________________
૧પ૦
અનુભવ સંજીવની પર - અભિલાષાના પરિણામ વિરામ પામે, તેમ થવું સંભવિત નથી. પરંતુ સ્વભાવ સુખ–તે રૂપ સુધારસનું આકર્ષણ, જગતના કોઈપણ પ્રસંગ સંબંધીના હર્ષ-વિષાદને ટાળે છે, દેહ છૂટવા સુધીના પ્રસંગની ગૌણતા આવે છે. આ યથાર્થ ભૂમિકા છે.
(૫૪૯).
અનંતસુખ અને અનંત જ્ઞાન એવા નિજ સામર્થ્યની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ અર્થાત્ વર્તમાન વેદનના પ્રત્યક્ષતાના આધારે નિશ્ચય થયા વિના, નિજ સ્વરૂપનું લક્ષ થાય નહિ. અને લક્ષ બંધાયા વિના, લક્ષ વગરની સર્વ પ્રવૃત્તિ, વ્યર્થ જાય તે સહેજે સમજાય તેવું છે. તેથી સપુરુષના યોગે, આ બીજજ્ઞાન જ્ઞાનમાત્ર' ભાવ વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે. અન્યથા અનંતકાળે દુર્લભ એવો આ મનુષ્ય પર્યાય સંસાર અર્થે જ વ્યતીત થઈ, સંસારવૃદ્ધિનું નિમિત્ત થવા સંભવ છે. (૫૫૦)
આત્માપણે અનુભવ કરવા યોગ્ય વચનામૃત :“સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ" શ્રીમદ્જી . ૮૩ર
આત્મભાવના – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. હું માત્ર નિર્વિકલ્પ, શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય છું.” – શ્રીમદ્જી - ૮૩૩
(૫૫૧)
જે મહાત્માને એક વિકલ્પ પણ ફાંસી લાગે, તેને વિકલ્પનો કાળ લાંબો કેમ હોય ?
જ્ઞાનમાત્ર લક્ષણ છે, “જ્ઞાનમાત્ર સ્વભાવ છે અને સ્વસંવેદનમાં પણ પોતે “જ્ઞાનમાત્ર પણે છે. તેથી લક્ષણથી–પ્રત્યક્ષ અંશથી, અનંત પ્રત્યક્ષ સ્વભાવનું લક્ષ થતાં, સ્વભાવપણાનો ભાવ આવિર્ભાવ થઈ સહજ, સ્વસંવેદન ઉપજે, તે આત્મજ્ઞાન છે. તે જ આત્મધ્યાન છે;- તે બાર અંગનો સાર, અવિકાર સમયસાર છે, ઉપાસવા યોગ્ય છે.
(૫૫૨)
4 વિચારબળે કરીને, મુમુક્ષજીવે, ભવિષ્યની ચિંતાનો ત્યાગ કરવા યોગ્ય છે; લોકસંજ્ઞાએ, લોકલજ્જાના ભયે, ભવિષ્યની ચિંતા જ્યાં સુધી રહ્યા કરે છે, ત્યાં સુધી પરમાર્થની પ્રાપ્તિ થવી સંભવતી નથી, અને તેમ થાય તો, અમૂલ્ય મનુષ્ય આયુ, વ્યર્થ ગુમાવાઈ જાય, એટલું જ નહિ, આગામી ભવમાં મહા આપત્તિ આવે, તે ન આવે, તેનો વારંવાર વિચાર કર્તવ્ય છે. યથાર્થ બોધ થવા આ અતિ આવશ્યક છે. આ સ્થળે ભૂલ ન થાય, તે માટે ગંભીર ઉપયોગ રાખવો. કુટુંબનું મમત્વ રાખી આવી ભૂલ મુમુક્ષુ ન કરે. ‘આત્મ-વિચાર' મુખ્ય કરે.
(૫૫૩)
સર્વતઃ મુખ્યતા થવાનું કારણ, પ્રયોજનનું ભાસવું તે છે. જ્ઞાન સામાન્ય સર્વ સમાધાનરૂપ