________________
અનુભવ સંજીવની
૨૭૫ લક્ષ અનુસાર દોરાય છે. તે પરિણામનું વિજ્ઞાન છે. તેથી જ પ્રથમ સ્વભાવનું લક્ષ કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે. લક્ષ વગરના પરિણામો “લક્ષ વગરના બાણ જેવાં છે. પરિણામોનું મૂલ્ય પણ લક્ષને ગણત્રીમાં લઈ કરવું જોઈએ.
(૯૯૪)
V સૂર્યને અંધકારે ઘેરી લીધો છે–એવું કદી કોઈએ જોયું છે ? કે સાંભળ્યું છે ? તેમ ચૈતન્ય સૂર્ય જેને પ્રગટ છે એવા આત્મજ્ઞાનીને કર્મનો ઉદય ઘેરી લે, એવું કદી બની શકતું નથી. (ભવ્યામૃત ૨૧-૯૯) ધ્રુવ તત્ત્વમાં ઉપાધિ કારક સંયોગો અને તદ્ નિમિત્તક ઉપાધિભાવનો પ્રવેશ જ નથી, એવો અનુભવ સ્વરૂપ જ્ઞાનીને રહે છે. વળી નિજ ધ્રુવ સુખધામનો અનુભવ સ્વયં સુખમય પરિણમન છે. કર્મ તેનાથી અતિ દૂર છે. અનુભવીને શંકાનો અવકાશ નથી.
(૯૯૫)
Kસર્વોત્કૃષ્ટ કારણ પરમાત્માની ભાવના ભાવતાં (નિ.સા.ગા.૫૦), ક્ષાયિક આદિ ભાવોને પરદ્રવ્ય પરભાવ કહીને હેય કહ્યાં, તો ઉદય ભાવની મુખ્યતા કરવાની પરિસ્થિતિ જ કયાંથી રહે ?તેમ વિચારી સ્વરૂપ-લક્ષ પૂર્વક, સર્વ પર્યાય ઉપરનું વજન ઉઠાવી લેવું ઘટે. અથવા સહજાત્મ સ્વરૂપની મહાનતા ભાવમાં એવા પ્રકારે ભાવવામાં સહજ આવે કે ક્ષાયીક ભાવ ઉપર પણ વજન ન જાય! સ્વ તત્ત્વની રસિકતા જ કોઈ વિલક્ષણ પ્રકારની છે. ધન્ય છે તે મહાત્માઓ, જે આત્મભાવના ભાવતાં ભાવતાં પરમપદને પામશે.! પરમ ભક્તિએ તેમને નમસ્કાર હો ! (૯૯૬)
ખરી આત્મભાવના પ્રયોજનની સૂક્ષ્મદૃષ્ટિને ઉત્પન્ન કરે છે. જેથી અપ્રયોજનભૂત વિષયમાં અટકવું ન થાય. જે જીવ અપ્રયોજનભૂત વિષયમાં અટકે છે, તેને ખરી ભાવના નથી. અથવા ભાવનાની ક્ષતિને લીધે પ્રયોજન ચૂકાઈ જાય છે. અનંતકાળમાં અનંતવાર આવું બન્યું છે, તેથી તે પરત્વે અત્યંત જાગૃત રહેવું આવશ્યક છે. અપ્રયોજનભૂત ઉપર લક્ષ જવાથી / રહેવાથી, પ્રયોજનભૂત વિષય સામે આવે તો પણ લક્ષ જતું નથી. – આ મોટું નુકસાન છે.
(૯૯૭)
જેને સત્પુરુષની ઓળખાણ થઈ હોય, તેને તેમના કોઈપણ વચનમાં અવિશ્વાસ થાય નહિ, શંકા પણ થાય નહિં જો શંકા થાય તો ઓળખાણ થઈ જ નથી. સંપ્રદાયબુદ્ધિ જેને હોય, તેને પણ પુરુષની ઓળખાણ થઈ શકતી નથી. સંપ્રદાયબુદ્ધિવાળો જીવ સત્પુરુષને ઓથે ઓથે માને છે, તેથી તેને અંદરથી વિશ્વાસ નથી, જેથી કયાંક તેને સંદેહ થઈ આવે છે. સંપ્રદાયબુદ્ધિને લીધે “હું સમજુ છું તેમ રહી જાય છે અને તે ઓળખવામાં મોટો પ્રતિબંધ છે. તે કોઈને ઓઘસંજ્ઞાએ સ્વીકારે છે, તો કોઈ જ્ઞાની હોવા છતાં સ્વીકારતો નથી..
(૯૯૮)