________________
૧૪૭
અનુભવ સંજીવની
તેમ ભાસે છે, અને કર્તૃત્વ થતું નથી. રાગાદિ થાય તે પરપણે ભાસે છે, નિષેધ વર્તે છે, પરિણામમાં સહજતા રહે છે.
(૧૩૬)
સામાન્યપણે માણસને સુવાથી / નિંદ્રા આવવાથી થાક ઉતરી જાય છે. ખાવા-પીવાથી તૃપ્તિ થાય છે. પરંતુ જ્ઞાનદશા તે કોઈ વિલક્ષણ દશા છે, જેમાં વિશ્રામધામ - સ્વસ્વરૂપથી ભિન્ન સુવા આદિ ભાવમાં દુઃખ લાગે છે. નિંદ્રાનો પણ થાક લાગે છે, ખાવા-પીવાના પરિણામમાં ઉદાસીનતા થઈ આવે છે, કારણ શાનરસ અને સુખરસ પીવાય છે, તે જ આહાર છે, જેનાથી પોતાને તૃપ્તિ થાય છે, અને પુષ્ટિ મળે છે. સહજ પુરુષાર્થમાં પરિશ્રમ કે થાક લાગતો નથી. અંતરમાં જામતાં પરિણામોમાં જ આરામ અનુભવાય છે. આવી સહજ ‘વિલક્ષણતા’ જે મુમુક્ષુને ઓળખાય છે, તેને આત્મભાવ ઓળખાય છે, જે આત્મભાવની પ્રાપ્તિનું / પ્રગટવાનું કારણ થાય છે. (૫૩૭)
શ્રીગુરુની આત્મદશા, ચિંતન, મનન અને ઘોલન આદિના વિકલ્પથી પર હોય છે. તેમ છતાં, સંસારનાં દુ:ખી જીવો પ્રત્યે તેમને અનંત કરુણા હોય છે; જેથી તેઓશ્રીનાં ચિંતનમાંથી ન્યાય આદિ નીકળે છે. જેની મતિ સરળ હોય છે, તેને શ્રમ વિના તે ન્યાય / સિદ્ધાંત સહજ સંમત થાય છે અને તે આત્મહિતનું કારણ થાય છે, જેના રાગાંશમાં અન્ય જીવનું શાશ્વત કલ્યાણનું નિમિતત્વ છે. તેની આત્મદશાનો ગુણ વચનાતીત જ નથી, પરંતુ અચિંત્ય છે.
(૫૩૮)
“સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ (કહેવાઈ) હોય તોપણ, તેનો પરમાર્થ, સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે.’–શ્રીમદ્જી.
સત્પુરુષની વાણીમાં ‘જ્ઞાનદશા’નો વિષય સ્વાનુભવપૂર્વક વ્યક્ત થાય છે, તેમાં જે પરમાર્થમાર્ગમાં પોતાનું નિર્ગમન થઈ રહ્યું છે તે માર્ગના અપૂર્વ ભાવોની અભિવ્યક્તિ, તેમજ ઉદયભાવો અને તે અંગેની ચેષ્ટાએ વર્તતાં, પર-અપર ભાવોની વિલક્ષણતા સમજવા અર્થે, યોગ્યતાની અપેક્ષા રહે છે; જે પ્રકારની યોગ્યતાની અપેક્ષા છે, તે પ્રાયઃ આજ્ઞાંકિતપણામાં સંપ્રાપ્ત હોય છે. તેથી ઉક્ત વચનામૃતની ગંભીરતા અને આજ્ઞાંકિતપણે સત્સંગનું મૂલ્યાંકન, મુમુક્ષુજીવને થતાં, પરમાર્થની પ્રાપ્તિનો અવકાશ થાય, તે પરમહિત થવાનું બીજ છે. તેથી એક લક્ષે જ્ઞાનીપુરુષની વિલક્ષણતા સમજતા, તેમના પ્રત્યે અનન્ય ભક્તિ / પ્રેમનું કારણ થાય છે.
(૫૩૯)
ધર્મ પામવાની આશાથી, જીવ અનેક પ્રકારે કલ્પિત બાહ્ય સાધનરૂપ ધર્મ-પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેથી કાંઈ ધર્મ–સાધના થતી નથી, ઉલટું સાધન કર્યાનું દુષ્ટ અભિમાન થાય છે, જે જીવને સત્-સાધનથી વંચિત રાખે છે,-' અથવા સત્-સાધન સૂઝવા દેતું નથી તેથી આત્મ-કલ્યાણનો