________________
અનુભવ સંજીવની
૧૫૧
અને સુખરૂપ છે તેથી નિરંતર પ્રત્યક્ષ એવા આ જ્ઞાનની મુખ્યતા રહે તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. – ખચતું કર્તવ્ય છે – આ પ્રગટ લક્ષણથી – વેદનથી, સ્વભાવ આવિર્ભત થાય તે જ એક કરવા યોગ્ય છે. - આ પ્રકારે જ્ઞાનભાવમાં રહેવા યોગ્ય છે; રહેવાનો અભ્યાસ થવા યોગ્ય છે જ્ઞાન મૂળ વાસ્તવિક દશા છે. ઉદય ભાવરૂપ સ્વપ્નદશા છે.
(૫૫૪)
| મુમુક્ષુની ભૂમિકામાં પરિપકવતા અને પરિપકવતાના બે ભેદ હોવાથી, મતમતાંતરનો વિષય,
અતિ નાજુક' સમજવા યોગ્ય છે. આત્માર્થ જેને મુખ્ય છે, તેણે આત્માર્થે સત્યનું ગ્રહણ નિર્દોષતાના હેતુપૂર્વક કરતાં, પ્રાયઃ મત’નો આગ્રહ થતો નથી; તેમજ અન્ય મતનો પક્ષ થઈ જતો નથી. આ ભેદ રેખા સૂક્ષ્મ હોવા છતાં, આત્માર્થી જીવ આત્માર્થતાને લીધે ભૂલ કરતાં અટકી જાય છે, અથવા બચી જાય છે, પરંતુ આત્માર્થની ન્યૂનતાએ મતનું જોર, સત્યના આગ્રહી’ના અંચળા નીચે વધી જતાં, અનેક પ્રકારે નુકસાનનું – સંકુચિતતાનું કારણ બની જાય છે. તેથી મુમુક્ષુજીવે બોધ - ગ્રહણ કરવાની મુખ્ય વૃત્તિ સેવવા યોગ્ય છે, પરંતુ બોધ દેવાના સ્થાને બેસવું હિતાવહ નથી. પરિપકવ મુમુક્ષતા થયે, અભિપ્રાય સ્વચ્છપણે વ્યકત થઈ શકે, ત્યારે જ “સત' ન દુભાય . જ્યાં સત્ દુભાય છે, ત્યાં મત છે અને જ્યાં મત છે, ત્યાં બેસતું નથી. તે લક્ષમાં લેવા યોગ્ય છે. મતાર્થ ઉત્પન્ન થવાથી આત્માર્થની હાની થાય છે, તેમજ અસને સંમત કરવાથી / અનુમોદવાથી ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. તેથી બન્ને પ્રકારના દોષથી બચવા, સૂક્ષ્મ પ્રયોજનની દૃષ્ટિ આવશ્યક છે. (૫૫૫)
ઑગસ્ટ : ૧૯૯૦ ‘જ્ઞાન' અર્થાત્ જ્ઞાનનું જ્ઞાનમાત્રપણું પ્રગટ છે. જ્ઞાનને જ્ઞાનમાત્રપણે જોવાનો દૃષ્ટિકોણ સાધ્ય કરી જોતાં, તે પ્રગટ જણાય છે. તે દૃષ્ટિકોણ સાધ્ય કરવા માટે, જ્ઞાનસામાન્યને લક્ષમાં લેવું આવશ્યક છે. જ્ઞાનસામાન્યને લક્ષમાં લેતા જ્ઞાનની ઋદ્ધિઓ જણાય છે, અને તેથી સ્વભાવનો મહિમા જાગૃત થાય છે. તથા પ્રકારે મહિમા જાગૃત થવામાં જ્ઞાનની નિરાકુળતા, નિર્લેપતા, સાતત્ય અર્થાત્ શાશ્વતતા, નિર્લેપતાને લીધે નિર્મળતા અર્થાત્ શુદ્ધતા અને અવ્યાબાધત્વ આદિ ભાવો અનંત સામર્થ્યરૂપે સ્પષ્ટ ભાસ્યમાન થાય છે. જેથી નિઃશંકતા, નિર્ભયતા, આદિ ગુણો આત્મબળ સહિત સહજ પ્રગટ થવા યોગ્ય સ્થિતિ થાય છે.
(પપ૬)
Vજ્ઞાનાભ્યાસ બે પ્રકારે છે. એક સદ્ભૂતનું શ્રવણ / અધ્યયન, બીજું જ્ઞાનને સ્વસમ્મુખ કરવાનો પ્રયાસ કરવો તે. બન્નેનું પ્રયોજન સ્વરૂપમાં કરવું તે છે, તેટલું જ છે. ૩ૐ શાંતિ. (૫૫૭)
0 જેણે અબદ્ધસ્પષ્ટ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા અનુભવ્યો છે. અને તેથી જેને કાંઈ પ્રિય નથી,