________________
૧૪૬
અનુભવ સંજીવની
શ્રી જિને જેટલાં સિદ્ધાંત કહ્યાં છે, તે સર્વ એક આત્મસ્વરૂપ પ્રગટ કરવાને અર્થે કહ્યાં છે. તેમ લક્ષમાં રાખી કોઈપણ સિદ્ધાંત સમજવો રહે છે. જો તેમ ન કરવામાં આવે તો પ્રાયઃ સિદ્ધાંત સંબંધી સમજણ, વિપર્યાસને પામે અને અનર્થ ઉપજે. તેથી આત્માર્થી જીવે, સિદ્ધાંતના, પ્રરૂપનાર એવા દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે અત્યંત ભક્તિમાન રહી ઉક્ત લક્ષે સિદ્ધાંત વિચારવા. (૫૩૩)
એક ગુણને અનંત ગુણનું રૂપ છે, તેથી જ્ઞાનને સુખનું રૂપ હોવાથી, જ્ઞાનસુખરૂપ કહેવાય છે, અને તે કષાય / આકુળતાના અભાવરૂપે સ્પષ્ટ / પ્રત્યક્ષ જોવામાં આવે છે. હવે આમ છે, ત્યારે જ્ઞાન સ્વયંનું.પોતાનું સ્વસંવેદન કરે છે, ત્યારે પોતાના સુખરૂપ / ધર્મનું પણ અનુભવન કરે છે. તે કાળે વસ્તુ સ્વભાવે કરીને સુખગુણનાં શુદ્ધ પર્યાયનું પ્રગટ પરિણમન થાય છે. તે પણ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં જણાય છે, અને એક વસ્તુભૂતપણાને લીધે, વા વસ્તુ સ્વભાવમાં એકત્વ હોવાને લીધે, અને તે એકત્વનો સ્વપણે અનુભવ હોવાને લીધે, સુખરૂપ અને સુખગુણનો સદશભાવ – એક રસ થઈ (જેમ) અનુભવાય છે, તેમ અનંતગુણ ધર્મો, સ્વાનુભવમાં એકરસ થઈ જાય છે, જેને ‘આત્મરસથી’કથાય છે. તેનું આવું સ્વરૂપ છે.
(૫૩૪)
જુલાઈ
૧૯૯૦,
વસ્તુધર્મની મર્યાદા સંબંધિત અપેક્ષા જ્ઞાન-વસ્તુના યથાર્થ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવામાં ઉપયોગી છે. પરંતુ તેવા જ્ઞાનનો પરમાર્થના દૃષ્ટિકોણથી ઉપયોગ થવો ઘટે, અર્થાત્ સ્વરૂપની માન્યતાને પુષ્ટ કરવામાં તે અપેક્ષા જ્ઞાન વર્તવું ઘટે છે. પરંતુ ભેદા-ભેદ સ્વરૂપવસ્તુ જાણ્યા પછી અભેદ સ્વરૂપના અવલંબને સ્વરૂપ સધાય છે. ત્યાં ભેદની અપેક્ષા જ્ઞાનમાં ગૌણ ન થાય (મુખ્ય રહે) તો અભેદનું જોર ઉત્પન્ન ન થાય, ત્યાં તેવી અપેક્ષા સાધનાને રોકે તેવું અપેક્ષાજ્ઞાન, પરમાર્થ દૃષ્ટિએ પ્રતિકૂળ પડે છે. આમ જે અપેક્ષા જ્ઞાન વસ્તુ-સ્વરૂપ જાણવાનું સાધન છે તે સાધનામાં પ્રતિકૂળ ન પડે, તે વિચારવા યોગ્ય છે. છતાં તેવી સાવધાનીથી અજાણભેદપક્ષવાળા- ને તેવી અપેક્ષાનો વિપર્યાસ વર્તે તો વસ્તુના અભેદ-અનંત સામર્થ્ય સંબંધિત જોરને શિથિલ કરી નાખે અને અધ્યાત્મદષ્ટિ/જોર મંદ થાય વા ઉત્પન્ન ન થાય, તેનો સાધકને અવશ્ય નિષેધ આવે છે. સ્વલક્ષી જ્ઞાનમાં આવો વિપર્યાસ પ્રાયઃ થતો નથી, પરંતુ પરલક્ષી ઉઘાડમાં આવા વિપર્યાસની ઘણી સંભાવના રહે છે. (૫૩૫)
વર્તમાન પરિણામ ઉપરની દૃષ્ટિને લીધે વસ્તુ પરિણામ જેટલી જ ભાસે છે. તેથી પુરુષાર્થ કરું–જ્ઞાન કરું—આદિ પર્યાયના કર્તૃત્વનો અભિપ્રાય રહે છે, જે મિથ્યાભાવ છે. પોતે વસ્તુ જ્ઞાન – વીર્ય આદિ અનંત સામર્થ્યની ખાણ છે; જેની સન્મુખ થતાં પોતામાં / સ્વરૂપમાં કાંઈ કર્તવ્ય નથી,