________________
૧૫૨
અનુભવ સંજીવની જેને કાંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ વિરોધી નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વંદ્રનો અભાવ થયો છે, તે પરમ પુરુષોનું અલૌકિક / ઉત્કૃષ્ટ પુરુષાર્થ . પરાક્રમ, અદ્ભુત સ્વરૂપ - સ્થિતિ, પરમ પ્રેમે વંદનીય છે. તેમને ત્રિયોગે ત્રિકાળ નમસ્કાર હો !!
(૫૫૮)
જ્ઞાની પુરુષનો પરિચય થયે, તે તરતા પુરુષ છે તેમ જણાય છે, તેમની અંતર પરિણતિ સંસારથી વેગળી ચાલતી દેખાય છે અને તે પરિણતિની અભેદતા, પરમતત્વ સાથે હોવાથી, તદાકાર અર્થાત્ પરમાત્મપદ - આકારનું પ્રગટ દર્શન ત્યાં થાય છે, અને તેથી અપૂર્વ મહિમા ઉત્પન્ન થઈ પરમેશ્વરબુદ્ધિ (પરમેશ્વરવત્ ઉપકારી જણાયાથી) થઈ આવે છે, ત્યારે જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું છે, તેમ માન્ય કરવા યોગ્ય છે. તે પહેલાનું જ્ઞાનીને વિષે માનવું ઘસંજ્ઞાએ થાય છે. અર્પણતા, ભક્તિ આદિ પણ ઓઘસંજ્ઞાએ થાય છે. પરંતુ તેથી માર્ગ-પ્રાપ્તિ નથી. ઓળખાણ થયે અવશ્ય માર્ગ પ્રાપ્તિ છે.
(પપ૯)
/ અનાદિ અજ્ઞાન અને મિથ્યાત્વને લઈ પુલમાં સુખ ની વાસનાથી જીવ વાસીત છે, તે વાસનાનો જય, સ્વરૂપમાં વાસ કર્યા વિના સંભવતો નથી. સ્વરૂપમાં વાસ થવા અર્થે મનનો જય, મનોજય અર્થે ભેદજ્ઞાન પૂર્વક સ્વભાવનો પરિચય, સ્વભાવના પરિચય અર્થે સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપ નિશ્ચય અર્થે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનારુચિ અને તે અર્થે પાત્રતા હોવી આવશ્યક છે. આમ “સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતામાં રહેલું છે. તેની વૃદ્ધિ અર્થે પ્રત્યક્ષ સન્દુરુષ અને સત્સંગની પર્યાપાસના સેવવી તે છે. આમ વહેવારે પરિણામ ક્રમ છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની (પ્રયોજનની) અર્થાત્ આત્મામાં અંતર્મુખ થઈને જોડાણની યોજનાનો અપૂર્વ પ્રકાર સપુરુષના અંતરમાં રહેલો છે. તે શબ્દગોચર નથી, અનુભવગોચર છે. જે પ્રત્યક્ષ યોગે જાગૃત ચૈતન્યની ચેષ્ટાથી લક્ષગત થઈ શકવા યોગ્ય
(૫૬૦)
અવિવેકે વા અવિચારપણે, સપુરુષના કોઈ વચન માટે, હિણો વિચાર કે હિણું (વચન) કથન થઈ જાય, તો તે મુમુક્ષુ (1) જીવની અભક્તિ છે. જે વચનો સ્વરૂપની પવિત્ર સાધના ભૂમિમાંથી ઉગ્યાં છે, એવા તે વચનો મુમુક્ષુજીવ માટે હિતકારીપણાને લીધે અત્યંત ભકિત કરવા યોગ્ય વા થવા યોગ્ય છે, તેના સ્થાને અભક્તિ થાય ત્યારે, અવશ્ય જ્ઞાની પુરુષ પ્રત્યે અવિશ્વાસ– અશ્રદ્ધા થાય, ત્યારે જ બને – તેમ સમજવા યોગ્ય છે. આ દર્શનમોહની તીવ્રતા જનીત વિરાધના / અપરાધ કોઈપણ સંજોગોમાં કરવા યોગ્ય નથી. આવા અપરાધના ફળમાં, પુરુષનો વચનયોગ દીર્ધકાળ સુધી પ્રાપ્ત ન થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, જેથી આત્મહિતનાં નિમિત્તથી અતિ દૂર