________________
૧૪૮
અનુભવ સંજીવની
‘અપૂર્વવિચાર’ આવ્યા વિના, કલ્પિત સાધન મટવા અર્થે, ‘અપૂર્વજ્ઞાનીપુરુષ'ની આજ્ઞાએ વર્તવાનો દૃઢ નિશ્ચય થાય, ત્યારથી જ જીવને આત્માર્થની શરૂઆત થાય છે. અને જેણે ‘માર્ગ’ જોયો છે, તેવા જ્ઞાનીપુરુષ વિદ્યમાન, બિરાજમાન હોય તો તેના ચરણ સેવે છે અને અવિદ્યમાન હોય તો તીવ્ર આશ્રય-ભાવનાએ વર્તે છે. સિદ્ધાંત એમ છે કે, ‘અપૂર્વ આત્મવિચારે' જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન જ માર્ગ પ્રાપ્તિનું સર્વ શ્રેષ્ઠ કારણ છે. – અનુ. ૫૯૬
(૫૪૦)
૮ દૈહિક દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવા બીજા ઉદયમાં અજ્ઞાનને લીધે જીવ દેહની શાતાને, ભજવાની ઈચ્છા કરે છે, તેમ વર્તે છે; પરંતુ જ્ઞાનદશામાં દેહ સંબંધી દુઃખ અને તેના કારણોમાં વિષમતા થતી નથી, અને તેવું દુઃખ ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી – જે સામાન્યપણે જીવને સંસારમાં હોય છે. દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માની જ્ઞાનદશાનું સ્પષ્ટ વર્ણન – કૃપાળુદેવે આ પ્રકારે પત્ર ૪૬૮માં કર્યું છે. તેમાં તેઓની સ્વાનુભવ દશા પ્રગટ દેખાય છે. (૫૪૧)
–
જગતના વિભિન્ન વિષયો અને કાર્યો છોડીને તત્વ-શ્રવણ કરનારને તત્વ રુચિ થઈ છે તેમ કહેવાય છે, પરંતુ આત્મતત્વની વાસ્તવિક રુચિ પાસે ઉક્ત રુચિ તે કાંઈ નથી’ એવું ખરી આત્મ-રુચિનું સ્વરૂપ છે; જેને લીધે સ્વરૂપ પ્રત્યેનું જોર રહ્યા કરે છે. અને આડા-અવળા, જેના તેના, અપ્રયોજનભૂત વસ્તુના વિકલ્પો થતા જ નથી, સ્વરૂપનું ચિંતવન / વિકલ્પ સહજ થાય છે, તોપણ તેની મુખ્યતા થતી નથી. આવી રુચિવાળો મુમુક્ષુ જીવ આગળ વધે છે—બીજો નહિ (૫૪૨)
‘જ્ઞાનમાત્ર’ ભાવ પવિત્ર છે રાગ સ્વયં મલિન છે. બન્ને ભાવોનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. જેને, એવા જ્ઞાનીને કોઈપણ ક્ષણે રાગમાં પોતાપણું થતું નથી. મિલનભાવની મિલનતા વેદાય તે કેવી રીતે રુચે ? તેમાં દુઃખ પ્રત્યક્ષ વેદાય, તે કેમ રુચે ! નિરૂપાધિક સ્વરૂપને રાગની ઉપાધિ કેમ પોસાય ? આંખમાં કણું ખૂંચે તેમ જ્ઞાનીને રાગ ખૂંચે છે, ત્યાં રસ કેમ આવે ? (૫૪૩) ‘જ્ઞાનમાત્ર’ના વેદનથી, પ્રત્યક્ષપણાવડે સ્વયંની હયાતીને – અસ્તિત્વને ગ્રહણ કરવા યોગ્ય છે. અનાદિથી રાગમાં – પરમાં હયાતિ ગ્રહાઈને – વેદાઈ રહી છે, તે મિથ્યાભાવ છે. તેથી માત્ર પરોક્ષ વિચારમાં આત્માના વિચાર થાય, તેમાં આત્મજાગૃતિનો પ્રકાર શરૂ થતો નથી, પરંતુ પ્રત્યક્ષ અંશ દ્વારા સ્વરૂપને પ્રત્યક્ષ કરીને (પ્રત્યક્ષ તોરથી) જાગૃતિ આવતાં સ્વરૂપ - ગ્રહણ થાય, તેથી – તે રૂપ પ્રયત્ન અભ્યાસ હોવો જોઈએ. વિચાર બહાર / બાહ્ય પ્રવૃત્તિ છે તેમાં વસ્તુને પકડવાનું સામર્થ્ય જ નથી. આ કહી તે અંદરની લાઈન છે. બે લાઈન ઉકત પ્રકારે જુદી પડે
છે.
(૫૪૪)
-
-
-