________________
અનુભવ સંજીવની
૧૫૫ ( પુરાણપુરુષ, પુરુષોત્તમ પરમાત્માની પ્રાપ્તિ માટે કાંઈ દેવું પડતું નથી; સિવાઈ શુદ્ધ અંતઃકરણની તેની પ્રાપ્તિની ભાવના અથવા તેના પ્રત્યેનો અચળ પ્રેમ. અચળ પ્રેમે ગ્રાહક થનારને તે નિરંજનદેવ કેવળ નિર્વિકાર હોવા છતાં, પરાભક્તિને વશ થાય છે. તે સર્વ અનુભવી મહાત્માનો અનુભવ છે. વિશ્વની સર્વોત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ આ રીતે, કાંઈ પણ બીજી ચીજની અવેજી વિના છે; તે પરમાત્માની કેવી નિષ્કારણ કૃપા / અનુગ્રહ છે ! આવી અનંતી સરળ માર્ગ-શ્રેણી હોવા છતાં, અરેરે ! મોહ ભૂલાવે છે ! આ પણ વિધિની વિચિત્રતાની પરાકાષ્ટા જ છે ને ! (પ૬૯)
આ કાળમાં અણસમજણથી અને અસત્સંગથી ભૂલ ભરેલે રસ્તે ન દોરવાય જવાય તેમ બનવું બહુ મુશ્કેલ છે. શ્રીમજી – ૨૫૭
જગતમાં ઘણાય મનુષ્યો અતિ બુદ્ધિમાન હોવા છતાં, વાસ્તવિક સુખ તેમની દૃષ્ટિમાં આવતું નથી, આવ્યું નથી, અને તેથી જ મોક્ષમાર્ગની દુર્લભતા સિદ્ધ છે. જગત આખું જેને માટે ઝાંવા નાખે છે, તેવા પરમ પ્રયોજનભૂત વિષયમાં જ તે ભૂલેલું છે, એટલું જ નહિ તે વિષયમાં જગત વિપરીત માર્ગે છે. અર્થાત્ સુખને બદલે દુઃખ પ્રાપ્તિનો ઉપાય સેવે છે. તેથી એમ સ્પષ્ટ થાય છે કે આ વિષય કેવળ બુદ્ધિમતાનો નથી, પરંતુ નિર્મળ મતિનો છે. એવી નિર્મળ મતિના ધારક જ્ઞાનીઓને સર્વત્ર મોક્ષ છે. તે કેવી સુંદર વાત છે !!
(૫૭૦)
એ નિર્વિકલ્પ છતાં દિવ્ય દેદીપ્યમાન સ્વરૂપ ફરતી વિકલ્પની જાળ, સ્વરૂપને આચ્છાદન કરનાર છે, વેદનથી દુઃખરૂપ છે, અને વિસંગત છે. એકત્વ ભાવે મૂંઝવણ . મૂઢપણું આદિ ઉત્પન્ન થઈ, સ્વરૂપને ભૂલાવે છે. તેથી અંતર્મુખ નિર્વિકલ્પ પરિણામ આદરણીય છે. જે શાંત, સુખરૂપ, ઉપશમરસમય, અને સ્વરૂપ સાથે સુસંગત છે.
(૫૭૧)
/ કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની આત્માએ કિંચિત્માત્ર અપેક્ષા કરવા યોગ્ય નથી. સંપૂર્ણ જગત પ્રત્યે પરમ ઉદાસીનતા ભજવા યોગ્ય છે; અપેક્ષાભાવ થતાં આત્મા વિભાવને ભજે છે. જે મહાત્માને જગત આખું તૃણવત્ છે, તેમના ચરણકમળનું ધ્યાન કરીએ છીએ. આશ્ચર્યની પ્રતિમારૂપ એવા મહાત્માના યોગે સંપૂર્ણ શ્રેય રહ્યું છે. તેમની વિદ્યમાનતા વિના જગતના ત્રિવિધ તાપ, ભય આદિ દુઃખને છેદવા કોઈ સમર્થ નથી. એવા અલૌકિક સામર્થ્ય સંપન્ન હોવા છતાં, જેને કોઈ આડંબર નથી, તેવા પરમ શાંત સંતને ફરી ફરી નમસ્કાર હો !!
(૫૭૨)
જે મિથ્યાત્વ મોહની કરતાં રોવ રૌવ નરકની પ્રતિકૂળતા મહાત્માઓએ સંમત કરી, તે મિથ્યાત્વનો ત્યાગ કરવા અર્થે મુમુક્ષુ જીવે કઈ પ્રતિકૂળતાને મુખ્ય કરીને, રોકાવા જેવું છે ? તે