________________
૨૭૪
અનુભવ સંજીવની
અભાવ કરે છે. તેવા જીવને પ્રયોજન ઉપર દૃષ્ટિ રહેતી / હોતી નથી. તેથી તે સ્વરૂપની ઓળખાણ કરવાની દિશામાં ઉદ્યમ કર્યા વિના) પ્રાયઃ ઉપેક્ષિત રહે છે. (૯૯૦)
ઑગસ્ટ - ૧૯૯૨
જે પરિણામો વિષય-કષાયમાં લાગે છે, તે અશુદ્ધ અર્થાત્ મેલા થાય છે. તે જ પરિણામોને નિજ નિરંજન તત્ત્વમાં લગાવવાથી, પવિત્ર અને શાંત-નિરંજન થાય છે. નિરંજન પરમતત્ત્વમાં એકરસ - સમરસ પરિણામ ન થાય ત્યાં સુધી જ દેહની વાસના જીવને સતાવે છે. તેથી ગુણનિધાન પરમપદનું એકનું જ ધ્યાન કરવા યોગ્ય છે. તે જ સાર છે અને પરમાર્થ છે.
(૯૯૧)
*
બુદ્ધિની વિશાળતા અને ઉદારતા સત્યનો સ્વીકાર કરે છે. તે સ્વીકાર થવામાં મધ્યસ્થતા હોવી અતિ આવશ્યક છે. જે જીવ મધ્યસ્થ હોય તે પોતાના નિર્ણયથી વિરુદ્ધ વાતને વિચારી શકે છે, સ્થિર ચિત્તથી વિચારી યોગ્ય – અયોગ્ય સમજી શકે છે. યથાર્થતાની પ્રાપ્તિમાં મધ્યસ્થતાનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેથી મુમુક્ષુએ અભિપ્રાયપૂર્વક મધ્યસ્થતા ધારણ કરવી યોગ્ય છે. મધ્યસ્થતાના અભાવમાં પોતાના અભિપ્રાય વિરુદ્ધ હકીકત, સત્ય હોય તોપણ તેનો નિષેધ આવે છે. તેથી સહજ અસરળતા થઈ જાય છે, અને નિષ્પક્ષપણે વિચારવાની યોગ્યતા હાનિ પામવાથી અયથાર્થ નિર્ણય લેવાય જાય છે. (૯૯૨)
ધર્માત્માનું સર્વ આચરણ વંદનીય જ છે' તેનું મુમુક્ષુજીવે વિસ્મરણ કરવા યોગ્ય નથી. તેથી તે સંબંધી ટીપ્પણી કે તેવી ચર્ચા મુમુક્ષુઓને સ્વ-પર અહિતકારી થાય છે. આત્માર્થની ગૌણતા થઈ, બાહ્ય ક્રિયાના મતાંતરમાં જીવ પડી જાય છે, તે યોગ્યતા રોકાઈ જવાનું કારણ છે. અહીં સ્વચ્છંદ - મહાદોષ - ઉત્પન્ન થાય છે, તેનાથી મુમુક્ષુને ભય પામવું ઘટે છે. વળી કોઈપણ બે ધર્માત્માના બાહ્યાચરણની સરખામણી અંગેની ચર્ચા કરવી તે પણ મુમુક્ષુ માટે અનઅધિકૃત ચેષ્ટા / પ્રવૃત્તિ છે, તે સ્વચ્છંદ અને અભક્તિ થવાનું કારણ જાણી, તેનાથી જાગૃત રહેવા યોગ્ય છે, તેવી ચર્ચા જ્યાં થતી હોય તેનાથી દૂર રહેવું હિતાવહ છે.
(૯૯૩)
પ્રશ્ન :- સામાન્ય જ્ઞાનના આવિર્ભાવથી અને વિશેષજ્ઞાનના તિરોભાવથી જ્ઞાનનો પ્રગટ અનુભવ થાય છે, (સ. સાર. ગા. ૧૫) આગમ અનુસાર તેમ વિધિ જાણવા છતાં સામાન્યનો આવિર્ભાવ કેમ થતો નથી ?
ઉત્તર ઃ- લક્ષ સ્વરૂપનું ન હોવાને લીધે, અને પરલક્ષના સદ્ભાવને લીધે વિશેષજ્ઞાનનો આવિર્ભાવ મટતો નથી, જેથી સામાન્ય જ્ઞાન (જ્ઞાનવેદન) તિરોભૂત રહે છે. આમ પરિણામો