________________
અનુભવ સંજીવની
-
સુગમ થાય છે.
(૧૮૯૩)
? (સ્વમાં) અનઅવકાશપણે આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના, અન્ય સર્વ ક્લેશરૂપ
છે શ્રીમદ્ભુ.
(૧૮૯૪)
આત્માપણે આત્માવર્તે તે જ લક્ષ છે
શ્રીમદ્ભુ.
V
જાગૃતિ :– જ્ઞાનીઓ સ્વરૂપમાં સતત જાગૃત છે, આત્માર્થી જીવને પણ પ્રથમ જાગૃતિ આવે છે, પછી જ્ઞાન દશા થાય છે, “હું જ્ઞાનમાત્ર છું” તેવા ભાવની સાવધાની તે જાગૃતિ છે, જેથી અન્યભાવ સહજ રોકાય અને ગુણ પ્રગટવાનો અવકાશ થાય. જીવને ઉપરોક્ત જાગૃતિ ન રહી તો, સન્માર્ગને અનુકૂળ જે કાંઈ યોગ બન્યો તે વૃથા છે, બધુ પ્રમાદમય છે, કાળ ગુમાય જાય છે.
(૧૮૯૬)
૪૭૯
-
(૧૮૯૫)
જે કુળને વિષે જન્મ થયો છે. અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ મમત્વ કરે છે અને તેમાં નિમગ્ન (ઓતપ્રોત) રહ્યા કરે છે. (જે પરિભ્રમણનું કારણ છે)– શ્રીમદ્જી.
(૧૮૯૭)
*
જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વ ઉપાર્જિત કર્મના કારણથી છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે. માટે (બીજાથી) જ્ઞાનીનું પ્રારબ્ધ જુદુ પડે છે. (વર્તમાનમાં) જ્ઞાનીને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ (ઉદય હોવા) છતાં જ્ઞાનદશા હોય છે, જે ઘણું કરીને જીવોને અંદેશાનો હેતુ થાય છે. તથાપિ યોગ્યતા વશાત્ તે દશા કોઈ સ્પષ્ટ જાણવામાં આવે તો તે પ્રવૃત્તિરૂપ ઉદય તેને અંદેશાનો હેતુ થતો નથી (ઉપકારનું નિમિત્ત થાય છે.) શ્રીમદ્ભુ.
(૧૮૯૮)
*
મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે અનંતકાળથી અભ્યાસેલો એવો સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. – શ્રીમદ્ભુ.
(૧૮૯૯)
-
*
મુમુક્ષુજીવ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો સર્વ વ્યવહારમાં અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહિતો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે.
શ્રીમદ્ભુ. (૧૯૦૦)