________________
અનુભવ સંજીવની
૨૭૭
સર્વથા છોડી દઈ, પોતાની સર્વ શક્તિથી, પૂર્વગ્રહથી મુક્ત થઈ, પરમ વિનયથી જે સત્સંગને ઉપાસે છે, તે અમર થવા માટે અમૃતને પીએ છે. તેનું મૂલ્ય બીજા ક્યા પ્રકારે થાય ? સંક્ષેપમાં, સત્સંગનો અન્ય પર્યાય (Alternative) જ નથી.
(૧૦૦૩)
આત્માર્થીએ તત્ત્વ અભ્યાસમાં પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા હંમેશા જિજ્ઞાસાવૃત્તિ સતેજ રાખવી યોગ્ય છે, જેથી ભાવભાસન વિના નિર્ણય થવાની / કરવાની ભૂલ થાય નહિ. જો ધારણામાં સમજાયું હોય તો, તેના જ ભાવભાસન માટે જિજ્ઞાસા થવી ઘટે, પરંતુ પરલક્ષી જ્ઞાનથી જિજ્ઞાસા શાંત ન થવી જોઈએ. આ સ્થળે જિજ્ઞાસાનો અભાવ થવાથી ધારણામાં સંતોષ થઈ, તેમાં અહંભાવ થઈ, અટકી જવાય છે, અને દર્શનમોહ વૃદ્ધિગત થઈ, ભાવભાસનનો પુરુષાર્થ ઉત્પન્ન જ ન થાય. તેવી સ્થિતિ થઈ જાય છે. વળી, પોતાની ધારણાથી નિશ્ચિત થયેલ વાતની સંમતિ પ્રાપ્ત (Confirm) થવા અર્થે તેવી પદ્ધતિથી પણ પ્રશ્ન કરવા યોગ્ય નથી. તે પ્રકારે પ્રશ્ન ચર્ચા કરવામાં પોતાની વાતમાં ‘હું જાણું છું’– તેવા ભાવનું પોષણ થાય છે અને તેના ઉપર વજન વધી જાય છે, જે અટકવાનુ કારણ થાય છે. તેમ થવાથી સાચી ધારણા હોવા છતાં પણ ત્યાં અયથાર્થતા ઉત્પન્ન થાય છે. આવા પ્રસંગે જ્ઞાની સાચી ધારણાનો પણ નિષેધ (-અયથાર્થતાથી બચાવવા માટે) કરે છે. તે યોગ્ય જ છે. ત્યાં સાચી ધારણાનો પ્રત્યુત્તર અનુકૂળ નહિ મળવાથી, પ્રશ્નકારને પ્રાયઃ અસમાધાન થાય છે. અને તેથી ઉત્તરદાતા પ્રત્યે બહુમાન થતું નથી વા ઘટે છે. જો ઉત્તર મળતાં પોતાની પૂછેલી વાત પુષ્ટ થાય તો તેનું વજન (જાણપણાનું વજન) વધી જવાથી નુકસાન થાય છે. (– તેમ શાની જાણે છે.) તેથી ઉક્ત પ્રશ્ન પદ્ધતિ જ છોડવા યોગ્ય છે. (૧૦૦૪)
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ આત્મસ્વરૂપના શ્રદ્ધાન અર્થે કરવામાં આવે, ત્યાં શુષ્કતા ન થઈ જાય તે અર્થે પરિણામોમાં ભાવના - ભાવુકતા/આત્મરસ હોવી / થવી આવશ્યક છે. તેથી સ્વાધ્યાય ભાવના/આત્મરસ પ્રધાન થવો જોઈએ. ખરેખર તો ભાવના / આત્મરસ ભાવુકતા સ્વાધ્યાયના અંગભૂત સહજ – સ્વાભાવિક હોવી જોઈએ. જેને લીધે શ્રી તીર્થંકરદેવ વા શ્રી ગુરુવાદિક મહાપુરુષોના અલોકિક ગુણોનો મહિમારૂપ શ્રવણ, કીર્તન થતાં વિનય, પાત્રતા આદિ ગુણો પ્રગટ થાય.
જ્ઞાનીપુરુષને પણ, મહામુનિરાજને પણ, નિશ્ચયદૃષ્ટિનું જોર અને આત્મસ્વરૂપની બળવાન ભાવનાની સાથે, દેવ-ગુરુની ભક્તિના તીવ્ર ભાવુકતામય/આત્મરસ પરિણામ જોવામાં આવે છે અને તે સુસંગત છે. અન્યથા વિસંગતા જાણવી જોઈએ. ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ અને ‘શ્રી નિયમસાર’ પરમાગમ તેના પ્રગટ ઉદાહરણ છે. બંને શાસ્ત્રમાં નિશ્ચયનાં તીખાં વચનો અને પરમ ભક્તિ ભાવનો સુભગ સંગમ જોવાં મળે છે. અને ઉક્ત સુસંગતતાનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. ઉપલક્ષણથી જ્યાં ઉપદેશ / સ્વાધ્યાયની યથાર્થ પ્રણાલિકા પ્રવર્તીત હોય, ત્યાં દાનાદિનું સમર્પણ થતું સહજ હોય
–
-