, બધી રચના • અસત્યનો આગ્રહ કરાવે તેવી છે. - શ્રીમજી.
(૧૮૯૨)
/ ભેદજ્ઞાનનો પ્રયોગ :- જીવને પૂર્વકર્મના ઉદય અનુસાર ક્ષણે ક્ષણે શુભ કે અશુભ પ્રસંગ હોય છે, તે શુભાશુભ કર્મોદયથી હું – આત્મા – જુદો છું. જડ ઉદયની ક્રિયા ચૈતન્યને સ્પર્શતી નથી, તેમ સમભાવથી “સ્વને વેદવું –ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અભ્યાસવા. (આ અભ્યાસમાં અંતર્મુખનો પ્રયત્ન છે). યોગ્ય છે, જેથી જ્ઞાન કેળવાય. આજ એક સન્માર્ગ છે. જે “સત્સંગથી