________________
૧૫૩
અનુભવ સંજીવની થવું પડે છે. પોતે ઉપાર્જિત મહાઅંતરાય છે.
(૫૬૧)
દુરંત અને અસાર એવા આ અનાદિ સંસારમાં મનુષ્યત્વની પ્રાપ્તિનું મહત્વ ઘણું છે. અને તેમાં પણ ગુણ સહિત મનુષ્યપણું હોવું તેનું મૂલ્ય ઘણું છે. જો ગુણસહિત મનુષ્યપણું થાય, તો પોતાના સ્વરૂપનો નિશ્ચય થઈ શકે, નહિ તો મનુષ્યપણું છૂટી પ્રાયઃ અધોગતિમાં જીવ જાય છે. જ્યાં આત્મહિતનો અવકાશ રહેતો નથી. જે મનુષ્યપણામાં ગુણગ્રાહી થઈને, દોષથી બચવા અલ્પભાષી, અલ્પપરિચયી, અલ્પ . સહચારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પ આવકાર આપવો, અન્યને ઉપદેશ (બને ત્યાં સુધી) ન આપવો. તેમજ કોઈપણ પ્રવૃત્તિમાં જોડાતાં પહેલાં પરિણામ વિચારી લેવું, જેથી પ્રવૃત્તિમાંથી પાછા વળવાનો પ્રસંગે ઉપસ્થિત ન થાય.
(૫૬૨)
V એક શાસ્ત્રમાં કહેલી વાત, બીજા સર્વ શાસ્ત્રો કરતાં, વિશિષ્ટ જણાતી હોય, તો તે વધારે સંમત કરવા જેવી, સમજવા યોગ્ય છે; કારણકે તે કોઈ વિરલ જીવ અર્થે . વિરલ જીવને લક્ષમાં આવે તેવી હોવાથી . કહેવાઈ હોય છે. બાકી તો સાધારણ જીવોને માટે કથન હોય છે.
બીજા શાસ્ત્રોની રચના કરતાં શાસ્ત્રકર્તાના લક્ષમાં તે વાત હતી જ – એમ સમજવા યોગ્ય છે. તેથી તેવી વિશિષ્ટ વાતમાં શંકા અથવા કુતર્ક કરવા યોગ્ય નથી. માત્ર પોતાને આત્મહિતમાં તેની ઉપયોગીતાનો જ વિચાર કર્તવ્ય છે.
(૫૬૩)
V આત્મહિતરૂપ વાસ્તવિક લક્ષ વિના શાસ્ત્રનું ભણતર પ્રાયઃ નિષ્ફળ થઈ, માનસિક બોજો ઉપાડવારૂપ હોઈ, તેનું પરમાર્થે નિરુપયોગીપણું ગણવામાં આવ્યું છે, તે યથાર્થ છે. શાસ્ત્રના અભ્યાસી
જીવે તેમ ગ્રહણ કરવા યોગ્ય છે. પરંતુ તેનો એકાંત કરી શાસ્ત્રાભ્યાસનો ત્યાગ કરનારે એમ વિચારવા યોગ્ય છે કે, શાસ્ત્ર અભ્યાસે જિજ્ઞાસુ થઈ, પાત્રતા કાળે કરીને થવા સંભવ છે, પરંતુ મૂળ વસ્તુથી અર્થાત્ પરમાર્થથી દૂર જવાય, તેવા પ્રકારનો શાસ્ત્રાભ્યાસ નિષેધવામાં આવ્યો છે. આ પ્રકારે શાસ્ત્ર અભ્યાસ કરવા સંબંધમાં અનેકાંત છે.
(૫૬૪)
V જીવને સંસાર પરિભ્રમણના અનેક કારણો છે, તેમાં મુખ્ય કારણ એ છે કે, પોતે મુક્ત થવાના જે જ્ઞાન માટે અજાણ હોવાથી શંકિત છે, તે જ્ઞાનનો ઉપદેશ કરે, પોતે પ્રરૂપણ કરેલી વાતનું રક્ષણ કરે અર્થાત્ તેની સત્યતા માટે જ આગ્રહ રાખી, તે સંબંધી શાસ્ત્ર-આધાર શોધ, મેળવી, મુખ્ય કરે, અંતરમાં તે માટે શંકા / ચળવિચળપણું (નિઃશંકતાનો અભાવ) હોવા છતાં, પોતાના શ્રદ્ધાળુને, તે જ જ્ઞાન / માર્ગ સાચો છે તેમ ઠસાવવું ઉપદેશવું, પોતે શંકામાં ગળકા