________________
૨૭૬
અનુભવ સંજીવની શુદ્ધ અંતઃકરણથી જેને દુઃખ મુક્ત થવું હોય, તેને સત્પુરુષોનો અંતર્મુખ થવાનો માર્ગ સમજાય છે, અને તે તથા પ્રકારના પુરુષાર્થમાં યોજાય છે. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નથી, ત્યાં સુધી જીવ બાહ્ય ક્રિયા અને બહિર્મુખ પરિણામમાં ભ્રમથી આત્મ-કલ્યાણ માની રોકાય છે. (૯૯૯)
લક્ષનું મહત્વ, બોધના પરિણમન અર્થે વિચારવા યોગ્ય છે. યથા, પરલક્ષવાળું જ્ઞાન, ૧૧ અંગ અને ૯ પૂર્વ સુધીનું હોવા છતાં સ્વાનુભવને સાધતું નથી. પરંતુ જેને “સ્વરૂપ-લક્ષ' થયું છે, તે અલ્પ ઉઘાડવાન હોય તોપણ “સ્વરૂપની પ્રત્યક્ષતાના અવલંબને સ્વરૂપને આરાધે છે. લક્ષ વગરના જાણપણામાં યથાર્થ) નિજ સ્વરૂપ જ્ઞાનમાં ભાસતું જ નથી. તેથી તેનો મહિમા સહજ ઉત્પન્ન થતો નથી, વીર્યની દિશા પણ સ્વસમ્મુખ થતી નથી. તેવી સ્થિતિમાં રાગનો અનાદિનો આધાર છે, તે ચાલુ જ રહે છે. તેથી તત્ત્વ વિચારમાં પણ મુખ્યપણે રાગની જ પ્રવૃત્તિ થાય છે. સ્વરૂપ-લક્ષમાં તો વેદન-પ્રત્યક્ષ દ્વારા આત્મરસ અને આત્મઆશ્રય (આત્મામાં હું પણા')નું બળ વૃદ્ધિગત થતું થયું આત્માને સાધે છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનનું મૂલ્યાંકન “લક્ષીની ગણત્રીપૂર્વક હોવું / થવુંતેમાં યથાર્થતા છે. અન્યથા અયથાર્થતા છે.
(૧૦00).
સ્વરૂપ લક્ષમાં નિજ પરમપદની મહાનતા લક્ષગત થાય છે. આત્મ સ્વરૂપ જ એવું – એટલું મહાન છે કે લક્ષગત થવાથી તેની મુખ્યતા જ રહ્યા કરે, તે ત્યાં સુધી કે પર્યાયની શુદ્ધતામાં ઉપશમથી ક્ષાયિક પર્વતની ચરમ સીમા થવા છતાં સ્વરૂપની મુખ્યતા છૂટે નહિ. વાસ્તવમાં તો પૂર્ણ પર્યાયથી આત્મ-સ્વભાવ અનંતગુણ સમૃદ્ધ છે. તેથી તે જ મુખ્ય રહે. તે સહજ છે. (૧૦૦૧)
/ મુમુક્ષુજીવને તત્ત્વચિ હોવાથી, સ્વાધ્યાય, સત્સંગ વગેરેમાં પ્રવર્તે છે. તેવી રૂચિ વૃદ્ધિગત થવાથી તે પ્રવૃત્તિ પણ વધુ પ્રમાણમાં થવા યોગ્ય છે. પરંતુ તેમાં આગળ વધી પ્રયોગ પદ્ધતિથી ભેદજ્ઞાનપૂર્વક ભાવભાસન થવું ઘટે છે. જેથી સ્વસમ્મુખનો પુરુષાર્થ પ્રગટે અને અપૂર્વ રુચિ પ્રગટે. જો ઉક્ત પ્રકારે પ્રયોગ પદ્ધતિમાં પ્રવેશ ન થાય તો તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ અને અભ્યાસમાં અજાણપણે સંતોષાવાનું કે રોકાવાનું થઈ જાય અને કદાચ આત્મરુચિ મંદતાને પામે. તેથી સામાન્ય રુચિમાં દીર્ધકાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી.
(૧૦૦૨)
જે સંગથી આત્મકલ્યાણનો – પરમાર્થનો જીવને રંગ લાગે તે સત્સંગ જાણવા યોગ્ય છે. મહાપુરુષોએ સત્સંગને આત્મોન્નતિનું મૂળ કહ્યું છે. તેના જેવું હિતસ્વી સાધન આ જગતમાં નથી. પવિત્ર થવાને માટે, પ્રથમ યમનિયમાદિ અન્ય સાધનનો આગ્રહ ગૌણ કરી (સહજ થઈ શકતા હોય તો, હઠ વિના થાય તેને છોડવા – તેમ નહિ) સત્સંગને ઉપાસવો. સંસારને ઉપાસવાનો આત્મભાવ