________________
૩૯૮
અનુભવ સંજીવની છે જિજ્ઞાસા સ્વછંદ મહાદોષ છે. સ્વલક્ષ એ આત્માર્થીનો મોટો ગુણ છે. બન્ને પ્રકારના પરિણામ ઉઠતા હોય, ત્યારે શું કરવું જોઈએ ?
સમાધાન : સ્વચ્છંદ મોક્ષમાર્ગનો રોધક છે અને પરિભ્રમણનું મુખ્ય કારણ છે. તેમજ અનેક દોષો ઉત્પન્ન થવાનું મૂળ છે, તેથી તે મહાદોષ છે. તે બે પ્રકારે હાનિ પામે છે, અથવા નાશ પામે છે. એક પુરુષના ચરણમાં જવાથી અથવા આજ્ઞાધિનપણે રહેવાથી અને બીજું અપક્ષપાતપણે પોતાના દોષ જોવાથી. બંન્ને સાધનમાં સ્વલક્ષની મુખ્યતા છે. સ્વલક્ષે સ્વચ્છંદ હણાય છે. તેથી જેટલું સ્વલક્ષપણું બળવાન તેટલું સ્વચ્છેદનું બળ ઘટે અને જેટલો સ્વચ્છંદ બળવાન તેટલી સ્વલક્ષને હાનિ પહોંચે છે. તેથી આત્માર્થીએ સ્વલક્ષને તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરવું જોઈએ, નહિતો સ્વચ્છેદ જોર કરી જાય. “રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” (પૃ. દેવ.) (૧૫૬૭
જે પરમાર્થ માર્ગનું સ્તર અલૌકિક હોવાથી સર્વોપરી છે. તેની બરાબરી કે તુલના લૌકિક ન્યાય, નીતિ કે આદર્શ સાથે થઈ શકે નહિ. એટલું જ નહિ, નિજ પરમ તત્ત્વની ભાવનામાં ગુણભેદ અને નિર્મળ પર્યાયો જે વસ્તુના અંગભૂત છે.) તે પણ અત્યંત ગૌણ થાય છે. અરે ! દૃષ્ટિ તો તેમને સ્વીકારતી પણ નથી, ત્યાં લૌકિક ન્યાય આદિની શી ગણના ? તેથી પરમાર્થ તત્ત્વના અભિલાષીએ ઉદય પ્રસંગે લૌકિક દૃષ્ટિકોણ છોડી દેવો જોઈએ અને તેથી પર થઈને વિચારવું કે પ્રવર્તવું જોઈએ.
(૧૫૬૮).
V પ્રશ્ન : કોઈ કોઈ જીવ મુમુક્ષતામાં આગળ વધે છે, પરંતુ માર્ગપ્રાપ્તિ સુધી પહોંચવામાં, પ્રતિબંધ ન હોવા છતાં પણ, ઘણો સમય લાગે છે, અને ઉત્કૃષ્ટ મુમુક્ષુતારૂપ યોગ્યતા રોકાઈ જાય છે, તેનું શું કારણ ?
સમાધાન : તેના અનેક કારણો છે. વ્યક્તિગત જુદા જુદા કારણ પણ હોય છે. મુખ્ય કારણ પરમ દૈન્યત્વ'ની ઓછપ હોવાથી સંપૂર્ણ આજ્ઞાકારિતા હોતી નથી, તેથી જીવ ક્યારેક સ્વચ્છેદે પ્રવર્તે છે. કોઈને મિથ્યા સમતા વર્તે છે, તો કોઈને સૂક્ષ્મ સુખબુદ્ધિ રહી જવાથી બાહ્ય શાતાના કારણો પ્રિય લાગે છે. કોઈને પાત્રતાવશ જ્ઞાની પુરુષ તરફથી પ્રશંસા આદિ પ્રાપ્ત થવામાં જ્ઞાની પુરુષનો આશય, તે જીવને આગળ વધવાની પ્રેરણારૂપ હોય છે, પરંતુ યોગ્યતાની ક્ષતિને લીધે તે જીવ અહંભાવમાં વર્તે છે. તો કોઈને કરેલા સમર્પણથી અધિકારી બુદ્ધિ થઈ આવે છે. તો કોઈ ક્રોધાદિ તીવ્ર પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી પછડાટ ખાય જાય છે. કોઈ અન્ય મુમુક્ષુની અયોગ્યતા જોયા કરવાથી રોકાઈ જાય છે. - આમ અનેક પ્રકારની ક્ષતિને લીધે જે એક લયે આરાધના થવી જોઈએ તે થતી નથી. જેમ જેમ જીવ આગળ વધે છે, તેમ તેમ રસ્તો સાંકડો (સૂક્ષ્મ) થતો હોવાથી, અત્યંત સાવધાનીની જરૂર છે. તે લક્ષમાં રહેવું / હોવું જોઈએ.
(૧૫૬૯)