________________
૨૭૮
અનુભવ સંજીવની છે. તે માટે યાચના કરવી પડતી નથી. તાત્પર્ય એ છે કે યથાર્થ તત્ત્વ નિરૂપણ હોય ત્યાં ભાવના પ્રધાનતાને લીધે, મુમુક્ષુજીવને સમર્પણબુદ્ધિ સહજ ઉત્પન્ન થાય છે. શુષ્કતામાં સમર્પણનો અભાવ હોય છે.
(૧૦૦૫)
સપ્ટેમ્બર - ૧૯૯૨ / આત્મભાવના – હું જ્ઞાન માત્ર છું, વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. પ્રત્યક્ષ અનંત સુખધામ છું, ધ્રુવ-શાશ્વત પરમ શાંતિ સુધામય-રસ-કંદ છું. અવ્યાબાધ પરમ આનંદ સ્વરૂપ છું, કેવળ નિર્વિકલ્પ અનુભૂતિ સ્વરૂપ છું, સમસ્ત જગતથી શૂન્ય છઉં – ૐ શાંતિ.
(૧૦૦૬)
બાહ્ય ઉપયોગનું થવું, શુક્લ ધ્યાનની શ્રેણી પહેલાં, અનિર્વાય છે, તેથી મુમુક્ષુ / ધર્માત્મા બાહ્ય તે) પ્રવૃત્તિનો વિવેક કરે છે, અને બાહ્ય ધર્મ સાધનમાં પ્રવર્તે છે. ત્યારે પણ તેનાથી (અભિપ્રાયમાં લાભ જાણતા – માનતા નથી. બાહ્ય પ્રવૃત્તિ અર્થાત તત્ત્વ – શ્રવણ, વાંચન ભક્તિપૂજા આદિ થવા છતાં, અભિપ્રાય એકાંત અંતર્મુખ રહેવાનો હોવાથી, તેનો સહજ નિષેધ વર્તે છે. જેને અભિપ્રાયપૂર્વક શુભરાગ કરાય છે – તેનું વ્યવહાર શ્રદ્ધાન પણ નથી. અર્થાત્ વિધિની બુદ્ધિપૂર્વકની ભૂલ થવાથી દર્શનમોહ વૃદ્ધિગત થઈ, ત્યાં તેને ગૃહિત મિથ્યાત્વ ઉત્પન્ન થઈ જાય છે. – આમ અભિપ્રાયની ભૂલને લીધે, તત્ત્વનો અભ્યાસ જે દર્શનમોહ મંદ થવામાં નિમિત્ત છે.) દીર્ઘકાળ પર્યત કરવા છતાં, તેનું સમ્યક ફળ આવતું નથી. અભિપ્રાયનો વિપર્યાસ . સંબંધી ઉક્ત ભૂલ સૂક્ષ્મ હોવાથી પ્રાયઃ જીવને રહી જાય છે. તેથી તે અંગે જાગૃત રહેવા યોગ્ય છે. શુભોપયોગ સર્વ, બાહ્યઉપયોગે જ ઉત્પન્ન થાય છે, અને ઉપયોગ બહાર જતાં નિયમથી રાગની ઉત્પત્તિ થાય છે, તેથી જ રાગની જેમ પરસત્તા અવલંબિત જ્ઞાનનો – બાધકપણાને લીધે નિષેધ છે. (૧૦૦૭)
પરિણામનું પરિણમન સહજ થઈ રહ્યું છે, તેમાં કરું–કરું –ભાવ પરિણામના કતૃત્વને (મિથ્યાત્વને અને એકત્વને ઉત્પન્ન કરે છે, સ્વયં પરિણમતા પરિણામની વાસ્તવિકતા, શ્રદ્ધા અને અભિપ્રાય માં રહેતી નથી. પરંતુ હું તો અક્રિય જ છું –એ અભિપ્રાયમાં અર્થાત્ અપરિણામીના અભિપ્રાયમાં, કોઈ ક્રિયા કરવાનો અભિપ્રાય ન રહેતો હોવાથી સહજ નિરૂપાધિ – સ્વરૂપાકાર ભાવે – દ્રવ્ય રહેવાય છે. દરેક ગુણ પોતપોતાનું કામ કરી રહેતા દેખાય છે. આમાં સહજ જ્ઞાન અને પુરુષાર્થ સમાય છે.
ધ્રુવનાં લક્ષે પરિણામનું જ્ઞાન યથાર્થ થાય છે. સન્શાસ્ત્રો ધ્રુવનું લક્ષ થવા અર્થે ધ્રુવનો મહિમા ગાય છે. તે જ સર્વોત્કૃષ્ટ છે, એકાંતે સર્વોત્કૃષ્ટ છે.
(૧૦૦૮)