________________
૨૭૨
અનુભવ સંજીવની
સિદ્ધાંતનું મૂલ્ય આયુષ્યાદિ પ્રાણથી પણ અધિક હોવું ઘટે છે. કારણ કે તે જિનશાસનના પ્રાણ છે. સિદ્ધાંતનો ઘાત થવાથી જિનશાસનનો વિનાશ થાય, તેવું સમજનાર આત્માર્થી પ્રાણના ભોગે પણ સિદ્ધાંતની રક્ષા કરે છે. આમ જિનાગમને વિષે શ્રીગુરુનું ફરમાન છે.
(૯૮૧)
-
અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક, એકાંતે આત્મભાવમાં રહેવું – તે ભાવના છે. તેમ સહજ ન રહે ત્યારે મહા જ્ઞાનીપુરુષની અંતરદશાનું સ્મરણ, તેમના પ્રચંડ પુરુષાર્થના મહાત્મ્યની અતિરસથી ચર્ચા, આત્મભાવ સિવાઈ બીજો અવકાશ નથી, તેવા તેમના આત્મ ચારિત્ર્યની અત્યંત ભક્તિ, આત્મરસ ભરેલી તેમની વાણી, તેમનાં સિદ્ધાંતબળ દ્યોતક વચનો, અને અપૂર્વ સ્વભાવને વ્યક્ત કરતાં અપૂર્વ ભાવોને ધ્યાનમાં લેવાની આતુરતા રહે છે.
(૯૮૨)
પરિણામની શક્તિ રસમાં છે. જેનો (શક્તિનો) ખર્ચ કરવામાં વિવેક થવો આવશ્યક છે. જે જીવ ઉદયભાવમાં શક્તિ (રસ) નો ખર્ચ કરી નાખે છે, તેની પાસે આત્મ હિતાર્થે ખર્ચ કરવાની શક્તિ બચતી નથી.
ખરેખર તો મુમુક્ષુએ પૂરી શક્તિથી આત્મહિત કરવાનો નિર્ધાર કરવો ઘટે છે. જેથી તત્કાળ પાત્રતા પ્રગટે, યોગ્યતા પ્રાપ્ત થાય.
(૯૮૩)
આ અલ્પ આયુષી દુષમકાળમાં નિજ હિતનો સુદૃઢ ઉપયોગ હોવા યોગ્ય છે. નિવૃત્તિ લઈ આત્મભાવને પોષણ મળે તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. અન્યથા પ્રમાદ જ – અનિવાર્યપણે અહિત થવામાં – આવી પડશે, રોકી શકાશે નહિ.
(૯૮૪)
-
આ ઉપદેશબોધ માર્ગે કષાયની મંદતા થવા છતાં તે ઉપદેશમાં, સિદ્ધાંતબોધ સિવાઈ ટકી શકાતું નથી, તેવા જ્ઞાન વિના જાણ્યે અજાણ્યે સિદ્ધાંતબોધનો નિષેધ – અનાદર, થઈ જાય છે. અને સન્માર્ગની પ્રાપ્તિથી વંચીત રહી જવાય છે. ભાવના હોવા છતાં યથાર્થતા આવતી નથી. સિદ્ધાંતબોધની મુખ્યતા કરનાર જો ઉપદેશના હેતુભૂત સિદ્ધાંતોના અધ્યયનમાં, ઉપદેશ-ગ્રહણને ગૌણ કરે તો પ્રાયઃ શુષ્કતા આવી પ્રલાપ વૃદ્ધિ થઈ જાય છે. તેથી તે બંન્નેનું યથાર્થ ગ્રહણ નિજ હિતના લક્ષે, અધ્યાત્મિક પ્રધાનતાથી થવા યોગ્ય છે. જેથી આગમ અધ્યાત્મ અને નિશ્ચયવ્યવહારના અવિરોધપૂર્વક આરાધન થાય. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વચ્ચે અધ્યાત્મનો સેતુ આવશ્યક છે.
-
(૯૮૫)
-
મુમુક્ષુજીવનાં પરિણામ ઉત્તરો ઉત્તર દર્શનમોહને મંદ કરે, તેવા પ્રકારનાં હોવા ઘટે છે; જો