________________
૧૪૯
અનુભવ સંજીવની સામાન્યપણે, એક સમયની પર્યાય કરતાં ત્રિકાળી વસ્તુ અનંતગુણ મહાન છે, તેમ સમજાય છે, તોપણ જે એક સમયની પર્યાય ત્રિકાળીને, એક સમયમાં ગ્રાસી લે, તેની અદ્ભુતતા શું આશ્ચર્યકારી નથી !!? આહાહા ! વાહ રે પર્યાય ! તારૂં સામર્થ્ય પણ અચિંત્ય છે. અગમ-નિગમનો તારો ખેલ જોનારને થંભાવી દે તેવો છે.
(૫૪૫)
આત્મામાં સમયે સમયે ઉત્પાદ-વ્યય સ્વતંત્રપણે થઈ રહ્યા છે, તે પ્રગટ પર્યાય સ્વયંના મૂળ સ્વરૂપને ભૂલી પરમાં અહં ભાવ કરે છે, તે અસમ્યક છે; જો પોતાના ત્રિકાળી અસલ સ્વરૂપમાં અહં ભાવે પરિણમે તો સમ્યકત્વ પ્રગટ થાય . અહીં પર્યાય, ભાવે સ્વીકાર', ત્રિકાળી સ્વરૂપાકાર ભાવરૂપ થવા છતાં, પર્યાયત્વનો ત્યાગ થતો નથી. તેથી તે તે અપેક્ષાએ નિરાલંબ પણ છે. ત્રિકાળી સ્વભાવમાં અહં ભાવની અપેક્ષાએ સ્વભાવાવલંબી પણ કહેવાય છે.
(૫૪૬)
દષ્ટિના નિર્ણયમાં પૂર્ણ શુદ્ધિ ભરી છે.” - પૂ. શ્રી સોગાનીજી. (દ્ર. દ. ૪૮૦) ઉક્ત વચનામૃત, જે દૃષ્ટિના વિષયભૂત પદાર્થનો યથાર્થ નિર્ણય છે, તેનું મહત્વ મૂલ્ય દર્શાવે છે. તે યથાર્થ છે. - આ નિર્ણય સ્વરૂપ સંસ્કાર પડવાનું કારણ હોવાથી આત્માને સમાધિ થવા માટે, સ્વરૂપમાં સ્થિતિ થવા માટે અપૂર્વ આધાર છે. અર્થાત્ સિદ્ધપદ જેના ગર્ભમાં આવી જાય છે– એવી વસ્તુસ્થિતિ છે. જ્યાં સુધી આ બીજજ્ઞાન’ ઉત્પન્ન થતું નથી, ત્યાં સુધી, અનાદિનું પરલક્ષ મટતું નથી. બીજજ્ઞાનની ઉત્પત્તિથી સ્વલક્ષ બંધાય છે, ત્યારથી સર્વ પ્રવૃત્તિ સ્વરૂપ લક્ષે થાય છે, તે પહેલાંની સર્વ પ્રવૃત્તિ લક્ષ વગરના બાણની જેમ નિરર્થક હોય છે. અર્થાત્ બાહ્ય દૃષ્ટિએ થતી સર્વ પ્રવૃત્તિ, બહારને બહાર થતાં પરિણામવાળી હોય છે. તેનો આત્મલાભ કાંઈ થતો નથી. તે સર્વ પૂર્વાનુપૂર્વ થતું રહે છે. અહીંથી અંતરક્રિયા થઈ અપૂર્વતા પ્રગટે છે. (૫૪૭)
સમસ્ત સંસાર દુઃખે કરીને આર્ત છે. તેમાં પણ રોગ, જરા, મરણાદિ પ્રસંગોમાં જીવનું પરાધીનપણું, અશરણપણું, અસહાયપણું પ્રત્યક્ષ અનુભવગોચર થઈ રહ્યું છે. વિશેષ વિચારતાં કેવળ ક્લેશ અને શોક સ્વરૂપ આ સંસાર છે, તેમાં સુખી થવાની જીવને આસ્થા છે, તે છૂટયા વિના આત્મસ્વભાવને પામી શકાય નહિ, જેણે તે આસ્થા ત્યજી છે, તે જ આત્મ સ્વભાવને પામ્યા છે, મોહવશ જીવને આ દિશાનો વિચાર ઉદ્ભવતો નથી, તેથી કાંઈ દુઃખ મુક્ત થવાશે તેવું નહિ બને.
(૫૪૮)
જે વિચારવાન જીવે, સ્વભાવ-લાભ વિચારીને સ્વભાવ સન્મુખતાનો પ્રયાસ, અથવા તેની દઢ ઈચ્છા કર્તવ્ય છે; સ્વભાવ સત્ રૂ૫ છે, અથવા પરમઆનંદ સ્વરૂપ છે, તેમ દઢ થયા વિના, જીવને