________________
૧૫૪
અનુભવ સંજીવની ખાતો હોય છતાં, નિઃશંકતાનો દંભ રાખવો, તે વડે પોતાનું મહત્વ સ્થાપવું / ટકાવી રાખવું, પૂજ્યતા ગ્રહણ કરવી, એ વગેરે જીવને બહુ રખડાવનારું છે – તેવી સમજણ, આસન્ન ભવ્ય જીવને હોય છે. બાકી ઉક્ત પ્રકારે અનંતકાળથી જીવો રખડે છે.
(પ૬૫)
કરના ફકીરી, ક્યા દિલગીરી (2) / સદા મગન મન રહેનાજી' – મ. કબીરજી.
આ વૃત્તિ / ભાવના મુમુક્ષુજીવે વર્ધમાન કરવા જેવી છે અર્થાત્ વ્યવહાર ચિંતાનો ઉધ્યભાવમાં રસ અંતરથી ઓછી કરવો, તે માર્ગ પામવાની પૂર્વ ભૂમિકા હોઈ, સાધન ગણવા યોગ્ય છે. પરમાર્થ પ્રાપ્તિની ચિંતા રહે, તેવા ભાવો તીવ્ર રહે તે સારું લક્ષણ છે. કલ્પિત અનુકૂળતાનું આકર્ષણ / સ્પૃહા, તેની અધિકતા, અત્યંત હાનિકારક છે. જે જીવને સ્વ-સન્મુખ થવા દે નહિ. (પ૬૬)
4 આત્મા વસ્તુ સહજ સ્વરૂપે છે અને તદાશ્રિત માર્ગ પણ સહજ છે. તે માર્ગની પ્રાપ્તિ અર્થે
અને તે વર્ધમાન થવા અર્થે વ્યવહારના વિધિ-નિષેધના પરિણામ પણ સહજ જ થાય છે. તેમાં જયાં સુધી કૃત્રિમતા થાય છે ત્યાં સુધી સહજ સ્વરૂપ સાથે સુસંગતતા રહેતી / થતી નથી. જેમ કે સ્વરૂપ મહિમા સ્વરૂપ લક્ષે સહજ થવા યોગ્ય છે. કારણ કે સહજ સ્વરૂપ અનંત મહિમાવંત છે. પરંતુ જેવું છે તેવું જ્ઞાનમાં આવ્યા વિના માત્ર શાસ્ત્ર આજ્ઞાએ મહિમા કરવામાં, મહિમા પ્રેરક વિચારથી કૃત્રિમપણે મહિમા કરાય છે. તથાપિ, તે / તેવો માર્ગ નથી. તેવી જ રીતે નિષેધ પણ નિશ્ચય સ્વરૂપનાં આદરથી / ઉપાસ્ય ભાવના સદ્ભાવ થવા અર્થે સહજ થવા યોગ્ય છે. જો કે સહજતા ઉત્પન્ન થવા પહેલાં કૃત્રિમતા, વિપર્યાસથી બચવા આવે તો પણ તે સહજતાના લક્ષપૂર્વક આવે, તેવા પ્રકારે હોય તો પરિણામે લાભ છે. નહિ તો, પૂર્વાનુપૂર્વ થઈ પડે છે અથવા અહંભાવ આદિ દૂષણ ઉપજવાનો સંભવ થાય છે. બાહ્ય નિવૃત્તિ-પ્રવૃત્તિ આદિ સંબંધમાં પણ ઉપરોક્ત પ્રકારે વિવેક કર્તવ્ય છે.
(૫૬૭)
જીવને આત્મકલ્યાણની ઈચ્છા થાય છે, તેથી તે પોતાની મતિ અનુસાર ધર્મ-સાધન કરવા લાગે છે. પરંતુ બીજા બધા સાધન કરતાં પહેલાં પ્રથમ, આત્મકલ્યાણ માટે, જેની આજ્ઞાનું આરાધન કરવા યોગ્ય છે, એવા જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ, માર્ગ પામેલા, માર્ગદષ્ટા સત્પુરુષની ખોજ કરવા યોગ્ય છે, અને તે માટે યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું, અનંતકાળથી જીવનું પરિભ્રમણ છે, તેની નિવૃત્તિની ચિંતા થવી, પૂર્વના આગ્રહો અને અસત્સંગ છોડવા વગેરે પ્રારંભમાં કરવા યોગ્ય છે. વૈરાગ્ય સમેત સસંગ યોગ્યતા પ્રાપ્તિનું સાધન છે.
(૫૬૮)