________________
અનુભવ સંજીવની
૨૭૩
દર્શનમોહ તીવ્ર થાય તો મુમુક્ષુતાનો નાશ થવાનો અવસર આવે, તે લક્ષમાં હોય તો દર્શનમોહ સંબંધિત પરિણામોને સમજીને તે તે પ્રકારમાં જાગૃતિ / સાવધાની રહે. પ્રયોજનની દૃષ્ટિ તીક્ષ્ણ હોય તેને દર્શનમોહ વૃદ્ધિગત થતો નથી.
(૯૮૬)
મોક્ષમાર્ગમાં સ્વરૂપ-સાવધાનીનો ઉપયોગ અત્યંતરમાં સૂક્ષ્મ અને તીક્ષ્ણ હોય છે. આ ધર્માત્માનું સ્વરૂપ મુમુક્ષુએ બોધ લેવા યોગ્ય છે. ધર્માત્માને અંતર પુરુષાર્થ વડે વિષમભાવોને મટાડી, સમભાવની રક્ષા અને વૃદ્ધિ કરતાં બાહ્ય પ્રવૃત્તિને સંકોચવાનો ભાવ અને ચિંતના રહ્યા કરે છે. પરલક્ષ ન હોવાથી બીજાને બોધ પમાડવાની પ્રવૃત્તિમાં પણ ઉદાસીનતા ભજે છે.
(૯૮૭)
—
દ્રવ્ય સામાન્યનું સ્વભાવનું યથાર્થ લક્ષ, જ્ઞાન સામાન્યના આવિર્ભાવનું એટલે કે સ્વ સંવેદન ઉપજવાનું અનન્ય કારણ છે. તેથી સ્વરૂપ લક્ષે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થવો તે વિધિ છે. આ રીતે સ્વભાવનાં લક્ષ–અવલંબને–ભેદજ્ઞાન (પરદ્રવ્ય અને પરભાવથી) થાય છે. જે સ્વભાવ અંતરંગમાં પ્રગટ છે, પ્રત્યક્ષ છે, અને અનુભવગોચર છે.
(૯૮૮)
-
-
—
—
પ્રશ્ન :– તત્ત્વનો અભ્યાસી જીવ, આત્મ સ્વરૂપનો નિશ્ચય કરી, ત્રિકાળ ધ્રુવને ખ્યાલમાં લઈ મહિમા કરે છે, છતાં પુરુષાર્થ ઉપડી અભેદભાવે અનુભવ નથી થતો તેનું શું કારણ ?
-
ઉત્તર ઃ– પરલક્ષી જ્ઞાનમાં પરોક્ષ રહી, રાગની પ્રધાનતામાં (રાગના આધારે) જે નિશ્ચય થાય છે, તે યથાર્થ ઓળખાણરૂપ પ્રતિભાસ નહિ હોવાથી અને તેમાં સ્વ-રૂપે અસ્તિત્વનું ગ્રહણ પ્રત્યક્ષ અંશે – અનુભવાંશે થતું નહિ હોવાથી, વસ્તુ–દર્શનનો અભાવ હોય છે, તેથી તેમાં સ્વસન્મુખતા (દિશા ફેર) થતી નથી, અને અપૂર્વ મહિમા પણ ઉત્ત્પન્ન થતો નથી. તેથી તેમાં તથારૂપ પુરુષાર્થનો અભાવ હોય છે, સહજતાનો પણ અભાવ હોય છે, વિધિનું અજાણપણું પણ રહી જાય છે. ત્યાં પ્રાયઃ કૃત્રિમતાને સહજતા અને દૃષ્ટિનું જોર માની કલ્પિત પ્રયત્નમાં રહી જવાય છે, તેથી અનુભવ થતો નથી. વસ્તુ દર્શન વિના, ઓઘ સંજ્ઞાથી કલ્પના (સ્વરૂપની) થાય છે. તે ગંભીરપણે લક્ષમાં લેવા યોગ્ય છે. જિજ્ઞાસુ રહે તો આવી કલ્પનાથી બચે છે. ખરેખર તો જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવી ધ્રુવ તત્ત્વનો નિશ્ચય થવો જોઇએ.
(૯૮૯)
સ્વરૂપ પ્રાપ્તિની ખરી ભાવના, જીવને સ્વરૂપને ઓળખવાની વૃત્તિમાં વાળે છે, અને પરિણામે સ્વરૂપની ઓળખાણ થાય છે. જે જીવ ઓળખાણ વિના ઓથે ઓઘે સ્વરૂપનો મહિમા કરી, પ્રાપ્તિની આશા રાખે છે, તેને ક્રમ વિપર્યાસને લીધે અનુભવ થતો નથી, તેવી અવિધિનો અભિપ્રાય જિજ્ઞાસાનો